________________
૨૫૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૬૯-૭૦
બાહ્ય-અત્યંતર તપથી પૂર્વબદ્ધકર્મોની નિર્જરા થાય છે. અંતે સર્વકર્મોનો ક્ષય થતાં પોતાના શુદ્ધ સ્વભાવાત્મક મુક્તિની પ્રાપ્તિ થાય છે. આવા પ્રકારના તત્ત્વનું સમ્યગદર્શન આગમરૂપી દીપક કરાવે છે. પરંતુ આ દૃષ્ટિમાં આવેલા જીવને લિષ્ટકર્મજન્ય મલીનતાના કારણે તેવા પ્રકારના સૂક્ષ્મબોધની ઉણપને લીધે તે શ્રુતાગમરૂપી દીપકથી આ સંસાર દુઃખમય છે, અપાયરૂપ જ છે, ફિલષ્ટકર્મો અપાય જ આપનાર છે, એવું અપાયદર્શન તાત્ત્વિક પારમાર્થિક થતું નથી. કારણ કે ફિલષ્ટકર્મોનું બીજ હજુ શક્તિરૂપે પડેલું છે. એટલે સૂક્ષ્મ સ્વરૂપ સમજાતું નથી. તેથી તેનો આ પૂલબોધ તત્ત્વાભાસરૂપ હોય છે. ઉપરછલ્લો પક્ષિ-છાયા-જલચર-પ્રવૃત્તિ તુલ્ય હોય છે. તત્ત્વથી ચિત્તમાં ચોટ લાગી જાય. સજ્જડ રીતે જામી જાય અને તેના રંગે રંગાઈ જાય તેવો બોધ આ દૃષ્ટિવાળા જીવને હોતો નથી. એટલે હૃદયમાં પારમાર્થિક તત્ત્વરૂપે પરિણામ પામેલો આ બોધ ન હોવાથી બ્રાન્તિ રૂપ હોય છે. વાસ્તવિક અંતર્ગત ચિત્ત-પરિણતિ યુક્ત હોતો નથી.
આ દૃષ્ટિગત જીવને આ બોધ પરમાર્થથી નથી, પરંતુ આભાતુલ્ય અને ભ્રાન્તિ રૂપ હોય છે તેનું શું કારણ? તો ગ્રંથકારશ્રી જણાવે છે કે હજુ આ જીવને પાપનો તેવા પ્રકારનો ભય લાગ્યો નથી. એટલે પાપકારી કાર્યમાં પ્રવૃત્તિ કરે છે. ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારના માનસિક-વાચિક અને કાયિક પાપોમાં અનાભોગપણે પણ પ્રવૃત્તિ કરે છે. આ ફિલષ્ટકર્મો - વિષયભોગો-પૌદ્ગલિક સુખોનો આનંદ નરકાદિ કુગતિનાં દુઃખો જ આપનાર છે અને તેથી વાસ્તવિક તે અપાયરૂપ જ છે એવું પારમાર્થિક તત્ત્વદર્શન થયું નથી. જો થયું હોત તો સર્પથી, સિંહથી કે ભૂતથી માણસ જેમ ભાગે, અજાણતાં પણ તેની સાથે રમે નહીં, તેવી રીતે આ જીવ પણ પાપકારી પ્રવૃત્તિમાં રમત નહીં. પરંતુ આ દૃષ્ટિકાળે પાપકારી કાર્યોની પ્રવૃત્તિ યુક્ત હોવાથી વાસ્તવિક (પારમાર્થિક) અપાયદર્શન થયું નથી પરંતુ બ્રાન્તિથી આભાતુલ્ય આ અપાયદર્શન થયું છે. I ૬૯
અહીં સૂક્ષ્મબોધ તથા પારમાર્થિક અપાયદર્શન હોતું નથી એ સમજાવવા આ દૃષ્ટિથી ઉપરની ચાર દૃષ્ટિઓમાં કેવો બોધ અને કેવું અપાયદર્શન હોય છે તે સમજાવીને તેના વ્યતિરેકથી ઉપરોક્ત વાત સ્થિર કરે છે.
अतोऽन्यदुत्तरास्व स्मात् पापे, कर्मागसोऽपि हि ।।
तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ॥ ७०॥
ગાથાર્થ = આનાથી અન્ય (આ અવેદ્યસંવેદ્યપદથી અન્ય) એવું બીજું જે વેદ્યસંવેદ્યપદ છે. તે પદ ઉત્તર એવી ચાર (સ્થિરાદિ) દૃષ્ટિમાં હોય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org