________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૮
૨૮૦
y
ભોગ્ય માની તે તરફ પ્રવૃત્તિ કરે છે. પરધનનું અપહરણ પણ કરે છે. ચોરી-જુગારશિકા૨-માંસાહાર-આદિ સમસ્ત હેય એવાં પાપોને પણ રાચી-મચીને કરે છે. જે હેય છે તેને ઉપાદેય માન્યું છે. તથા આત્માને જે અહિતકારી છે તેને હિતકારી માન્યું છે. જે અભક્ષ્ય અને અભોગ્ય છે તેને ભક્ષ્ય અને ભોગ્ય માન્યું છે એ જ “વિપર્યાસબુદ્ધિ કહેવાય છે. આવા પ્રકારના મોહના ઉદયના લીધે જ નિત્યાનિત્ય પદાર્થોને કાં તો નિત્ય જ અથવા કાં તો અનિત્ય જ માની લે છે. ભિન્ના-ભિન્ન પદાર્થોને કાં તો ભિન્ન જ, અથવા કાં તો અભિન્ન જ માની લે છે. અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરે છે. હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય સમજે છે. એમ અવેદ્યસંવેદ્યપદકાળે જીવો “વિપર્યાસબુદ્ધિ” વાળ થાય છે. આ વિપર્યાસબુદ્ધિના કારણે જ જીવો હિતાહિતના વિવેકમાં અંધ થાય છે.
દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી દેહને જે હિતકારી હોય તે આત્માને (અહિતકારી હોય તો પણ) હિતકારી છે એમ માનીને તેમાં પ્રવૃત્તિ કરે છે. દેહાશ્રિત બુદ્ધિ હોવાથી ભક્ષાભક્ષ્ય, પેયાપેય, ભોગ્યાભોગ્ય, કર્તવ્યાર્તવ્યનો વિવેક હોતો નથી. “આ ભવ મીઠા પરભવ કોણે દીઠા” એમ માનીને સાંપ્રતેક્ષી થઇને ફક્ત વર્તમાન કાળના સુખનો જ વિચારક બને છે. પૂર્વભવ કે ભાવિ-ભવ સર્વથા ભૂલી જાય છે. પાપ-પુણ્યનો વિવેક ચૂકી જાય છે. વર્તમાન કાળનો સંસાર લીલોછમ કેમ રહે ? તેની જ માત્ર અપેક્ષા રહે છે. કદાચ ધર્મકાર્ય કરે છે તો પણ સંસારસુખની બુદ્ધિએ જ તે ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. સંસારનું સુખ પત્તાંના મહેલ જેવું ક્ષણભંગુર છે. અનેક વિડંબનાઓવાળું છે. કલેશ-કંકાસ અને કડવાશને જ આપનારૂં છે. છતાં આ જીવ પાણીમાં દેખાતા ઉડતા પક્ષિના પડછાયાને પક્ષી માની પકડવા દોડનારા જલચ૨ જીવની જેમ સંસારસુખ પાછળ દોડે છે. પરંતુ વાસ્તવિક સુખ ન મળતાં ખેદ પામે છે. દુ:ખી દુ:ખી થાય છે. આ રીતે અવેદ્યસંવેદ્યપદના કારણથી (મિથ્યાત્વ મોહની તીવ્રતાથી જ) જીવો વિપર્યાસબુદ્ધિવાળા બને છે. અને વિપર્યાસબુદ્ધિના કારણથી જ હિતાહિતના વિવેકમાં અંધ બને છે તથા હિતાહિતના વિવેકમાં અંધ બનવાથી જ માત્ર સાંપ્રતેક્ષી થયા છતા દુઃખી થાય છે.
વિપર્યાસબુદ્ધિ જ આ સર્વ દુઃખનું મૂલકારણ છે. જ્યાં દુ:ખમાત્ર જ છે. ત્યાં આ જીવ મિથ્યાત્વ મોહના ઉદયથી વિપર્યાસબુદ્ધિના કારણે સુખબુદ્ધિ કરે છે. એટલે જ સાચા સુખની પ્રાપ્તિનો ઉપાય હાથમાંથી છૂટી જાય છે. અને સુખાભાસ રૂપ દુ:ખની જ પ્રાપ્તિ થાય તેવી પ્રવૃત્તિ આદરે છે. સંસારમાં ગમે તેટલું પાંચ ઇંદ્રિયજન્ય સુખ હોય તો પણ જન્મ-જરા-મરણાદિનાં દુઃખો પ્રત્યેકને છે જ, અને તે અતિશય દારુણવિપાકવાળાં છે. માટે જ સંસાર દુઃખોની ખાણ જ્ઞાનીઓએ કહ્યો છે પરંતુ વિપર્યાસબુદ્ધિને લીધે અવેદ્યસંવેદ્યપદવાળા જીવો હિતાહિતના વિવેકમાં અંધ બન્યા હોવાથી તેમાં સુખબુદ્ધિ કરે છે અને તેની પાછળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org