________________
૨૫૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૬૭ જલસ્નાનાદિ દ્વારા વિધિપૂર્વક પરમાત્માની પૂજા કરવી એ શ્રાવકનું કર્તવ્ય છે. તો પણ પૂજામાં હિંસા છે. એમ સમજી તેમાંથી નિવૃત્તિના પરિણામ કરાવે. અને આદિ શબ્દથી સાધુ બન્યા પછી સ્નાનાદિમાં હિંસા હોવાથી તે ન થાય તો પણ શૌચને ધર્મવિશેષ માની સ્નાનાદિમાં પ્રવૃત્તિના પરિણામ કરાવે. એમ માત્ર શબ્દથી સમજવું. આ રીતે અનેક પ્રવૃત્તિઓમાં જે ઉપાદેયપ્રવૃત્તિ હોય ત્યાં નિવૃત્તિનો અને નિષિદ્ધપ્રવૃત્તિ હોય ત્યાં પ્રવૃત્તિનો પરિણામ કરાવે છેઆ કારણથી આ ચાર દૃષ્ટિ કાળે જ્ઞાન અને વિવેક વિષમિશ્રિત અમૃતભોજનની તુલ્ય કહેવામાં આવ્યું છે. જે વિવેકબુદ્ધિ છે તે અમૃતતુલ્ય છે અને જે અવિવેક છે તે વિષતુલ્ય છે. પ્રથમની બે દૃષ્ટિમાં આવતો અવિવેક નરકગતિયોગ્ય, અને ત્રીજી-ચોથી દૃષ્ટિમાં આવતો અવિવેક તિર્યંચગતિ યોગ્ય પાપકર્મ બંધાવે છે. માટે પ્રતિપાતવાળી-નિવૃત્તિવાળી સાડાય એવી આ ચાર દૃષ્ટિઓ છે. એનો અર્થ એવો નથી કે આ ચાર દૃષ્ટિઓવાળા જીવો નિયમો પડે જ, પરંતુ પતનના સંભવવાળા છે. કોઈ જીવ ન પડે અને સડસડાટ ચડી જાય એવું પણ બને, કારણ કે આંશિક યોગમાર્ગ તો અંદર છે જ. અપુનબંધક અવસ્થા આવ્યા પછી મોહનો ઉદય તીવ્ર હોવા છતાં પણ એક પુગલ-પરાવર્તનથી વધારે સંસાર પરિભ્રમણ હોતું નથી. તેમાં પણ પારમાર્થિકપણે જૈનશાસન પામેલાને તો માત્ર અધપુદ્ગલપરાવર્તન જ શેષ હોય છે. તે પણ ઘોર આશાતના કરનારને આટલો (લાંબો) કાળ બાકી રહે છે. પરંતુ આરાધક જીવને તો પાંચ-દશ ભાવોમાં જ મુક્તિ પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે અવેદ્યસંવેદ્યપદની ઉલ્બણતા હોવાથી અને વેદ્યસંવેદ્યપદ પક્ષિની છાયાની પાછળ દોડનારા જલચરજીવની પ્રવૃત્તિ તુલ્ય અતાત્ત્વિક હોવાથી આ પ્રથમની ચાર દૃષ્ટિકાળે સૂક્ષ્મબોધ સંભવતો નથી. આ કાળે જે કંઈ તત્ત્વબોધ થતો દેખાય છે તે ઉપરછલ્લો-સ્કૂલ હોય છે. અતિશય ઊંડો અને તત્ત્વના રહસ્યના પારને પામનારો બોધ અહીં થતો નથી. આ કથનથી એક વાત ઘણી જ ધ્યાન ખેંચે છે કે આ કાળે ઘણા લોકો ઉપરછલ્લાં ઘણાં પુસ્તકો વાંચીને, અહીં તહીંથી કંઇક જાણીને, જ્ઞાનીઓના અનુભવમાંથી નિકળેલાં વચનામૃતોને પોપટની જેમ કંઠસ્થ કરીને પોતાના આત્મામાં મોહને હણ્યા વિના, યથાર્થ અધ્યાત્મદશા મેળવ્યા વિના માન માટે, મોભા માટે, દ્રવ્યોપાર્જન માટે ઇત્યાદિક સાંસારિક લાલસાએ પોતાની જાતને “જ્ઞાની” અને “અધ્યાત્મી” કહેવડાવે છે. અને પોતે પોતાની જાતને પંડિત માને છે. એવા શુષ્ક અધ્યાત્મીઓએ ઘણો બોધ લેવા જેવો છે કે વાસ્તવિક ગુણો મેળવ્યા વિના, મોહદશાને મંદ કર્યા વિના, પ્રત્યેક દૃષ્ટિઓમાં વર્ણવેલા ભાવો સાચી રીતે પ્રાપ્ત કર્યા વિના, આત્માની સાથે અંતસ્પર્શ થયા વિના, જૈનશાસનની ભાવથી સ્પર્શના (પ્રાપ્તિ) થયા વિના તથા તેમના કહ્યા પ્રમાણેના જ માર્ગના અનુસરણ વિના “ગુણસ્થાનક”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org