________________
૨૭૫
ગાથા : ૭૬
યોગદષ્ટિ સમુચ્ચય આપનાર, સુખી હોવા છતાં ન ભોગવનાર, વિષ્ટાનો કીડો જેમ વિષ્ટામાં જ આનંદ માને છે, તેમ ધનસંગ્રહમાં જ મમતાથી આનંદ માનનાર, અનુદાર, છીછરા સ્વભાવવાળો, ભારે કંજુસ આ જીવ હોય છે.
() લાભરતિ - લાભમાં જ પ્રીતિવાળો, વાગ્યાશીલ-માંગણવૃત્તિવાળો, પોતાની પાસે ઘણું હોય તો પણ માંગવાનો હક હોય ત્યાં, અથવા માંગવાથી મળે તેમ હોય ત્યાં માંગવાનું ન ચૂકનારો, લોભી, જેમ જેમ લાભ થાય તેમ તેમ અધિકાધિક લાભને જ ઇચ્છનારો, હજાર મળે ત્યારે દસ હજાર ઇચ્છનાર, દસ હજાર મળતા થાય એટલે લાખ ઇચ્છનાર, લાખ મળતા થાય એટલે દસ લાખ ઇચ્છનાર, એવી જ રીતે અધિક-અધિક પદાધિકાર ઇચ્છનાર આ જીવ હોય છે. નહી તોદો વદ્દ જેમ જેમ લાભ મળે તેમ તેમ અધિક વધારે લોભવાળો લાલચુ આ જીવ હોય છે.
(૩) દીન -ગરીબ, બિચારો બાપડો, રાંકડો, હંમેશાં પોતાનું અકલ્યાણ-અમંગળ જ જોનારો, જે ધન મેળવ્યું છે તે કોઈ લઈ જશે તો મારું શું થશે ? ચણેલું આ ઘર પડી જશે તો મારું શું થશે? આ સ્ત્રી-પુત્રાદિ મૃત્યુ પામશે તો મારું શું થશે? આ પ્રમાણે સદા અકલ્યાણની જ આશંકા લઈને ફરનારો અને તેથી જ ગરીબડો-લાચાર થઇને જ રહેનારો, મુખમુદ્રા ઉપર સદા ગ્લાનિવાળો, જાણે ઘણા દુ:ખભારથી દબાયેલો હોય તેવો.
(૪) મત્સર- બીજાના કલ્યાણને જોઈને દુઃખી થનારો, બીજા માણસની પુણ્યાઇ દેખી, સાંસારિક સુખની ચડતી દેખી, હૃદયમાં બળતરા કરનારો, બીજા પુરુષનાં માનસન્માન-બહુમાન થતાં દેખી દિલમાં દાઝનારો, આ માણસ ચડી ગયો અને હું રહી ગયો એમ દુઃખી થનારો, પારકાની સુખસંપત્તિ અને ગુણસંપત્તિ પ્રત્યે દ્વેષ રાખનારો, જાણે હૈયામાં ઉકળતું તેલ રેડાયું હોય તેવો બળી બળીને ખાખ થનારો, પર-પુણ્યષી અને પર-સુખષી આ જીવ હોય છે. અને તે કારણથી પારકાની નાની ભૂલને મોટી કરનારો અને મોટા ગુણને નાનો કરનારો આ જીવ હોય છે.
(૫) ભયવાન્ - સદા ભયભીત, સંસારનું સુખ જ પ્રિય હોવાથી તેની પ્રાપ્તિ માટે અનેકપ્રકારની માયા-કપટ-જુઠ કરે છે. તેથી તે માયા ખુલી થશે તો મારું શું થશે? રાજપુરુષો-લુંટારાઓ-કે મિત્રો લુંટી જશે તો, અથવા નાશ પામશે તો, અથવા મારૂં જ મૃત્યુ થઈ જશે તો, મારું શું થશે ? એમ હંમેશાં આ લોક અને પરલોકના ભયથી ભરપૂર હોય છે. ભયાક્રાન્ત હોવાથી સદા જુઠું બોલનારો, જુઠું આચરનારો અને માયાકપટનો ભંડાર આ જીવ હોય છે. પોતાના આત્મામાં રહેલી કોઇનાથી ન લુંટાય એવી પોતાની ભાવલક્ષ્મી પોતાને જરા પણ દેખાતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org