________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૪૩
ગાથા : ૬૫
નાશ પામનાર છે તથા પાંચભૂતોથી અતિરિક્ત આત્મા છે. તે દ્રવ્યથી નિત્ય છે. પર્યાયથી અનિત્ય છે. આત્મા શરીરવ્યાપી જ માત્ર છે પરંતુ જ્ઞાનથી (કેવલીને આશ્રયી) સર્વવ્યાપી પણ છે. ઇશ્વર એ મુક્તિગત આત્મા હોવાથી વીતરાગ છે. રાગાદિ-દોષોથી રહિત છે. પરભાવદશાથી પર છે. માટે જગત્ નિર્માણમાં કે જગતના વિનાશમાં પ્રેરાતા નથી. ઇત્યાદિ રીતે નયશ્રુત અને પ્રમાણશ્રુતનો આશ્રય લઇને વસ્તુના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરે છે. વસ્તુમાં રહેલા અનંત ધર્મો પૈકી ઇતરધર્મોને ગૌણ કરી ઉપકારક એવા એક ધર્મને પ્રધાન કરાય તે નય અને વસ્તુનું સ્વરૂપ સર્વધર્મોથી વિચારાય તે પ્રમાણ. એમ બન્નેની સહાયતાથી પદાર્થોનું યથાર્થ સ્વરૂપ વિદ્વાન્ પુરૂષો જાણે છે. પ્રત્યેક વસ્તુ નિત્યાનિત્ય ભિન્ના-ભિન્ન, સામાન્ય-વિશેષ, સદેશ-વિસદેશ, અને વાચ્ય-અવાચ્યાદિ રૂપે અનેકાન્તાત્મક છે. પ્રમાણને જ સ્યાદ્વાદશ્રુત કહેવાય છે.
(૩) ફલ-સાચો તત્ત્વનિર્ણય કરવાનું ફળ શું આવે ? શા માટે આવો યથાર્થ તત્ત્વનિશ્ચય કરવામાં આવે છે ? તે પણ પંડિત પુરુષો વિચારે છે. તત્ત્વનિર્ણય કરવા રૂપ જ્ઞાનનું સાક્ષાત્ ફલ (તાત્કાલિક ફલ) અજ્ઞાનની નિવૃત્તિ છે. અને પરંપરાફળ કેવલજ્ઞાનનું સુખ અને ઉપેક્ષાભાવની પ્રાપ્તિ છે. શેષ ચાર શાનોનું ફળ હેયને હેય સમજીને હેયનો ત્યાગ કરવો, ઉપાદેયને ઉપાદેય સમજીને ઉપાદેયપણે સ્વીકાર કરવો, અને જ્ઞેયને જ્ઞેયપણે સમજીને જાણવું એ ફળ છે. જેમ કે પર્વતમાં વહ્નિ છે એમ જાણીને તેની જરૂરિયાત હોય તો નજીક જવું, તે અગ્નિ બાળે તેમ હોય તો તે અગ્નિથી દૂર જવું. આત્મા નિત્યાનિત્ય છે એ સમજીને કર્મબંધથી દૂર ખસવું. કારણકે નિત્ય હોવાથી ઉદયકાળે આ જીવને જ ભોગવવું પડે છે. અને અનિત્ય હોવાથી પુણ્યોદયમાં ગર્વ અને પાપોદયમાં શોક ન કરવો. કારણ કે તે બન્ને પરિસ્થિતિ અનિત્ય છે. ઇત્યાદિ રીતે વિચારવું. ફૂંફાડા મારતો સર્પ આવતો હોય ત્યારે ફૂંફાડા મારવાપણું એ હેતુ છે. “આ સર્પ જ છે” એવો નિશ્ચય તે સ્વરૂપ છે. અને ખસી જવું. દૂર ભાગી જવું તે ફળ છે. પાંત્રીસ ગુણો યુક્ત મધુર અને ગંભીર વાણી એ તીર્થંકરપણાનો હેતુ છે. તેનાથી આ તીર્થંકર પરમાત્મા છે.” એવો નિર્ણય એ સ્વરૂપ છે. અને તેમની નજીક જઇને વાણી સાંભળવી, વિરતિ અને જ્ઞાન પ્રાપ્ત કરવાં તથા કર્મક્ષય કરવો એ ફળ છે. આ પ્રમાણે વિદ્વાન્ પુરુષો પક્ષપાત રહિત મધ્યસ્થતાથી અવિપરીત વિધિપણે સાચા હેતુથી પ્રથમ સાચા તત્ત્વનો નિર્ણય કરે છે. કે જે નિર્ણયથી હેય-ઉપાદેયનો વિવેક જન્મે છે. અને તે જ આત્મહિત કરનારો છે. આવો સુંદર-અબાધિત-નિર્દોષ તત્ત્વનિર્ણય નિષ્પક્ષપાતી વિદ્વાન પુરુષો જ કરી શકે છે બીજા પુરુષો કેમ કરી શકતા નથી ? તેના ઉત્તરમાં ગ્રંથકારશ્રી કહે છે કે વેદ્યસંવેદ્યપદના બલથી આ સાચો તત્ત્વનિર્ણય થઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org