________________
ગાથા : ૭૫
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૭૧
કરવાપણું સમાનપણે જાણે છે. અને મનમાન્યા મિથ્યા વિકલ્પો વિનાના જ્ઞાન દ્વારા પારમાર્થિકપણે વસ્તુસ્વરૂ૫ ગ્રહણ કરે છે. તેવું અદ્યસંવેદ્યપદમાં હોતું નથી.
વેદ્યમત્રીય વેદ્યસંવેદ્યપદની જેવું ન જણાય તે અવેદ્ય. અર્થાત્ વસ્તુસ્થિત્યા
...જ્ઞાનાદિ વસ્તુસ્થિતિ પ્રમાણે જે ન જણાય એટલે કે હેય વસ્તુ હેયપણે અને ઉપાદેયવસ્તુ ઉપાદેયપણે જે જાણવી જોઇએ તેવી જ્યાં ન જણાય. પરંતુ વિપરીત જણાય અને તેના જ કારણે સમાનપણે અને નિર્વિકલ્પકપણે ન જણાય, પરંતુ ભિન્ન-ભિન્ન રીતે અને મનમાન્યા વિકલ્પો યુક્ત જણાય તે અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. તેથી જ ત્યાં તથા વિદ્યમાનપરિમાનુપપQ =તેવા પ્રકારના સમાનપરિણામની અનુપપત્તિ હોય છે. આ હકીકત આપણે કંઈક વિસ્તારથી ઉદાહરણ પૂર્વક સમજીએ.
મિથ્યામોહ આ જીવને વિપરીતદષ્ટિવાળો બનાવે છે. જેમ આંખમાં પીળીયાનો રોગ થયો હોય તો શ્વેત વસ્તુ શ્વેત હોવા છતા પણ પીળી દેખાય છે તાવ આવ્યો હોય ત્યારે મીઠી વસ્તુ મીઠી હોવા છતાં પણ કડવી લાગે છે. કોઈના ઉપર આન્તરદ્વેષ હોય તો તેના ગુણો પણ દુર્ગણરૂપે જણાય છે. કોઇના ઉપર શંકા હોય તો તેની સ્વાભાવિક નિર્દોષ પ્રવૃત્તિ પણ દોષવાળી જણાય છે. આ પ્રમાણે વિપરીત જાણવામાં પીળીયો તાવ આંતરદ્વેષ અને શંકા આદિ દોષો કારણ છે. જે વસ્તુ જેવી છે તે વસ્તુ તેવા પ્રકારે જાણવામાં આ દોષો પ્રતિબંધ કરનારા છે. તેવી જ રીતે મિથ્યાત્વમોહ નામના ભાવમલ રૂપ દોષના કારણે સ્ત્રી-ધન આદિ હેય વસ્તુ હેયપણે અને દાનપુણ્યાદિ ધર્માનુષ્ઠાનો ઉપાદેયપણે જે જાણવાં જોઈએ તે ભાવો તે સ્વરૂપે જણાતા નથી. અર્થાત્ વિપરીતપણે જણાય છે. વેદ્યસંવેદ્યપદમાં જિનેશ્વર પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા હોવાથી હેય-ઉપાદેયનો વિવેક સર્વે સમ્યગ્દષ્ટિઓને સમાનપણે હતો અને બીજા કોઈ વિકલ્પો ન હતા. જ્યારે આ અવેઘસંવેદ્યપદમાં મિથ્યાત્વદોષના કારણે હેય-ઉપાદેયનો યથાર્થવિવેક હોતો નથી. વિપરીતબુદ્ધિ હોય છે તેથી દરેક મિથ્યાત્વીઓને અવેદ્યસંવેદ્યપદકાળે મિથ્યાત્વમોહના ઉદયના કારણે અન્ય અન્ય દર્શનો ઉપર શ્રદ્ધા-રુચિ થવાથી એક એક વિષયમાં સમાનને બદલે ભિન્ન-ભિન્ન બોધ પ્રવર્તે છે. જેમ કે આત્મતત્ત્વ ઉપર ઉદાહરણ લઈએ તો કોઈ આત્માને એકાન્ત નિત્ય જ માને છે. બીજો આત્માને અનિત્ય જ માને છે. ત્રીજો આત્માને પંચભૂતાત્મક જ માને છે. ચોથો સર્વ આત્માઓનો એક જ આત્મા છે એમ માને છે. પાંચમો આત્માને સર્વવ્યાપી માને છે. છઠ્ઠો આત્માને શરીર માત્ર વ્યાપી માને છે. આ પ્રમાણે અસમાન માન્યતા હોય છે અને તેના કારણે પોત-પોતાની માન્યતાને સિદ્ધ કરવા જોરશોરથી તેને અનુસારે વિકલ્પો (તર્ક) કરે છે. જે સત્ય માન્યતા હોય તે તો સંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org