________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા ઃ ૬૩
તથા તત્ત્વશ્રવણ એ મધુર પાણીના યોગ સમાન છે. કારણકે જેમ મધુ૨પાણીના યોગે બીજમાંથી અંકુરા પ્રગટે છે તેમ તત્ત્વશ્રુતિ દ્વારા યોગબીજમાંથી સમ્યક્ત્વ-દેશવિરતિસર્વવિરતિ રૂપ અંકુરા પ્રગટે છે. આ પ્રમાણે તત્ત્વશ્રુતિ પણ તવ તયા=બીજ પ્રરોહનું કારણ હોવાથી મધુર ઉદકના યોગ સમાન છે. ૬૨॥
૨૩૬
अस्या एव गुणमाह
આ તત્ત્વશ્રુતિના જ ગુણ કહે છે.
अतस्तु नियमादेव, कल्याणमखिलं नृणाम् । गुरुभक्तिसुखोपेतं, लोकद्वयहितावहम् ॥६३॥
ગાથાર્થ = આ તત્ત્વશ્રવણથી ગુરુની ભક્તિના સુખથી યુક્ત એવું અને બન્ને લોકમાં હિત કરનારું એવું સંપૂર્ણ કલ્યાણ મનુષ્યોનું નિયમા થાય છે. ॥ ૬૩॥
ટીકા - “અતસ્તુ” કૃત્યત વ તત્ત્વશ્રુતે: જિમિત્યાદ-‘નિયમાવ ત્યાળ'' परोपकारादि, " अखिलं नृणाम्" तत्त्वश्रुतेस्तथाविधाशयभावात्, तदेव विशिष्यते "गुरुभक्तिसुखोपेतं " कल्याणं, तदाज्ञया तत्करणस्य तत्त्वतः कल्याणत्वात्, अत વાહ-‘‘તો હિતાવઠું' અનુવશ્વસ્ય ગુરુભક્તિસાધ્યત્વાવિત્તિ ૫ ૬૩॥
વિવેચન :- આ તત્ત્વશ્રવણ દ્વારા જીવોનું નિયમા કલ્યાણ થાય છે. ઉત્તમોત્તમ જ્ઞાની તથા ગીતાર્થ એવા ગુરુના મુખે તત્ત્વનું શ્રવણ કરતાં કરતાં સંસારનો રાગ મંદ થાય છે. વૈરાગ્ય વધે છે. પરોપકાર, દયા, દાન, શીલ, તપ, આદિ કાર્યો કરવાના સંસ્કારોનું બીજારોપણ થવા સ્વરૂપ કલ્યાણ પ્રાપ્ત થાય છે. વારંવાર ગુરુમુખે તત્ત્વશ્રવણ કરવાથી અને સત્શાસ્ત્રોના ચિંતન-મનનથી મનમાં નિર્મળ આશય પ્રગટે છે. સતત તત્ત્વનું શ્રવણ જ તેવા પ્રકારના શુદ્ધ આશય (ભાવને) પ્રગટાવનાર છે. શુદ્ધ આશયપૂર્વક કરાયેલાં પરોપકારાદિ કાર્યો અવશ્ય મનુષ્યોના કલ્યાણને જ કરનાર બને છે. ચિત્તમાં આશયશુદ્ધિ થવી (ભાવની-પરિણામની વિશુદ્ધિ થવી) એ તત્ત્વશ્રવણ વિના શક્ય નથી. અર્થ અને કામના પુરુષાર્થો અનાદિના સંસ્કારવાળા હોવાથી કોઇને પણ શીખવાડવા પડતા નથી. વય પાકતાં સ્વયં આવડી જાય છે. એટલું જ નહી પરંતુ તેના સંસ્કારો કાળ પાકતાં બહુ જોરથી જાગી ઉઠે છે. પરંતુ શુદ્ધાશયપૂર્વકનાં પરોપકાર-દાન-દયાશીલ-તપ આદિ ધર્મકાર્યો અનાદિકાળના સંસ્કાર ન હોવાથી મોહાધીન એવા આ જીવમાં તત્ત્વશ્રુતિ વિના શક્ય નથી. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org