________________
૨૭૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૫
એક હોય પરંતુ જે મિથ્યા માન્યતા હોય તેના પ્રકારો અનેક હોય છે. તેથી સમાન પરિણામ આ પદમાં ઘટતો નથી. મનમાન્યા વિકલ્પો પ્રમાણે વસ્તુવ્યવસ્થા કરે છે. અને તર્ક-વિતર્કો દ્વારા તે વસ્તુ-વ્યવસ્થાને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. તેથી વસ્તુસ્થિતિ પ્રમાણે તે પદાર્થ યથાર્થરૂપે જ્ઞાનગ્રાહ્ય થતો નથી.
તસંવેદને અજ્ઞાનીવરક્ષયોપમાનિત્યાદ્રિ કોઈપણ વસ્તુનો બોધ-(પરિચ્છેદ) જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થાય છે. પરંતુ મિથ્યાત્વ મોહનીયના અનુદયકાળે થતા જ્ઞાનને (સમ્યજ્ઞાનને) જ જ્ઞાન કહેવાય છે અને ક્ષાયોપથમિકભાવનું તે જ્ઞાન ચોથા ગુણઠાણાથી બારમા ગુણઠાણા સુધી હોય છે. તથા મિથ્યાત્વમોહનીયના ઉદયકાળે જે જ્ઞાન થાય છે. તે જ્ઞાન પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જ થાય છે. પરંતુ મિથ્યાત્વના ઉદયયુક્ત જ્ઞાનને જૈનશાસ્ત્રોમાં અજ્ઞાન (અર્થાત્ મિથ્યાજ્ઞાન) કહેવાય છે. અહીં અજ્ઞાનનો અર્થ જ્ઞાનાભાવ ન કરવો, પણ વિપરીત જ્ઞાન એવો અર્થ સમજવો. તે વિપરીત જ્ઞાન એ પણ એક પ્રકારનું જ્ઞાન હોવાથી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જ જન્ય છે. છતાં આવા વિપરીત જ્ઞાનને અજ્ઞાન કહેવાતું હોવાથી તેના આવરણીયકર્મને પણ (જ્ઞાનાવરણીય કર્મ હોવા છતાં પણ) અજ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. તેના (મિથ્યાત્વયુક્ત એવા જ્ઞાનાવરણીયકર્મના) ક્ષયોપશમથી પ્રગટ થયેલું આ જ્ઞાન વિપરીત જ્ઞાન હોય છે કે જે હેય-ઉપાદેયના વિવેકથી શૂન્ય હોય છે. સૌ સૌની મનમાની માન્યતા પ્રમાણે ભિન્ન-ભિન્ન અનેકપ્રકારે વસ્તુસ્થિતિની કલ્પનાયુક્ત હોય છે. અને મિથ્યા કલ્પનાઓને સિદ્ધ કરવા કલ્પાયેલા અનેક વિકલ્પોથી (કુતર્કોથી) ભરપૂર હોય છે. આ અવેદ્યસંવેદ્યપદકાળે વસ્તુસ્થિતિ ઉંધી કલ્પે છે. અને તેના કદાગ્રહને લીધે તે ખોટી વસ્તુને સાચી ઠેરવવા અનેક તર્કે તે જીવો લગાવે છે.
નિશ્ચયવૃદ્ધયોપનિવસરિયા-ત્યદ્વિ-અન્નનું ભોજન જીવનનું કારણ હોવા છતાં પણ “વિષથી મિશ્રિત હોય તો” તે અન્નભોજન મૃત્યુ આદિ ઉપદ્રવાનું જ કારણ બને છે તેવી જ રીતે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ જન્ય જ્ઞાન આત્માનો ગુણ હોવાથી ઉપકારક હોવા છતાં મિથ્યાત્વના ઉદયથી મિશ્ર હોય છે ત્યારે અજ્ઞાન (વિપરીતજ્ઞાન) થવાના કારણે જેમ મૃગતૃષ્ણિકામાં પાણી નથી છતાં પાણી જ છે એવી નિર્ણયાત્મક બુદ્ધિ વડે દોડે છે. પરંતુ ત્યાં પાણી મળતું નથી. તૃષાચ્છેદ થતો નથી અને શારીરિક પરિશ્રમ અસંતોષ-ઉદ્વેગ આદિ ઉપદ્રવો (દુ:ખો)ને જ પ્રાપ્ત કરાવનાર બને છે, તેમ અહીં પણ હેય-ઉપાદેય પદાર્થો જેમ છે તેના કરતાં વિપરીત વસ્તુ સ્થિતિ જણાય છે. માટે ઉપદ્રવસારવાળી (જેનાથી પરિણામે ઉપદ્રવો–દુઃખોની પરંપરા જ પ્રાપ્ત થાય) એવી (વિપરીત) નિર્ણયવાળી બુદ્ધિ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org