________________
ગાથા : ૬૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૩૯ ભાવો કહેનારા તે પરમાત્મા કેવા હશે ? ધન્ય છે તે ગામને અને ગામજનોને કે જેઓએ પરમાત્માને સાક્ષાત્ જોયા છે. એમ એક ચિત્તે-એકાકારપણે પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં ભાવથી હૈયામાં પરમાત્માના ગુણોનો સાક્ષાત્કાર થવા દ્વારા પ્રભુનું દર્શન થાય છે. જેમ લાલ ફૂલના સંયોગથી સ્ફટિકમાં લાલાશ પ્રતિબિંબિત થાય છે. તેમ આ આત્માને આવી ચિંતવના કરતાં કરતાં સાક્ષાત્ તીર્થંકર પરમાત્માના ગુણોનો અનુભવ થવા રૂપ દર્શન થાય છે. આ જ સમાપત્તિ કહેવાય છે. જેનું ધ્યાન કરવામાં આવે તેના સ્વરૂપનો ધ્યાનથી સ્પર્શ થવી-અનુભવ થવો તે સમાપત્તિ. જેમ ઇયળ ભમરીનું ધ્યાન કરતાં કરતાં ભમરીપણાને પામે છે. તેમ આ જીવ પણ પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં પરમાત્મરૂપ બની જાય છે. તેની અંતર્ચક્ષુ ખુલી જાય છે. આવરણીય કર્મ તૂટી જાય છે. પરમાત્માનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી દેખાય છે. “માહિ"=શબ્દથી આવી એકાકારપણે ધ્યાનની પરિણતિ પ્રાપ્ત થતાં ભાવાવેશમાં આવેલા આ જીવને તીર્થંકરપણું અપાવે એવા તે તીર્થંકરનામનો બંધ પણ થઈ જાય છે. કાળાન્તરે તે કર્મનો વિપાકોદય થવા દ્વારા તદ્માવાપત્તિ-તે તીર્થંકરપણાના ભાવની પ્રાપ્તિ પણ થાય છે. ઇત્યાદિ ઉપપત્તિ (યુક્તિ) સમજી લેવી.
આ તત્ત્વશ્રવણ દ્વારા અંતર્થક્ષ ખુલી જાય છે. તેનાથી ચર્મચક્ષુથી અગોચર અને અતીન્દ્રિય એવું પ્રભુના સહજાનંદ સ્વરૂપનું દર્શન થાય છે. આ દર્શન ગુરુએ બતાવેલા તત્ત્વશ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલાં દિવ્ય નયનોથી જ થાય છે તેનાથી ભાવાવેશ વૃદ્ધિ પામતાં તીર્થકર નામકર્મ બંધાય છે. કાલ પાકે ત્યારે તેનો વિપાકોદય થતાં આ જ આત્મા તીર્થંકરપણાના ભાવને પણ પામે છે. સર્વજ્ઞ, સર્વદર્શી બનીને તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે
જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે જી . મૂંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવેજી | પદર્શન જિન/ પરમગુણી સેવન તન્મયતા, નિશ્ચયથાને ધ્યાવેજી | શુદ્ધાત્મ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી | શ્રી દેવચંદ્રજી |
“સમાપત્તિ”ઋધ્યાનથી પ્રભુની સ્પર્શના થવી તે, તેમાં મુખ્યત્વે ક્રમશઃ ત્રણ કારણ છે. (૧) નિર્મળતા, (૨) સ્થિરતા, અને (૩) તન્મયતા. (૧) પ્રથમ કારણ એ છે કે ચિત્ત નિર્મળ થવું જોઈએ. બાહ્યપૌદ્ગલિક વાસનાઓથી ક્ષીણ વૃત્તિવાળું ચિત્ત બનવું જોઇએ. નિર્મળ ચિત્તમાં જ પ્રભુના ગુણોનું પ્રતિબિંબ પડે છે. જેમ સ્ફટિક નિર્મળ હોય તો જ ફૂલનું પ્રતિબિંબ પડે છે. સ્ફટિક મલીન હોય, અથવા દર્પણ મલીન હોય તો તેમાં પ્રતિબિંબ પડતું નથી. (૨) ચિત્ત ક્ષીણવૃત્તિવાળું થઇને પ્રભુના ધ્યાનમાં સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org