________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા ઃ ૫૬
૨૧૬
સ્થિર રહેશે ? તથા પદ્માસન-પર્યંકાસન આદિ આસનોમાંથી કયું આસન અનુકૂળ રહેશે? તે સર્વે આસનો અને આદિ શબ્દથી મુદ્રાઓ વગેરે શેષ ઉપાયો પણ બરાબર જાણી લે છે. આ રીતે ઉપાયોનું સુંદર કૌશલ્ય પ્રાપ્ત કરીને યોગનો આરંભ કરે છે.
કોઇપણ કાર્ય સિદ્ધ કરવું હોય તો તે કાર્ય સિદ્ધ થશે જ એવી અપ્રતિમશ્રદ્ધા અને તેના ઉપાયોનું કૌશલ્ય આ બે સાધન તો જોઇએ જ. અહીં યોગસાધનામાં પણ ચિત્તની અસ્થિરતા રૂપ ક્ષેપદોષના ત્યાગથી કાર્યની સફળતાની અપ્રતિમ શ્રદ્ધા અને દેશ આસન-મુદ્રા આદિ ઉપાયોની કુશલતા એમ બન્ને આ ગાથામાં જણાવ્યાં છે. ૫૫૫॥ तथाऽस्यामेव दृष्टावभ्युच्चयमाह
વળી આ જ દૃષ્ટિમાં અન્ય ગુણ-લાભ પણ જણાવે છે.
परिष्कारगतः प्रायो, विघातोऽपि न विद्यते । अविघातश्च सावद्यपरिहारान्महोदयः ॥५६॥
ગાથાર્થ ઉપકરણ સંબંધી વિઘાત પણ પ્રાયઃ આ જીવને સંભવતો નથી. તથા સાવધના પરિત્યાગથી મહોદયવાળો અવિઘાત હોય છે. || ૫૬॥
=
ટીકા -‘પરિગત: ''-૩૫૨તિ કૃત્યર્થ:, ‘‘પ્રાયો’’-વાહુલ્યેન, ‘‘વિયાતોપિ’-ફછાપ્રતિવન્ધો, ‘“ન વિદ્યતે’-અસ્યાં સત્યામિતિ । ‘અવિયાતશ’ किम्भूतो भवतीत्याह - सावद्यपरिहारात् प्रतिषिद्धपरिहारेण महोदयः अभ्यु-दयनिः શ્રેયસહેતુરિત્યર્થ: ॥ ૬॥
Jain Education International
વિવેચન :- આ દૃષ્ટિમાં વર્તતા જીવને બાહ્ય કે અભ્યન્તર એમ કોઇપણ પ્રકારના ઉપકરણ સંબંધી પ્રાયઃ એટલે ઘણું કરીને વિઘાત હોતો નથી, વિદ્યાત એટલે ઇચ્છારૂપ પ્રતિબંધ અર્થાત્ મમતા, મૂર્છા, આસક્તિ, તે પ્રાયઃ સંભવતી નથી. ધર્મની સાધનામાં ઉપકાર કરે, સહાય કરે, ઉપકારક થાય તે ઉપકરણ કહેવાય છે. આરાધનાની અપેક્ષાએ તે તે ઉપકરણોનો આશ્રય કરે છે. તેની સહાયતાથી આરાધના સાધે છે. પરંતુ અધિક બીન જરૂરી ઉપકરણો રાખતો નથી. અને જે અનિવાર્ય તથા આવશ્યક હોવાથી રાખે છે તેમાં મમતા, મૂર્છા કરતો નથી. તે તો સાધનમાત્ર છે, પરંતુ તે કંઇ સાધ્ય નથી, એટલે ઉપકરણના રૂપરંગમાં, કોમળતામાં, મુલાયમતામાં કે તેની સુંદરતામાં આ જીવ અટવાતો નથી. કારણ કે તે સર્વે ઉપકરણો પૌદ્ગલિક છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org