________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૪
કોઇક યાત્રિક યાત્રાર્થે તીર્થસ્થાનમાં જાય ત્યારે ધર્મશાળામાં ઉતરે, સગા-વ્હાલાઓને મળવા ગ્રામાન્તર જાય, ત્યારે સગા-વ્હાલાના ઘરે ઉતરે, અથવા ભાડાના મકાનમાં (ગેસ્ટ હાઉસમાં) ઉતરે, આ બધી જગ્યાએ “આ મારું ઘર નથી” “મારે અહીં કાયમ રહેવાનું નથી' એવો મનમાં આશયવિશેષ હોવાથી મન અસ્થિર રહે છે. પોતાની માલિકીના ઘરમાં રહેતા હોય તેવું ઠરી ઠામ થઇને મન સ્થિર થતું નથી. તે જ માણસ જ્યારે પોતાના માલિકીના ઘરમાં રહેવા જાય છે ત્યારે જાણે હવે કાયમી દુ:ખ ટળી ગયું છે. શાન્તિ થઇ ગઇ છે. એમ સમજીને ચિત્ત ઠરે છે. સ્થિર થાય છે. મનની અસ્થિરતા દૂર થાય છે. તેવી રીતે પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વના ઉદયના કારણે આત્મતત્ત્વનું જ્ઞાન ન હોવાથી સ્ત્રી આદિ ભોગ્યભાવોને જ ઉપાદેય માન્યા હતા. તેથી તેના સંયોગ અને વિયોગ કાળે ઉન્માદ અને શોકાદિ દ્વારા વારંવાર ચિત્ત અસ્થિર બનતું હતું. પરંતુ આ વેદ્યસંવેદ્યપદ કાળે હેયને હેય જાણવાથી અને આત્મતત્ત્વનું જ્ઞાન થવાથી ઉપાદેયને ઉપાદેય જાણવાથી સ્ત્રી આદિ ભોગ્યભાવોને અપાયાદિનું કારણ સમજી અપ્રવૃત્તિની બુદ્ધિથી અનુભવે છે. તેથી આ આત્માનું મન આત્મતત્ત્વમાં (સ્વ-ઘરમાં) જ જામવાથી આશયસ્થાન સારી રીતે સ્થિરપણે રહે છે. આ પ્રમાણે પારમાર્થિક પરિચ્છેદ (બોધ) થવાથી આશયસ્થાન સારી રીતે સ્થિર થાય છે. માટે તેને “પદ” કહેવાય છે.
મિન્નપ્રથ્યાવિસ્તક્ષળ-આવેદ્યસંવેદ્યપદ ભિન્નગ્રંથી આદિ સ્વરૂપ છે. ભિન્નગ્રંથી શબ્દથી સમ્યગ્દષ્ટિ અને આર્િ શબ્દથી દેશિવરતિધર અને સર્વવિરતિધર આત્માઓ સમજવા. એટલે કે આ વેદ્યસંવેદ્યપદ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર આત્માઓને હોય છે. કારણ કે જે પદાર્થ હેય-ઉપાદેય આદિ જે રૂપે છે તે પદાર્થને પારમાર્થિકપણે તે રૂપે સમ્યગ્દષ્ટિ આદિ આત્માઓ જ અનુભવે છે. તેથી આ પદ ભિન્નગ્રંથી આદિ (સમ્યગ્દષ્ટિ-દેશવિરતિ અને સર્વવિરતિ) સ્વરૂપ છે. એટલે કે તેવા આત્માઓને જ આવે છે.
૨૬૯
પ્રશ્ન :- હ્રિમિાદ-ભિન્નગ્રંથી આદિ ત્રણ પ્રકારના આત્માઓને જે પદ હોય છે. તેને “વેદ્યસંવેદ્ય” કેમ કહો છો?
ઉત્તર ઃ- વેદ્યસંવેદ્ય શબ્દનો જે વ્યુત્પત્તિસિદ્ધ અન્વર્થ છે તેનો યોગ (સંબંધ) આ ત્રણમાં ઘટતો હોવાથી તન્ને યોગ સંબંધી શાસ્ત્રોમાં તે પદને “વેદ્યસંવેદ્ય” કહેવાય છે. વ્યુત્પત્તિસિદ્ધ અર્થ આ પ્રમાણે છે. વેદ્ય સંવેદ્યતેનેનેતિ કૃત્વાજે વસ્તુ જે સ્વરૂપે વેદવા યોગ્ય=જાણવા યોગ્ય છે. તે વસ્તુ તે સ્વરૂપે અનુભવાય છે જેના વડે, તેથી તેનું નામ “વેદ્યસંવેદ્ય” છે. ભિન્નગ્રંથી આદિ ત્રણ પ્રકારના આત્માઓ સ્ત્રી આદિ હેયભાવને હેય રૂપે અને દાન-પુણ્યાદિ ઉપાદેયભાવોને ઉપાદેય રૂપે જાણે છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org