________________
૨૩૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૬૧ તે યોગબીજમાંથી આ દૃષ્ટિની અંદર જીવ આવે ત્યારે તત્ત્વશ્રવણરૂપ મીઠા પાણીનો યોગ મળવાથી બોધરૂપી અંકુરા ઉગી નીકળે છે.
પ્રભુભક્તિ- દિન-પ્રતિદિન અધિક અધિક પ્રભુભક્તિ કરે છે. મોહની દશ પ્રકારની સંજ્ઞા રહિત, સાંસારિક સુખની કામના વિના, નિઃસ્પૃહપણે પરમભક્તિ કરે છે. મનમાં પ્રભુ પ્રત્યે અપાર બહુમાન જન્મે છે. ભક્તિના ભાવમાં સંસારના વિકારો તો ક્યાંય વિનષ્ટ થઈ જાય છે.
ગુરુભક્તિ-પરમ ઉપકારી વીતરાગ પરમાત્માના માર્ગે પોતાના આત્માને ચડાવનાર ઉપકારી ગુરુ પ્રત્યે અપૂર્વ પૂજ્યભાવ પ્રગટે છે. જાણે તેઓએ ચિંતામણિ રત્નથી અધિક એવું કોઈ રત્ન જ આપ્યું હોય તેવો અહોભાવ પ્રગટે છે. તેમની સેવાઉપાસનામાં દત્તચિત્ત બની જાય છે. તન-મન- અને ધનથી પૂર્ણ વફાદારી પૂર્વક વૈયાવચ્ચમાં ઓતપ્રોત બની જાય છે.
સન્શાસ્ત્રસેવા - જે શાસ્ત્રોથી આ માર્ગ જાણવા મળ્યો છે. તે વીતરાગ પરમાત્માની વાણીને દોહરાવતાં એવાં જૈન શાસ્ત્રોને લખે છે. લખાવે છે. ભણે છે ભણાવે છે. પ્રભાવના કરે છે. આર્થિક સહયોગ આપી તેને વધુ પ્રસારિત કરે છે. આ શાસ્ત્રો જગતમાં વિદ્યમાન હશે તો જ લોકો તેનો ઉપયોગ કરી ગમે ત્યારે પણ સન્માર્ગે વળશે. એમ સમજે છે.
ભવવૈરાગ્ય- સંસારમાં ધન અને પરિવારનું ગમે તેટલું સુખ હોય તો પણ જન્મજરા-મરણ-રોગ-શોક અને ભય આ દુઃખો તો અનિવાર્ય જ છે. દરેક જીવોને આવે જ છે. તેમાંથી કોઈ છુટી શકતું નથી. માટે આ સંસાર દુઃખોની ખાણ છે. મધુબિન્દુના દૃષ્ટાન્તથી ઉપરછલ્લું ક્ષણિક સુખ છે પરંતુ અપાર દુઃખ છે. તેથી આ જીવ સદા સંસારથી દિન-પ્રતિદિન વધતા વૈરાગ્યવાળો જ બને છે. સંસાર તરફ ઉદ્વેગ વધતો જ જાય છે.
આ પ્રમાણે પૂર્વે આવેલી ત્રણ દૃષ્ટિમાં ચિત્તરૂપી ભૂમિની અંદર વાવેલાં આ સર્વ યોગબીજ આ ચોથી દષ્ટિના કાલે તત્ત્વશ્રવણ રૂપ મધુર ઉદકના સંપર્કથી તત્ત્વજ્ઞાન પ્રગટ થવા રૂપ અંકુરાને પ્રગટાવે છે. જેમ ધાન્યના બીજને મીઠાપાણીની મધુરતાનો બોધ ન હોવા છતાં સંવેદન છે. તો જ મધુરપાણીના યોગથી અંકુરા થાય છે તેવી રીતે તત્ત્વવાર્તાની મધુરતાનો સ્પષ્ટ અવગમ ન થવા છતાં પણ સંવેદન થવાથી રોમ રોમ ખીલી ઉઠવાથી, હૈયું હર્ષાવેશવાળું બનવાથી આ જીવને તેવા તત્ત્વ શ્રવણથી તત્ત્વબોધ થવા રૂપ અંકુરા અવશ્ય પ્રગટે જ છે. કારણ કે આ તત્ત્વશ્રુતિએટલે તત્ત્વોનું એકચિત્તે શ્રવણ એ અચિંત્ય શક્તિવાળું હોવાથી મહા પ્રભાવવાળું છે. જેમ અચિંત્યશક્તિવાળાં રત્નો તે તે કાર્ય કરે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org