________________
ગાથા : ૭૩ યોગદષ્ટિ સમુચ્ચય
૨૬૫ અહીં માવોસમાન=પદમાં સમાસ હોવાથી બધા ભાવયોગી વડે=ભાવયોગી માત્ર વડે આમ જણાય છે એવો અર્થ કરવો.
વિન્યજ્ઞાનપ્રઢિામ સ્ત્રી-ધન આદિ પદાર્થો અમુક અપેક્ષાએ (રાગાદિપૂર્વક) ભોગવીએ તો અપાયનું કારણ બને છે. અને અમુક અપેક્ષાએ (રાગાદિ વિના ભોગવીએ તો અથવા તે જીવન સંતોષ ખાતર ભોગવીએ તો) અપાયનું કારણ બનતા નથી. એવી જ રીતે દાન-પુણ્ય અમુક અપેક્ષાએ કરવામાં આવ્યું હોય તો સ્વર્ગનું કારણ બને છે. અને માન-પાન અને પ્રતિષ્ઠાદિ માટે કરાયું હોય તો સ્વર્ગનું કારણ બનતું નથી. આવા પ્રકારના જુદા જુદા વિકલ્પો (કલ્પનાઓ) વિના એક સરખી રીતે સ્ત્રી આદિને નરકાદિનું કારણ અને દાન-પુણ્યાદિને સ્વર્ગાદિનું કારણ આ સર્વે ભાવયોગી જીવી જાણે છે. તેમાં મનમાન્યા વિકલ્પો દોડાવતા નથી. સર્પ એ પ્રાણઘાતક જ છે. વિષ એ મારક જ છે. સાકર સ્વાદિષ્ટ જ છે. અમૃત એ જીવન આપનાર જ છે. ઇત્યાદિમાં વિકલ્પો હોતા નથી. તેમ અહીં હેયમાં હેયબુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ કોઈપણ પ્રકારના વિકલ્પો વિના સર્વે ભાવયોગી (સમ્યગ્દષ્ટિ) આત્માઓને એકસરખી સમાન હોય છે.
ક્ષરોપણનુરૂપ તેવા પ્રકારના સર્વે ભાવયોગી (સમ્યગ્દષ્ટિ) આત્માઓ કોઇપણ જાતની મનમાની કલ્પના વિના (અવિકલ્પકપણે) સ્ત્રી આદિ ભોગ્ય વસ્તુને હેય અને દાન-પુણ્યાદિ ઉપાદેય વસ્તુને ઉપાદેય રૂપે એક સરખી રીતે માને છે. અને જાણે છે. પરંતુ ભોગ્યવસ્તુમાં હેયતા કેમ છે? અને દાન-પુણ્યાદિમાં ઉપાદેયતા કેમ છે? એમ તેના વિષે સૂક્ષ્મબોધ બધા ભાવયોગીમાં સરખો હોતો નથી. કારણ કે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ સર્વે જીવોમાં હીનાધિકપણે વર્તે છે. એટલે સ્ત્રી આદિ ભોગ્ય વસ્તુ નરકાદિનું કારણ અને દાન-પુણ્યાદિ સ્વર્ગાદિનું કારણ છે. એમ નિર્વિકલ્પકપણે સમાનરૂપે જાણતા હોવા છતાં તેના વિષયમાં ઊંડાણપૂર્વક જ્ઞાનપ્રાપ્તિની બાબતમાં પોત-પોતાના ક્ષયોપશમને અનુસારે કોઇ સામાન્યપણે અને કોઈ વિશેષપણે, કોઈ શૂલપણે અને કોઈ સૂક્ષ્મપણે, નિર્ણય કરવાવાળી બુદ્ધિ દ્વારા જાણે છે. હેયમાં હેય બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ સમાન હોવા છતાં તેનાં કારણો સંબંધી સૂક્ષ્મબોધમાં ક્ષયોપશમને અનુસારે નિર્ણયાત્મક બુદ્ધિ દ્વારા હીનાધિક જ્ઞાન વર્તે છે. | સર્વે ભાવયોગી (સમ્યગ્દષ્ટિ) આત્માઓ ગ્રંથિભેદ કરવા પૂર્વક સમ્યગ્દર્શન પામેલા હોવાથી નરકાદિના કારણને નરકાદિના કારણરૂપે અને સ્વર્ગાદિના કારણને સ્વર્ગાદિના કારણ રૂપે જાણવામાં વિકલ્પ વિનાના છે. અર્થાત્ સમાન છે. પરંતુ તેનાં કારણો સંબંધી સૂક્ષ્મબોધમાં ક્ષયોપશમાનુસાર હીનાવિકપણે જ્ઞાન ધરાવે છે. આ પ્રમાણે જે હેય છે તેને હેય રૂપે અને ઉપાદેય છે તેને ઉપાદેય રૂપે કોઈ પણ જાતની બીજી કલ્પનાઓ કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org