________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૬૩
ગાથા : ૭૩
ચિંતાઓ, અને નાશ થતાં પારાવાર દુઃખથી ચિત્ત સદા આકુળ-વ્યાકુળ-અસ્થિરપણે ભટક્યા જ કરે છે. કદાપિ સ્થિર થતું નથી. માટે જ તેને યોગીમહાત્માઓ ‘“અપદ” (પગ વિનાનું) કહે છે કારણ કે યથાવસ્થિતપણે (જે વસ્તુ જેમ છે તેવા સ્વરૂપે) વસ્તુતત્ત્વનો બોધ ત્યાં થતો નથી. મોહને વશ મદિરાપાન, વ્યભિચાર, રાત્રિ-ભોજન, અભક્ષ્ય-ભોજન આદિ હેયને ઉપાદેય માનીને ભવસુખમાં જ રિત કરે છે. તેથી યથાવસ્થિત વસ્તુતત્ત્વના બોધનું અનાપાદનપણું (અભાવ) હોવાથી તે સ્થાન પારમાર્થિકપણે પદ જ નથી.
સમ્યક્ત્વદશાવાળું વેદ્યસંવેદ્યપદ જ યોગી મહાત્માઓને પદ તરીકે માન્ય છે. ત્યાં જ આત્માનું ચિત્ત સ્થિર થાય છે. પૌદ્ગલિક સુખની ભ્રાન્તિ દૂર થવાથી, પોતાના આત્મગુણોમાં જ સુખબુદ્ધિ થવાથી અને તે સુખ કોઇ પણ વડે અચૌર્ય-અને અનાશ્ય હોવાથી નિર્ભય થયો છતો આ જીવ પોતાના ચિત્તને તેમાં સ્થિર કરી શકે છે. વાસ્તવિકપણે તે જ પગ મૂકવાનું સ્થાન હોવાથી “પદ” કહેવાય છે. હવે પછીની ૭૩-૭૪ ગાથામાં જેનું લક્ષણ કહેવાશે એવું વેદ્યસંવેદ્યપદ એ જ પરમાર્થથી “પદ” કહેવાને યોગ્ય છે. કારણ કે જ્યાં સ્થિર ઉભા રહેવાય, અસ્થિરતા ન હોય તે પદ જ પારમાર્થિક પદ છે. એવો પર્ શબ્દનો જે અન્વર્થ છે. તે ત્યાં જ સંભવે છે. માટે વેદ્યસંવેદ્યપદ એ જ પરમાર્થથી પદ છે. I૭૨
તથા ચા-હવે તેવા પ્રકારના વેદ્યસંવેદ્યપદનો વ્યુત્પત્તિથી અર્થ જણાવે છેवेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् ।
तथाऽप्रवृत्तिबुद्ध्याऽपि, स्त्र्याद्यागमविशुद्धया ॥ ७३ ॥
=
ગાથાર્થ જે આશયસ્થાનમાં વિશુદ્ધ (નિર્મળ) એવી આગમની રીતિ-નીતિને અનુસારે સ્ત્રી આદિ (સાંસારિક સુખના હેતુઓ) અપાયાદિનું કારણ છે. એ પ્રમાણે જાણવા યોગ્ય તત્ત્વ યથાવસ્થિતપણે જણાય છે. તથા તેમાં અપ્રવૃત્તિ જ કરવા જેવી છે. એવી બુદ્ધિ વડે પણ જણાય છે. તે વેધસંવેદ્યપદ કહેવાય છે. ॥ ૭૩॥
ટીકા-‘વેદ્યું’વેરીીય વસ્તુસ્થિત્યા તથામાવયોશિસામાન્યનાવિન્ત્યાज्ञानग्राह्यमिति योऽर्थः, "संवेद्यते " - क्षयोपशमानुरूपं निश्चयबुद्धया विज्ञायते, ‘‘યસ્મિન્વટ્’’-આશયસ્થાને િિવશિષ્ટમિત્યાદ-‘‘ અપાયાવિનિબન્ધનં’’-નરસ્વતિकारणम् स्त्र्यादि, " तथा " तेन प्रकारेण येन सामान्यानुविद्धं “ अप्रवृत्तिबुद्धयापि" તનુપાતાના શયાભિવવા સંવેદ્યતે ‘‘ઝ્યાત્િ’’ વેદ્ય, ‘‘આગમવિશુદ્યા’’ શ્રુતાવનીતविपर्ययमलया, प्रधानमिदमेव बन्धकारणं प्रेक्षावतामपीति स्त्र्यादिग्रहणम् ॥७३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org