________________
ગાથા : ૬૩
૨૩૭
યોગદૃષ્ટિ સમુચ્ચય उपदेशं विनाऽप्यर्थ-कामौ प्रति पटुर्जनः । धर्मस्तु न विना शास्त्रा-दिति तत्रादरो हितः ॥ २२२॥
(શ્રી યોગબિન્દુ શ્રી હરિભદ્રસૂરિજી) તેથી તત્ત્વશ્રવણ એ જ કલ્યાણકારી છે. તત્ત્વશ્રવણ એ શાસ્ત્રશ્રવણથી થાય છે. અને શાસ્ત્રશ્રવણ સદ્ગુરુના સંયોગને આધીન છે. એટલે આ જીવ ગુરુના સંયોગનો સદા અર્થી હોય છે. જે ગુરુ પાસેથી તત્ત્વશ્રવણ રૂપ અમૃતસમાન મધુરોદકનું પાન પ્રાપ્ત થાય છે તે ગુરુ પ્રત્યે પૂજ્યભાવ - અહોભાવ - બહુમાનનો ભાવ હૈયાના અંશે અંશમાં વ્યાપે છે. આવા તારક-પરમોપકારી ગુરુજીની હું શું શું સેવા કરી લઉં ? જલ્દી જલ્દી મારું હિત થાય એવું કાર્ય સાધી લઉં, એવી વધતી પરિણામની ધારાવાળા આ જીવનું “તે સદ્ગુરુની પરમસેવા કરવામાં જ સુખ છે” એમ સમજવાથી ગુરુની ભક્તિના સુખગુણથી (આનંદ-આનંદથી) યુક્ત એવું કલ્યાણ થાય છે તે ગુરુજીની આજ્ઞાનુસાર પરોપકારાદિ કાર્યો આ જીવ કરે છે. સ્વચ્છંદપણે કરતો નથી. તે ગુરુજીની આજ્ઞાનુસારે પરોપકારાદિ કાર્યોનું કરણ (ધર્મકાર્યોનું સેવન) એ જ તત્ત્વથી કલ્યાણરૂપ છે. કારણ કે આ ગુરુજી પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તનારા છે. એટલે પરમાત્માની આજ્ઞા પ્રમાણે પરોપકારાદિ કાર્ય બતાવનારા છે. તેથી જે જીવ આ ગુરુજીની આજ્ઞાનુસાર વર્તે છે, તે પરમાત્માની આજ્ઞાનુસાર વર્તનાર બને છે.
દેવ તથા ગુરુની આજ્ઞાનુસાર કરેલાં ધર્મકાર્યો અવશ્ય કલ્યાણકારી જ હોય છે. ધર્મકાર્યો એ કલ્યાણનું કારણ છે. અને કલ્યાણ થવું એ ધર્મકાર્યનું કાર્ય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી ધર્મકાર્યો પણ કલ્યાણ જ કહેવાય છે. માટે આ જીવ આવા ગુરુની આજ્ઞામાં વર્તનાર બને છે અને તેમની સેવા-ભક્તિ કરવામાં ઉલ્લસિત મનવાળો થાય છે. તથા તેમાં જ સુખ છે એમ માને છે. આ કારણથી જ આ લોક અને પરલોક એમ ઉભયલોકમાં હિત કરનારું એવું કલ્યાણ થાય છે. ગુરુની આજ્ઞાપૂર્વક જે જે ધર્મકાર્ય આ જીવ કરે છે તે તે ધર્મકાર્ય અનુબંધવાળું (ગાઢ-ઉત્તરોત્તર વૃદ્ધિ કરનારૂ) બને છે. આવા પ્રકારના પરોપકારાદિ ધર્મકાર્યનો ગાઢ અનુબંધ ગુરુજીની ભક્તિથી જ સાધ્ય છે. તત્ત્વશ્રવણ કરતાં ગુરુજી પ્રત્યે જે ગુણાનુરાગ પ્રગટે છે તે ગુણાનુરાગ જ એવો તીવ્ર હોય છે કે એ અનુરાગ જ તે જીવને ગુરુની વૈયાવચ્ચ કર્યા વિના જંપીને બેસવા દેતો નથી, આ ગુણાનુરાગથી તે જીવની મનોવૃત્તિ એવી ઘડાઈ જાય છે કે સહજભાવે તેને વૈયાવચ્ચ કરવાના પરિણામ થયા જ કરે છે. માટે આવી શ્રેષ્ઠ ગુરુભક્તિથી જ ધર્મના સંસ્કારો અનુબંધવાળા (ગાઢ સંબંધવાળા) બને છે. આ ભવમાં પણ આ સંસ્કારો દઢ થાય છે. અને તેના દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય વૃદ્ધિ પામતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org