________________
૨૫૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૦ જ તે પાપકાર્ય કર્યાની વેદનાનો આંચકો અનુભવે છે. અંદરથી દુઃખી દુઃખી થાય છે. પાપકાર્ય થયું ન થયું અને ત્યાંથી તુરત વિરામ પામી જાય છે. ઝાઝો સમય તે પોપકાર્યમાં રસિક થઇને સ્થિર થતો નથી. પાપથી તુરત અટકી જાય છે.
- તથા પૂર્વબદ્ધ કર્મના અપરાધથી આજે મારે આવા પાપકાર્યમાં પ્રવૃત્તિ કરવી પડી, આ ઘણા દુઃખની બીના છે. એમ અત્યન્ત નિરસપણે -ખેદ યુક્ત કરે છે. પોતાના રસિકપણાથી કે નિર્ધ્વસપરિણામથી પ્રવૃત્તિ કરતો નથી. પૂર્વકર્મોના ઉદયથી પ્રેરાઈને પરવશપણે ન છૂટકે કરવી પડે છે અને કરે છે. તેથી આવા જીવો કાયપાતી જ હોય છે કાયામાત્રથી પાપમાં પડનારા હોય છે. પરંતુ ચિત્તપાતી હોતા નથી તેઓનું મન પાપકાર્ય કરવામાં કદાપિ જોડાતું નથી. સ્થિરાદિ દૃષ્ટિમાં આવેલા અને ભિન્નગ્રંથિ એવા આ સમ્યગ્દષ્ટિજીવનું ચિત્ત સદા મોક્ષમાં જ રાચતું હોય છે. શરીર જ માત્ર સંસાર સેવનાર બને છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
सम्मट्टिी जीवो, जइवि हु पावं समायरे किंचि । अप्पोसि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ॥ वंदित्तु॥ कायपातिन एवेह, बोधिसत्त्वाः परोदितम् । न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥ २७१॥ भिन्नग्रन्थेस्तु यत्प्रायो, मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्व एवेह योगो योगो हि भावतः ॥ २०३॥
(. શ્રી હરિભદ્રસૂરિજીકૃત યોગબિંદુ) આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ આત્માની સમસ્ત સંસાર સંબંધી ચેષ્ટા ભાવ પ્રતિબંધ વિનાની હોય છે. ભોગી છતાં યોગી જેવી હોય છે. સંસારમાં જલકમલવત્ સર્વથા નિર્લેપ રહેનાર હોય છે. એટલે જ પ્રાયઃ કોઈ પણ પાપકાર્યમાં પ્રવૃત્તિ કરતો જ નથી. કદાચ પૂર્વબદ્ધ કર્મોદયથી પ્રેરાઈને કરવી પડે તો પણ નિર્ધ્વસ પરિણામથી રાચીમાચીને કરતો નથી. પરંતુ તપેલા લોઢાના ગોળા ઉપર પગ મૂકવાની જેમ નિરસપણે કરે છે. હૃદયમાં અત્યંત દુઃખ ધરે છે. તેથી જ તેને અલ્પ કર્મબંધ થાય છે. સમ્યકત્વરૂપી અમૃતનો રસ જેણે ચાખ્યો હોય તેને સંસારના સુખરૂપ કુકસ-બુકસ (લુખ્ખા સુક્કા બાકળા જેવા) ભોજનના રસો કેમ ગમે ? તીર્થંકર પરમાત્મા ગૃહસ્થાવાસમાં પોતે વૈરાગી અને લોકો તેમના ઉપર રાગી એવી નિર્લેપ દશામાં રહે છે તેનું વર્ણન કરતાં પૂ. ઉપાધ્યાયજી મ. કહે છે કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org