________________
૨૪૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૬૭ વિશેષતા છે કે આવો સૂક્ષ્મબોધ આ ચોથી દીપ્રાદષ્ટિમાં (તથા તેની નીચેની મિત્રા-તારાઅને બલા દૃષ્ટિમાં) થતો નથી. કારણ કે હજુ આ જીવો ગ્રંથિભેદ પાસેના દેશ સુધી આવ્યા છે પરંતુ ગ્રંથિભેદ કર્યો નથી. તેથી રાગાદિ દોષો અતિશય મોળા પડ્યા નથી માટે આવો સૂક્ષ્મબોધ ગ્રંથિભેદ કર્યા પછી આવનારી સ્થિરાદિ દષ્ટિમાં થાય છે. ૬૬/
પ્રથમની ચાર દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદના અભાવથી અર્થાત્ અવેદ્યસંવેદ્યપદના પ્રભાવથી આવો સૂક્ષ્મબોધ સંભવતો નથી તે વાત સમજાવે છે
अवेद्यसंवेद्यपदं, यस्मादासु तथोल्बणम् ।
पक्षिच्छायाजलचर-प्रवृत्त्याभमतः परम् ॥६७॥ ગાથાર્થ = જે કારણથી પ્રથમની આ ચાર દૃષ્ટિઓમાં અવેદ્યસંવેદ્યપદ અતિશય ઉલ્બણ (પ્રબલ) હોય છે. તથા આ અવેદ્યસંવેદ્યપદથી પર એવું વેદ્યસંવેદ્યપદ પણ પક્ષિની છાયાને અનુસરનારા જલચર જીવની પ્રવૃત્તિ તુલ્ય (અવાસ્તવિક) હોય છે. અને તેવું પણ ચરમ યથાપ્રવૃત્ત કરણ કાલે જ આવે છે. તે ૬૭ll
ટીકા - “મારંવેદ્યપદ્રવક્ષ્યમાત્નક્ષ, “યવાણુ મિત્રાદાનું चतसृषु दृष्टिषु, "तथोल्बणं"-तेन निवृत्त्यादिपदप्रकारेण प्रबलमुद्धतमित्यर्थः, "पक्षिच्छायाजल-चरप्रवृत्त्याभं-पक्षिच्छायायां तद्धिया जलचरप्रवृत्त्याकारम् । "अतः परं" वेद्यसंवेद्यपदमासु न तात्त्विकमित्यर्थः, ग्रंथिभेदासिद्धेरित्येतदपि परमासु चरमयथा-प्रवृत्तकरणेनैवेत्याचार्याः ॥ ६७॥
- વિવેચન :- મિત્રાથી દીપ્રા સુધીની પ્રથમની ચાર દૃષ્ટિમાં આ જીવને સૂક્ષ્મ તત્ત્વબોધ કેમ હોતો નથી ? તેનું કારણ સમજાવતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે આ ચાર દૃષ્ટિકાળે જીવમાં અવેદ્યસંવેદ્યપદ અતિશય ઘણું પ્રબળ હોય છે. દર્શનમોહનીયના ઉદયનું બળ ઘણું જ હોય છે (જો કે મિત્રા કરતાં તારામાં, તારા કરતાં બલામાં, અને બલા કરતાં દીપ્રામાં મોહનો ઉદય મંદ-મંદતર અવશ્ય થયો છે. તો પણ) સ્થિરાદિ પાછળની ચાર દષ્ટિઓની અપેક્ષાએ અહીં ગ્રંથિભેદ ન થયેલ હોવાથી મોહના ઉદયની પ્રબળતા વધારે છે. તથા આ પદથી પર એવું જે વેદ્યસંવેદ્યપદ તે અહીં ચરમ યથાપ્રવૃત્તિકરણના કાલે પક્ષિની છાયાને અનુસરનારા જલચર જીવની પ્રવૃત્તિ તુલ્ય અવાસ્તવિક હોય છે. જ્યારે આકાશમાં પક્ષિ ઉડતું હોય અને તેની છાયા નીચે રહેલા તળાવ આદિના પાણીમાં પડતી હોય ત્યારે પાણીમાં ફરતાં માછલાં વગેરે કોઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org