________________
૨૭૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
पतङ्गभृंगमीनेभसारङ्गा यान्ति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ॥५५ ॥
(પૂ. ઉ. શ્રી યશોવિજયજી કૃત જ્ઞાનસારાષ્ટક)
પતંગીયું દીપકના રૂપને જોવામાં ચક્ષુના દોષથી, ભમરો કમળની સુગંધ સુંધવામાં ઘ્રાણના દોષથી, માછલું માંસના સ્વાદને માણવા જતાં ૨સનાના દોષથી, હાથી હાથણીની સાથેની કામવાસના માણવા જતાં સ્પર્શનેન્દ્રિયના દોષથી, અને હરણ સંગીતની સુરાવલિ સાંભળવામાં શ્રોત્રના દોષથી મૃત્યુ પામે છે તો જે મનુષ્ય પોતાની પાંચે ઇંદ્રિયોને પૌદ્ગલિકસુખમાં આસક્ત કરે છે તે જીવો શું શું દુઃખ ન પામે? અર્થાત્ દુઃખોની પરંપરા જ પામે છે.
ગાથા : ૭૬
આ પ્રમાણે આ અવેદ્યસંવેદ્યપદ વેદ્યસંવેદ્યપદથી વિપરીત જાણવું ૭૫/ મવામિનન્તિતક્ષણમાહ=ભવાભિનંદી જીવનું લક્ષણ જણાવે છે.
क्षुद्रो लाभरतिर्दीनो, मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी, स्यान्निष्फलारम्भसङ्गतः ॥ ७६॥
Jain Education International
ગાથાર્થ =ભવાભિનંદી જીવ (૧) ક્ષુદ્ર, (૨) લાભરિત, (૩) દીન, (૪) મત્સરભાવવાળો, (૫) ભયભીત, (૬) લુચ્ચો, (૭) અજ્ઞાની, (મૂર્ખ), અને (૮) નિષ્ફળ કાર્યના આરંભવાળો હોય છે. ॥ ૭૬ ॥
""
ટીકા ''ક્ષુદ્ર: ''-પળ: । ‘“તામરતિ’-વંદ્યાશીનઃ । વીન: ’-દેવાकल्याणदर्शी । ‘‘મારી’’-પરજ્યાળવુ:સ્થિત: । ‘‘યવાન્''નિત્યમીતઃ । ‘‘શો’’-માયાવી । ‘‘મો’-મૂર્છા। ‘‘મવામિનન્દ્રી’’-સંસારવડુમાની ‘‘મ્યા’’ દેવભૂતો ।'' ‘‘નિરક્ષસકૃત: ’-સર્વત્રાતત્ત્વામિનિવેશાવિત્તિ ૫૭૬ ॥
ટીકાનુવાદ :-ભવાભિનન્દી જીવ એટલે સંસારનાં સુખોમાં જ રસિક, ભોગસુખો જ જેને વહાલાં છે. પુદ્ગલમાં જ જેને આનંદ છે એવો જીવ તે ભવાભિનંદી કહેવાય છે. આવા પ્રકારના જીવને ઓળખવાનાં નીચે મુજબ ૮ લક્ષણો છે.
(૧) ક્ષુદ્ર :- એટલે કૃપણ-લોભી-અસાર-તુચ્છ પ્રકૃતિવાળો જીવ, કંજુસ, પામર, ક્ષણિક અને વીજળીના ચમકારાની જેમ નાશવંત એવાં સાંસારિક સુખો મળે છતે મલકાઇ જઇ, હર્ષાવેશમાં આવી, પામર-ગાંડા માણસની જેમ નાચનારો, પ્રાપ્ત થયેલ ધનાદિ સામગ્રી રખે ચાલી જશે એવા ભયથી ઘણી જ મમતાથી સાચવી રાખનાર, કોઇને દમડી પણ ન
For Private & Personal Use Only
www.jainelibrary.org