________________
ગાથા : ૬૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૪૫ જેવા સ્વરૂપવાળો છે તેવા સ્વરૂપવાળો જણાતો નથી માટે અવેદ્યસંવેદ્યપદ છે. અને સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિમાં ગ્રંથિભેદ થયેલ હોવાથી મિથ્યાત્વમોહનો અનુદય થવાથી, અને જિનેશ્વર પરમાત્માના વચનનું અનુસરણ હોવાથી જે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપે પદાર્થો જણાય છે તેથી તે વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. આવા પ્રકારના વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી જે પદાર્થનું જેવું સ્વરૂપ હોય તેવા સ્વરૂપનો જે યથાર્થ નિર્ણયાત્મક બોધ થાય તે સૂક્ષ્મબોધ કહેવાય છે. પ્રથમની ચાર દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદ ન હોવાથી સૂક્ષ્મબોધ હોતો નથી. lÉપી/ इहैव विशेषतः प्रवृत्तिनिमित्तमाहપ્રથમની આ ચાર દૃષ્ટિમાં સૂક્ષ્મબોધ ન હોવાનું વિશેષ પ્રવૃત્તિ નિમિત્ત જણાવે છે.
भवाम्भोधिसमुत्तारात्कर्मवज्रविभेदतः ।।
ज्ञेयव्याप्तेश्च कात्स्येन, सूक्ष्मत्वं नायमत्र तु ॥६६॥ ગાથાર્થ = (૧) ભવસમુદ્રના વિસ્તારથી, (૨) કર્મરૂપી વજના વિશેષ ભેદથી, અને (૩) શેય પદાર્થના બોધની વ્યાપ્તિ સંપૂર્ણપણે થવાથી તત્ત્વનિર્ણયમાં સૂક્ષ્મત્વ કહેવાય છે. પરંતુ આવું સૂક્ષ્મત્વ આ દૃષ્ટિમાં સંભવતું નથી. / ૬ll
ટીકા “ભવામ્બોધિમુત્તરદ્દિભવસમુદ્રસTIRTI7ોકોત્તર પ્રવૃત્તિદેતુથી, તથ “ર્ષવઝવમેત: વષ્યવિમેન વિમેન્ધપુનતિ :, “ય-વ્યા?”
ચૈિનાનન્તર્યાત્મવતત્ત્વતિપસ્યા, “સૂક્ષ્મવંતિપુર્વ વોથી, “નાયમત્ર तु" नायं सूक्ष्मो बोधः, अत्र-दीप्रायां दृष्टौ, अधस्त्यासु च तत्त्वतो ग्रन्थिभेदाऽસિરિતિ દ્દિદ્દા
વિવેચન :- નિષ્પક્ષપાતી, કદાગ્રહ વિનાના, આવા પારમાર્થિક તત્ત્વનિર્ણયને જ સૂક્ષ્મબોધ કહેવાનું કારણ શું ? આવા તત્ત્વનિશ્ચયમાં જ “સૂક્ષ્મત્વ” શબ્દની પ્રવૃત્તિનું નિમિત્તવિશેષ સમાયેલું છે. તે નિમિત્ત વિશેષ શું છે? તે વાત ગ્રંથકાર મહર્ષિ આ ગાથામાં સ્પષ્ટ કરે છે કે આવા તત્ત્વનિર્ણયને જ સૂક્ષ્મબોધ કહેવાનાં ૩ કારણ છે.
(૧) ભવભોધિસમુત્તારણ = આ જીવને જ્યારે આવો સૂક્ષ્મબોધ થાય છે, ત્યારે ભવસમુદ્ર તરી શકાય છે. સૂક્ષ્મબોધ ભવસમુદ્રથી તારનાર છે. સંસારરૂપી સાગર હવે આ જીવને બે-ચાર પગલાં જેટલો જ લાગે છે. કારણ કે ઉત્કૃષ્ટથી પણ માત્ર દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત જ સંસાર શેષ રહે છે. જે ભૂતકાલીન અનંતપુદ્ગલપરાવર્તરૂપ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org