________________
ગાથા : ૭૧
*
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૬૧
દર્શનસપ્તકનો સર્વથા ક્ષય થયેલા ક્ષાયિકસમ્યકત્વવાળા જીવ જેટલી વિશુદ્ધિવાળું નિશ્ચય વેદ્યસંવેદ્ય પદ તે જીવોને સંભવતું નથી. તો પણ કાળાન્તરે નિશ્ચય વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરાવે જ તેવા પ્રકારનું તેના કારણભૂત વ્યાવહારિક વેદ્યસંવેદ્યપદ ઉપશમ અને ક્ષયોપશમસમ્યત્વવાળા જીવોને પણ હોય જ છે. અને તે કારણથી “વ્યાવહારિવં પિ તુ પતલ્લેવ રા'કવ્યવહારથી આવેલું એવું પણ આ વેદ્યસંવેદ્યપદ સારું જ છે. મનોહર જ છે. કે જે કાળાન્તરે પણ નિશ્ચય વેદ્યસંવેદ્યપદને લાવનાર છે. પરંતુ અવેદ્યસંવેદ્યપદ સારું નથી) એમ તવ શબ્દમાં લખેલા પત્ર શબ્દનો અર્થ કરવો. જો કે સાયિકસમ્યગ્દષ્ટિ જીવને આવનારા નિશ્ચયવેદ્યસંવેદ્યપદ જેવું આ અતિશય મનોહર નથી, તો પણ તેનું કારણ હોવાથી કાળાન્તરે પણ નક્કી નૈયિક વેદ્યસંવેદ્યપદ અપાવનાર જ હોવાથી આ પણ અવશ્ય ચારૂ જ છે. મનોહર જ છે. અને વ્યાવહારિક એવું પણ - આ વેદ્યસંવેદ્યપદ જ ચારૂ છે પરંતુ અવેદ્યસંવેદ્યપદ ચારૂ નથી (એમ ભાવાર્થ સમજવો.).
કારણ કે વ્યાવહારિક એવું પણ આ વેદ્યસંવેદ્યપદ આવે છતે જો કે કર્મની પરવશતાથી મિથ્યાત્વે જીવ જાય તો તે મિથ્યાત્વના કારણે દુર્ગતિમાં પણ (અનેકવાર) જાય છે. છતાં પ્રાયઃ માનસિક દુઃખનો અભાવ હોય છે. જેમ વજના તંદુલ અનેકવિધ અગ્નિના યોગે પણ પાકે નહીં તેમ આ જીવને અનેકવાર દુર્ગતિનો યોગ થવા છતાં ભાવપાકનો અયોગ છે. મનના ભાવો પલટાતા નથી. આકુળ-વ્યાકુળ થતો નથી. તેથી જ પ્રથમ ગુણસ્થાનકે જવા છતાં પણ દીર્ઘસ્થિતિ અને તીવ્રરસ આ જીવ બાંધતો નથી. (કર્મગ્રંથના મતે દીર્ઘસ્થિતિ બાંધે છે પરંતુ તીવ્રરસ બાંધતો નથી. તેથી તીવ્રરસનો બંધ ન હોવાથી દીર્ઘસ્થિતિની પણ કંઈ કિંમત નથી) આ પ્રમાણે નિશ્ચય નયવાળું સાધ્યભૂત વેદ્યસંવેદ્યપદ જે અતિશય મનોહર છે તે માત્ર સાયિકસમ્યગ્દષ્ટિ જીવને જ હોય છે અને ચરમ પાપ પ્રવૃત્તિ અને દુર્ગતિના અયોગનું અમારું વિધાન તેને આશ્રયીને છે. તથા ઉપશમ અને ક્ષયોપશમ સમ્યક્ત્વવાળા જીવોને આવનારૂં એવું તથા નિશ્ચય વેધસંવેદ્યપદના સાધનભૂત-કારણભૂત એવું વ્યાવહારિક વેધસંવેદ્યપદ જે છે તે પણ મનોહર જ છે. કારણ કે તે દીર્ધકાળે પણ નિશ્ચય વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ કરાવનાર બને છે. પરંતુ મારું પુનરેવાન્તત થવ ગોડિિત તોડદ્ પુન: પ્રાત: પવ એવા આ વ્યાવહારિક વેદ્યસંવેદ્યપદથી અન્ય એવું જે અવેદ્યસંવેદ્યપદ છે તે તો વળી એકાન્ત જ અમનોહર છે. અવેદ્યસંવેદ્યપદ તો કોઈ પણ રીતે આત્મહિતકર નથી. માટે તે તો સર્વથા અચારુ જ છે. મિથ્યાત્વદશા જ છે. અને દુર્ગતિનો વારંવાર હેતુ જ બને છે.
(૧) નિશ્ચયનયવાળું વેદસંવેદ્યપદ અતિશય ચારુ (સાયિકવાળાને) (૨) વ્યવહારનયવાળું વેદ્યસંવેદ્યપદ ચાટ (ઉપશમ તથા ક્ષયોપશમવાળાને)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org