________________
૨૭૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૬ (૬) શઠ - લુચ્ચાઇવાળો, માયાવી, કપટી, થોડું હોય અને ઘણું જ દેખાડનારો, જગતને છેતરનારો, જગતને છેતરીને ફૂલાનારો, જગતની આંખોમાં ધૂળ નાંખી મલકાનારો, હૈયામાં જુદું અને હોઠે જુદું એમ મન, વચન, અને કાયાના ત્રણે યોગોની ભિન્નતાવાળો, તેથી જ યોગ-ક્રિયા અને ફળ એમ ત્રણેનો વંચક, દાંભિક આ જીવ હોય છે.
() અજ્ઞ- અજ્ઞાની-મૂર્ખ-હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય સમજનારો, હેયઉપાદેયના વિવેક વિનાનો, સારાસાર-કર્તવ્યાક્તવ્યના ભાર વિનાનો, યથાર્થ સમજાવીએ તો પણ ન સમજનારો અને ન સમજવાની જ વૃત્તિવાળો, અને તેથી જ સ્વમતકદાગ્રહી -આગ્રહશીલ આ જીવ હોય છે.
(૮) નિષ્ફળારંભસંગત- માખણનો અર્થી જેમ પાણી વલોવે તો તે પ્રયત્નનો આરંભ નિષ્ફળ જ છે. કારણ કે પાણીમાં માખણ છે જ નહી, તો વલોવવાથી ક્યાંથી મળવાનું હતું ? તેવી રીતે ભૌતિક સુખો અસાર-નાશવંત-ચંચલ-અનેક ઉપાધિઓથી વ્યાપ્ત હોવાથી સુખ જ નથી, સુખાભાસ માત્ર જ છે. તો તેને મેળવવાથી નિર્દોષ (અવ્યાબાધ) સુખ ક્યાંથી આવવાનું હતું ? માટે આ સઘળો પ્રયત્ન પાણી વલોવવા જેવો નિષ્ફળ જ છે. આ જીવ કદાગ્રહી અને અવળી બુદ્ધિવાળો હોવાથી સર્વત્ર અતત્ત્વનો જ (મિથ્યાતત્ત્વનો જ) અભિનિવેશ તેને ઘણો હોય છે. પોતે ખોટું કરતો હોય પરંતુ અજ્ઞાન અને મિથ્યાત્વના ઉદયથી તેને જ સાચું માની (અતત્ત્વને તત્ત્વ માની) રાચનારો અને અભિનિવેશ (આગ્રહ) રાખનારો હોય છે. પરંતુ મિથ્યા કાર્ય ગ્રહણ કરેલું હોવાથી તેનું ફળ કંઈ આવતું નથી. એટલે નિષ્ફળ કાર્યનો આરંભ કરનાર આ જીવ જાણવો.
આવા પ્રકારના ૮ વિશેષણોવાળા જીવો ભવાભિનંદી કહેવાય છે. તેઓ મોહોદયથી સદા સંસારરસિક, વિષયસુખમાં જ આનંદિત, વિષ્ટાના કીડા જેવા હોય છે. કોઈ કોઈ વખત તેઓ ધર્મકરણી પણ કરે છે. પરંતુ તે ધર્મકરણીની પાછળ પણ કેવળ વિષયસુખની રસિકતા જ કામ કરતી હોય છે તેથી મોહગર્ભિત વૈરાગ્યથી આ જીવ ધર્મકરણી કરે છે. આ પ્રમાણે મન-વચન-કાયાની ધર્મકાર્યમાં યોગ પ્રવૃત્તિ જે આચરે છે તે શુભ હોવાથી પુણ્યબંધ માત્ર જ કરાવનારી બને છે. પરંતુ ઉપયોગ શુદ્ધિ ન હોવાથી નિર્જરા કરાવનારી બનતી નથી. અને બંધાયેલું આ પુણ્ય પણ ઉદયકાળ ભોગસુખ જરૂર આપે છે, પરંતુ તે ભોગ-સુખોને ભોગવતી વખતે અતિશય આસક્તિ કરાવવા દ્વારા તીવ્ર કર્મબંધ કરાવવા વડે અપાયની (દુઃખોની) પરંપરાને જ વધારનાર બને છે. આ અવેદ્યસંવેદ્યપદમાં વર્તનારા મિથ્યાદષ્ટિ ભવાભિનંદી જીવો ધર્મવ્યાપાર રૂપ શુભયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org