________________
૨૪૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૬૫ શકે છે. અને આ વેદ્ય સંવેદ્યપદ નિષ્પક્ષપાતી (રાગ-દ્વેષનો ગ્રંથિભેદ જેઓએ કર્યો છે. તેવા) મધ્યસ્થ વિદ્વાન્ પુરુષોમાં જ હોય છે. જે વેદ્યસંવેદ્યપદનું વર્ણન આગળ ૭૩/ ૭૪ ગાથામાં આવે છે. માટે વેદ્યસંવેદ્યપદ આવે ત્યારે જ ન્યાયશાસ્ત્રની પદ્ધતિમાં નિપુણ પુરુષો હેતુ-સ્વરૂપ-અને ફળના ભેદથી સાચો તત્ત્વનિર્ણય કરે છે. અને તેવો તત્ત્વનિર્ણય પ્રથમની ચાર દૃષ્ટિમાં હોતો નથી. માટે અહીં સૂક્ષ્મબોધવર્જિત જીવ છે.
હેતુ-સ્વરૂપ-અને ફળનું લક્ષણ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ. ન્યાયાવતારગ્રંથમાં આ પ્રમાણે જણાવેલ છે.
साध्याविनाभुवो लिङ्गात्, साध्यनिश्चायकं स्मृतम् । अनुमानं तदभ्रान्तं, प्रमाणत्वात् समक्षवत् ॥५॥ नयानामेकनिष्ठानां, प्रवृत्तेः श्रुतवर्त्मनि ॥ सम्पूर्णार्थविनिश्चायि, स्याद्वादश्रुतमुच्यते ॥३०॥ प्रमाणस्य फलं साक्षाद ज्ञानविनिवर्तनम् ॥ केवलस्य सुखोपेक्षे, शेषस्यादानहानधीः ॥२८॥
(શ્રી ન્યાયાવતારઃ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી) વેદ્યસંવેદ્યપદ = વેઇ વેદવા યોગ્ય-અનુભવવા યોગ્ય, સંવેદ્ય-સંવેદન થવું અનુભવ થવો. પ-સ્થાન. જે વસ્તુ જેવા સ્વરૂપે સંસારમાં છે તે વસ્તુને તેવા સ્વરૂપે અનુભવવી-જાણવી. યથાર્થ અનુભવ કરવો તે વદ્યસંવેદ્યપદ અને તેનાથી જે વિપરીત તે અવેદ્યસંવેદ્યપદ. જેમકે શરીર નિરોગી હોય ત્યારે લેવાતા ભોજનમાં જે સ્વાદિષ્ટ વસ્તુ હોય તેના સ્વાદનો જે જે અનુભવ થાય, મીઠી વસ્તુનો મીઠા સ્વાદરૂપે અનુભવ, તીખી વસ્તુનો તીખા સ્વાદરૂપે અનુભવ અને કારેલાના શાક જેવી કડવી વસ્તુનો કડવા સ્વાદરૂપે અનુભવ જે કરાય તે જેમ યથાર્થ અનુભવ થાય છે. તેમ હેયનો હેય રૂપે અને ઉપાદેયનો ઉપાદેય રૂપે જે અનુભવ કરવો તે વેદ્યસંવેદ્યપદ. પરંતુ તાવના કારણે શરીર બેચેન હોય ત્યારે લેવાતા ભોજનમાં વસ્તુના સ્વાદનો અનુભવ જે વિપરીત થાય, તેની જેમ જે વિપરીત અનુભવ તે અવેદ્યસંવેદ્યપદ. તેવી રીતે આંખ નિર્દોષ હોય ત્યારે શ્વેત વસ્તુને શ્વેત અને પત વસ્તુને પતિ જાણવી તે લોકવ્યવહારથી વેદ્યસંવેદ્યપદ. અને આંખમાં પીળીયા આદિના દોષ હોય ત્યારે શ્વેત વસ્તુને પીત જાણવી તે લોકવ્યવહારથી અવેદ્યસંવેદ્યપદ.
આધ્યાત્મિકદષ્ટિએ વેદ્યસંવેદ્યપદનો અર્થ આ પ્રમાણે જાણવો. પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ મોહના ઉદયરૂપ દોષ વિદ્યમાન હોવાથી જે પદાર્થ (અનેકાન્ત આદિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org