________________
ગાથા : ૬૨ યોગદષ્ટિ સમુચ્ચય
૨૩૩ છે તેમ આ તત્ત્વશ્રુતિ એ પણ અચિંત્યસામર્થ્યવાળું રત્ન જ છે માટે મહાપ્રભાવક છે. તેના કારણે બીજમાંથી તુરત અંકુરા પ્રગટે છે.
ન શબ્દ લખવાનો આશય એ છે કે સમ્યકત્વની પ્રાપ્તિ જો કે ચારે ગતિના જીવ કરે છે. તો પણ નર=પુરુષ અર્થાત્ મનુષ્ય જ આ તત્ત્વશ્રુતિનો વિશેષ અધિકારી છે. કારણ કે નારકી દુઃખને પરવશ છે. દેવો ભોગને પરવશ છે. તિર્યચોમાં એટલી સમજશક્તિ અને ઇન્દ્રિય-પટુતા નથી. તથા આહાર-પાણીની પ્રાપ્તિમાં પરવશ પણ છે જ્યારે મનુષ્ય ભવમાં જ જીવને બધી સાનુકૂળતા છે. તથા સાક્ષાત્ ગુરુનો યોગ અને તત્ત્વશ્રવણશક્તિ પણ મનુષ્યભવમાં સારી ઉપલબ્ધ છે. તથા તેના ફળરૂપે દેશવિરતિ-સર્વવિરતિ ગુણનો સંભવ પણ અહીં સંભવી શકે છે. માટે પ્રધાનતાએ નરનું કથન કરેલ છે. I૬૧ अस्यैव भावार्थमाहઆ (કથન)ના જ ભાવાર્થને કહે છે.
क्षाराम्भस्तुल्य इह च, भवयोगोऽखिलो मतः ।
मधुरोदकयोगेन, समा तत्त्वश्रुतिस्तथा ॥६२॥ ગાથાર્થ = અહી યોગ માર્ગમાં સમસ્ત એવો ભવયોગ એ ખારા પાણી તુલ્ય છે. અને તત્ત્વશ્રુતિ એ મીઠા પાણીના યોગ તુલ્ય છે. એમ સમજવું I ૬૨ /
ટીક - “ક્ષાઋતુચ ફુદ ૪ મવયોfઉન પત્તો'તત્ત્વશ્રવUરૂપો "मधुरोदकयोगेन समा तत्त्वश्रुतिस्तथा" तदङ्गतया तत्त्वश्रुतिरपीति ॥६२॥
વિવેચન :- આ દૃષ્ટિમાં આવેલા જીવને આ સમસ્ત ભવયોગ સાંસારિક પરિસ્થિતિ ખારા પાણી તુલ્ય જણાય છે. તથા આ ભવયોગ અતત્ત્વ-શ્રવણ સ્વરૂપ છે. એમ પણ જણાય છે. ખારા પાણીથી ખેતરમાં વાવેલું ધાન્યનું બીજ ઉગે તો નહીં પરંતુ બળી જાય, એ જ રીતે ધર્મના સંસ્કારોરૂપ યોગીજ આ જીવમાં આવ્યાં હોય, ચિત્તભૂમિમાં વવાયાં હોય, તો પણ અતત્ત્વના શ્રવણમય એવા આ ભવયોગરૂપ ખારાપાણીથી તે યોગબીજ ઉગે તો નહીં એટલે કે વૃદ્ધિ તો ન પામે, પરંતુ પ્રાપ્ત થયેલાં એવાં તે યોગબીજ નષ્ટ થઈ જાય છે. તેમાંથી સમ્યગુબોધ થવા રૂપ અંકુરા ફૂટતા નથી. જો કે ખેતરમાં વાવેલા બીજને પાણીમાં રહેલી મધુરતાનું અને ક્ષારતાનું જ્ઞાન નથી, તો પણ આ પાણી મધુર છે અને આ પાણી ખારું છે એવું સંવેદન (શબ્દોથી અવાચ્ય સૂક્ષ્મ)=અનુભવ ચોક્કસ છે જ. તો જ મધુરપાણી કાલે અંકુરા મૂકે છે અને લવણોદક-કાળે અંકુરા મૂકતું નથી. તે જ પ્રમાણે આ સંસારના સમસ્ત પ્રસંગો ક્ષારોભતુલ્ય અને અસત્ત્વશ્રવણસ્વરૂપ પણ છે. એમ આ દૃષ્ટિમાં આવેલો જીવ માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org