________________
૨૫૯
ગાથા : ૭૧
યોગદૃષ્ટિ સમુચ્ચય જ છે એમ સમજી પાપપ્રવૃત્તિમાં નિરસ બની જાય છે. મુક્તિ જ માત્ર વાસ્તવિક સુખયુક્ત છે. એવા પ્રકારના સંવેગના અતિશયપણાથી આ જીવ મુક્તિ તરફ દોટ મૂકે છે. મુક્તિ જ માત્ર મનમાં વસી હોવાથી તેના ઉપાયભૂત દર્શન-જ્ઞાન અને ચારિત્ર ગુણોની પરમ ઉપાસના આરાધે છે. અરિહંત પરમાત્માની ભક્તિ, તેમના વચનોની પરમરુચિ, પરમવાત્સલ્યભાવ, આગમશાસ્ત્રોનો અભ્યાસ, ત્યાગ અને સંયમમય જીવન બનાવવા તરફ પ્રયાણ કરે છે. કારણ કે “કારણથી કાર્યની નિષ્પત્તિ થાય છે.” એમ સમજીને મોક્ષતરફ જ પ્રીતિ હોવાથી મુક્તિના જ ઉપાયોમાં ઓતપ્રોત થાય છે.
વવ પાપપ્રવૃત્તિ = આ પ્રમાણે વેદ્યસંવેદ્યપદના પ્રતાપે, અને સંવેગની અતિશયતાના કારણે સાંસારિક પાપકાર્યમાં નિરસપણે તHલોહપદન્યાસની જેમ કરાતી જે આ પ્રવૃત્તિ છે. તે પણ ચરમ જ છે. અંતિમ જ છે. અર્થાત્ આ જીવ ફરીથી હવે નિરસપણે પણ કદાપિ આવી પાપપ્રવૃત્તિ કરવાનો નથી કારણ કે હવે તે જીવને કદાપિ દુર્ગતિમાં જવાનો યોગ જ આવવાનો નથી. અહીં શ્રેણિક મહારાજાનું ઉદાહરણ સમજી લેવું. કે જેઓ પરમાત્મા મહાવીર પ્રભુની વાણીથી ક્ષાયિક સમ્યકત્વ પામેલા હતા, વેદ્યસંવેદ્યપદના ભોક્તા હતા, સમ્યગ્દર્શનના પ્રતાપે આત્મગુણોના અનુભવવાળા હતા. છતાં વ્રત-પચ્ચકખાણાદિ વિરતિ ધર્મ કરી શકતા ન હતા. અર્થાત્ અવિરતિની પ્રવૃત્તિવાળા હતા, તથા સમ્યકત્વ પામ્યા પૂર્વે આચરેલી પાપ પ્રવૃત્તિથી નરકાયુષ્ય બાંધેલું હતું. તેથી તેમની આ પાપપ્રવૃત્તિ ચરમ હતી, નરકગતિ પ્રાપ્ત થયા પછી હવે તેમને ફરીથી આવી દુર્ગતિ મળવાનો અયોગ છે. નરકગતિમાંથી નીકળીને આવતી ચોવીસીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર થશે. આ પ્રમાણે ભાવિમાં આવા જીવને બીજીવાર દુર્ગતિની પ્રાપ્તિ રૂપ પાપપ્રવૃત્તિ સંભવતી જ નથી તેથી આ પાપપ્રવૃત્તિ તે ચરમ પાપપ્રવૃત્તિ જ બને છે.
૨. જન્મ-મૃત્યુ-ગરા-વ્યાધિ-રોગ-શatઘુતિઃ |
क्लेशाय केवलं पुंसामहो भीमो भवोदधिः ॥ सुखाय तु परं मोक्षो जन्मादिक्लेशवर्जितः । भयशक्त्या विनिर्मुक्तो व्याबाधावर्जितः सदा ॥
(શ્રી હરિભદ્રસૂરિજી કૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય) નમ-મૃત્યુ-ગરા વ્યાધિ-રોગ-શોષાશુપદ્રુતમ્ | वीक्षमाणा अपि भवं, नोदविजन्तेऽतिमोहतः ॥ ७९॥
(શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org