________________
ગાથા : ૮૦-૮૧
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૮૭
જ છે. લોહી નીકળે છે. ચાંદાં પડે છે. પીડા પણ થાય છે. પરંતુ આવા પ્રકારના દુઃખમાં પણ મોહથી તે જીવને સુખબુદ્ધિ થાય છે. તથા કોઢના રોગીને રોગના અતિશયથી શરીરમાં કીડા પડે છે. તે કીડાથી પીડાતો રોગી અગ્નિનો તાપ લેવા ઇચ્છે છે પરંતુ તેનાથી તેનો રોગ કે રોગની પીડા ઘટતી નથી કે જતી રહેતી નથી. બલ્ક વધે છે. તેવી રીતે સભારંભાદિમાં હિંસા-જુઠ-ચોરી-મૈથુન-પરિગ્રહાદિમાં સુખબુદ્ધિથી આકર્ષાયેલો આ જીવ પ્રવૃત્તિ કરે છે. પરંતુ દુઃખ જ પામે છે. પાપ કરવાની ઇચ્છા થવી તે સંરંભ, પાપકર્મ કરવાનાં સાધનો ભેગાં કરી પાપકર્મ કરવાની તૈયારી કરવી તે સમારંભ અને પાપકર્મનું કાર્ય કરવું તે આરંભ જાણવો.
આકુળ-વ્યાકુળતા-અશાન્તિ-ભયભીતતા-એ દુઃખ છે. હિંસાદિમાં વર્તનારો જીવ અપરાધી છે. ગુનેગાર છે તેથી સદા આકુળ-વ્યાકુળ જ રહે છે. ચિત્તની અશાન્તિ જ વર્તે છે. અને અન્ય તરફથી સદા ભયાકુલ હોય છે. છતાં સુખબુદ્ધિ કરીને પ્રવર્તે છે. પરંતુ રસ્તો ખોટો હોવાથી અંતે દુઃખ જ પામે છે. વિષને અમૃતની બુદ્ધિએ પીવામાં આવે તો મૃત્યુનું દુઃખ ન આવે એમ નહીં, પણ આવે જ છે. કારણ કે વિષ એ અત્તે વિષ સ્વરૂપ જ છે સર્પને રજુ માનીને પકડવામાં આવે તો પણ (મનમાં રાખેલી રજુપણાની મિથ્થાબુદ્ધિ ત્યાં કામ આવતી નથી પરંતુ) મૃત્યુ થાય જ છે. કારણ કે સર્પ એ સર્પ સ્વરૂપ જ છે. એમ સુખબુદ્ધિ રાખીને દુ:ખજનક પાપકાર્યમાં પ્રવૃત્તિ કરીએ તો પણ પાપજનક પ્રવૃત્તિ તે પાપસ્વરૂપ હોવાથી જીવને દુઃખ આપે જ છે. ખોટા રસ્તામાં સાચા રસ્તાની બુદ્ધિ કરીએ તેથી કંઈ સાચા રસ્તાનું ફળ પ્રાપ્ત થતું નથી. ખોટા રૂપીયામાં સાચા રૂપીયાની બુદ્ધિ કરીને બજારમાં ખરીદી કરવા જઇએ તો કંઈ ફળ મળે નહીં. પીત્તળના ટૂકડામાં સુવર્ણની બુદ્ધિ કરીને સુવર્ણપણે વેચવા જઇએ તો તેમાં સુવર્ણબુદ્ધિ હોવા છતાં સુવર્ણપણાનું ફળ પ્રાપ્ત થતું નથી. તેમ અહીં આ જીવ ખોટે રસ્તે વર્તે છે તેથી નિયમા ભવાન્તરમાં નરક-નિગોદનાં દુઃખો જ પામે છે અને ખેદ જ પામે છે. ૮૦ અમુવાર્થ સ્પષ્ટયન્નાદ-આ જ અર્થને વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે
यथा कण्डूयनेष्वेषां, धीर्न कच्छूनिवर्तने ।
भोगाङ्गेषु तथैतेषां, न तदिच्छापरिक्षये ॥ ८१॥ ગાથાર્થ = ખસના રોગવાળા આ જીવોને જેમ ખણવાના સાધનોમાં અને તેના દ્વારા ખણવામાં બુદ્ધિ વર્તે છે પરંતુ ખસનો રોગ દૂર કરવામાં તેવી ઇચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org