________________
ગાથા : ૫૭
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨ ૨૧
ન કરી
દીપ્રાદ્રષ્ટિ
આ જ
उक्ता बला, साम्प्रतं दीप्रामाहબલા દૃષ્ટિ કહી, હવે દીપ્રા દૃષ્ટિ ગ્રંથકારશ્રી જણાવે છે.
प्राणायामवती दीप्रा, न योगोत्थानवत्यलम् ।
तत्त्वश्रवणसंयुक्ता, सूक्ष्मबोधविवर्जिता ॥ ५७॥ ગાથાર્થ = આ દીપ્રા નામની ચોથી દૃષ્ટિ છે. તે “પ્રાણાયામ” નામના યોગના ચોથા અંગવાળી છે અને યોગ સંબંધી “ઉત્થાન” નામના દોષવાળી જરા પણ નથી, તત્ત્વ સાંભળવાના શ્રવણ ગુણથી યુક્ત છે. અને સૂક્ષ્મબોધથી રહિત છે. /૫૭ II
ટીકા - “યામવત' વતથમાવત: ભાવાદિમાવાત્ “રા'. વતુથી દષ્ટિ , “ જોત્થાનવતી” તથવિથપ્રશાન્તવાદિતાત્નામેન અત્નત્યર્થ, “તત્ત્વશ્રવાસંયુક્ત" -સુશ્રષાaમાવેન “કૂવોથરિવર્તતા' નિપુછવોથરહિત્યર્થ પછા
વિવેચન :- સભ્યત્વગુણ અત્યન્ત આસન્ન છે જેને એવા યોગી મહાત્માને મિથ્યાત્વગુણસ્થાનકના લગભગ અંતભાગમાં એટલે કે ચરમાવર્તના પૂર્વાર્ધના અન્તિમ કાળમાં આ ચોથી દીપ્રા દૃષ્ટિ આવે છે. પૂર્વની ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં બોધ-(દર્શન) કંઇક અધિક દેદીપ્યમાન હોય છે. માટે જ આ દૃષ્ટિનું દીપ્ર = દેદીપ્યમાન એવું નામ છે. અહીં બોધ દીપક સમાન હોવાથી પણ દીપ્રા નામ છે. દીપકનો પ્રકાશ તૃણ-ગોમય-અને કાષ્ઠ એમ ત્રણેના અગ્નિ કરતાં અધિક બળવાળો, અધિક-કાળ રહેનારો, અને ઝીણી વસ્તુને પણ દેખાડનારો છે. તેમ પૂર્વની ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં આવેલો બોધ અધિક બળવાળો, ચિરકાલસ્થાયી, અને કંઈક સૂક્ષ્મ પદાર્થોને પણ જણાવનારો હોય છે. જો કે સ્થિરાદિ દૃષ્ટિમાં જેવો જ્ઞાનપ્રકાશ છે તેવો આ જ્ઞાનપ્રકાશ બળવાન, ચિરસ્થાયી કે સૂક્ષ્મપદાર્થદર્શક નથી. તથાપિ પૂર્વની ત્રણ દૃષ્ટિની અપેક્ષાએ અધિક છે. માટે જ દીવાની ઉપમા ઘટે છે. તથા આ દૃષ્ટિમાં આવેલો બોધ તીવ્રશક્તિ યુક્ત હોવાથી ગાઢસંસ્કાર પ્રદાયક બને છે. તેથી પ્રયોગકાલે પણ તેના સંસ્કારો વિદ્યમાન રહેવાથી પડુસ્મૃતિવાળો આ બોધ હોય છે. ચૈત્યવંદનાદિ ધર્મક્રિયા કરવાનાં અનુષ્ઠાનો કરતી વખતે પહુસ્મૃતિ હોવાથી તન્મયપણે ઉપયોગ હોય છે. ક્રિયાના આન્તરિક પરિણામ હોય છે. પરંતુ હજુ સમ્યકત્વ ગુણ પ્રગટ્યો ન હોવાથી યથાર્થ વિવેક હોતો નથી. તેથી તેની ક્રિયાને દ્રવ્યક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org