________________
૨૮૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૧ વર્તતી નથી, તેવી જ રીતે આ ભવાભિનંદી જીવોને પણ ભોગના સાધનભૂત (વિષયો)માં જ ઇચ્છા વર્તે છે. પરંતુ તે ભોગોની ઇચ્છાના નાશમાં બુદ્ધિ થતી નથી. (હોતી નથી.) | ૮૧/
ટીકા-વવિધતૂરો હૂયનાતિરિક્ષનરસ્થિ સિતાक्षितिनिवासात्कथञ्चिदनवाप्ततृणकण्डूविनोदकस्य भिक्षापुटिकाद्यैर्गृहीततृणपूलकेन वैद्यपथिकेन दर्शनं बभूव । स तेन तृणमेकं याचितो, दत्तं चानेन तत्तस्मै । परितुष्टौऽसौ हृदयेन, चिन्तितं च ससन्तोषं "अहो धन्यः खल्ययं यस्यैतावन्ति कण्डूयनानि" पुष्टश्च स क्व खल्वेतान्येवमतिप्रभूतान्यवाप्यन्ते ! तेनोक्तम्लाटदेशादौ, प्रयोजनं किञ्च तवैभिः ! तेनोक्तं कच्छूकण्डूविनोदनम् । पथिक आह-यद्येवं, ततः किमेभिः! कच्छूमेव ते सप्तरात्रेणापनयामि "कुरूपयोगं त्रिफलायाः" स पुनराह-कच्छ्वपगमे कण्डूविनोदाभावे किं फलं जीवितस्य तदलं त्रिफलया, क्वैतान्यवाप्यन्त इत्येतदेव कथय इति श्लोकगर्भार्थः ।
વિવેચન :- આ શ્લોકમાં કહેલા અર્થને સમજાવવા ગ્રંથકાર મહર્ષિ ટીકામાં પ્રથમ એક ઉદાહરણ આપે છે. આ ઉદાહરણ સમજાવ્યા પછી તેના પ્રમાણે ઉપમેયને સમજાવવા અક્ષરગમનિકા (શ્લોકમાં કહેલા અક્ષરોનો-પદોનો ભાવાર્થ) સમજાવાશે. પ્રથમ ઉદાહરણ આ પ્રમાણે છે.
રેતી ઘણી છે જે દેશમાં એવા કોઈ દેશમાં એક પુરુષ વસે છે. તેને બન્ને હાથે-પગે અથવા આખા શરીરે ખસનો રોગ થયો છે. આ રોગના કારણે શરીરમાં વારંવાર ખંજવાળ-ખણવાની ચળ ઉપડે છે. રેતીબહુલ દેશમાં આ પુરુષ વસતો હોવાથી ખણવા માટેના સાધન રૂપે તણખલાં (એટલે કે તેવા પ્રકારના નાના નાના કાષ્ઠના ટુકડા અર્થાત્ તૃણ) તેને પોતાના દેશમાં બહુ મળતાં નથી. કદાચ કોઈક વખત બેચાર તણખલાં (કાષ્ઠખંડ) પોતાના દેશમાં કયાંયથી મળી જાય તો તે તેનાથી ઘણું ખરું ખણવાનું કામ કરી લે છે. તેથી તેને ખબર છે કે તણખલાથી ખણવાનું કામ સુલભ થાય છે. આવાં તણખલાં ન મળવાથી પોતાના હાથમાં વૃદ્ધિ પામેલા નખથી જ શરીરમાં યથાસ્થાને વારંવાર ખણ્યા જ કરે છે. નખ સદા પોતાની પાસે હોવાથી અને ખંજવાળનો અતિરેક હોવાથી વારંવાર ખણ્યા કરે છે. જેથી નખો પણ ઘસાઈ ગયા છે. બુઢા થઈ ગયા છે. રહ્યા નથી. આવા પ્રકારના ( વદ્) કોઇક (વહૂચિ ) ખસના રોગવાળા પુરુષને (વહૂનિતિરે ) ખંજવાળ-ચળના અતિરેકથી (વારંવાર સતત ખણવા વડે) (પરિક્ષીનાથ) ઘસાઈ ગયા છે નખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org