________________
૨૨૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫૮ હૈયામાં જમાવવાના છે. આ યોગ વિષયમાં ચિત્ત ઠરેલ છે જામેલ છે. ઉઠી જતું નથી. શુશ્રુષા પૂરેપૂરી લાગેલી છે. અત્યન્ત પ્રશાન્તવાહિતાનો પણ લાભ થયેલ છે. માટે સાચું તત્ત્વશ્રવણ અહીં પ્રાપ્ત થાય છે. આ તત્ત્વશ્રવણ હૃદયસ્પર્શી બને છે. અમૃત જેવું મીઠું લાગે છે. માત્ર હજુ વધારે સૂક્ષ્મ દૃષ્ટિ ખીલી નથી, તેથી સમ્યકત્વકાલે જેવું સૂક્ષ્મ જ્ઞાન થાય છે, તેવો સૂક્ષ્મ બોધ હજુ અહીં પ્રગટ્યો નથી. તત્ત્વના શ્રવણથી તત્ત્વનો પ્રેમ પ્રગટે છે, પરંતુ તેનો પરમાર્થ બોધ હજુ થતો નથી. આ દૃષ્ટિ આવ્યા પહેલાં પણ આ જીવે અનેકવાર તત્ત્વશ્રવણ કરેલું, પરંતુ વિશિષ્ટ ભાવરુચિ ન હોવાથી વિશિષ્ટ શુશ્રુષા ન હતી. અને શુશ્રુષા વિના માત્ર શબ્દો જ કર્મેન્દ્રિય સાથે અથડાયા હતા. કંઈ પણ બોધ કે રુચિ પ્રાપ્ત થઈ ન હતી. આવું તો તત્ત્વશ્રવણ આ જીવે ઘણીવાર સાંભળેલું છે. એવી લોકવાયકા છે કે “કથા સુણી સુણી ફુટટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન” પરંતુ આ ચોથી દૃષ્ટિમાં આવું બનતું નથી.
આ રીતે ચોથી દષ્ટિમાં પ્રાણાયામ નામનું ચતુર્થ યોગાંગ, દીપકના પ્રકાશ જેવો બોધ, ઉત્થાન દોષનો ત્યાગ, અને હૃદયસ્પર્શી તત્ત્વશ્રવણગુણ પ્રાપ્ત થાય છે. આપણા ભાવરેચક્ષતિગુણકાદ-ભાવ-પેચકાદિગુણ સમજાવે છે.
प्राणेभ्योऽपि गुरुर्धर्मः, सत्यामस्यामसंशयम् ।
प्राणांस्त्यजति धर्मार्थं, न धर्मं प्राणसङ्कटे ॥ ५८॥ ગાથાર્થ = આ દૃષ્ટિ આવે છતે સંશય વિના પ્રાણોથી પણ ધર્મને મોટો માને છે. ધર્મને માટે પ્રાણોનો ત્યાગ કરે છે. પરંતુ ગમે તેવું પ્રાણસંકટ આવે તો પણ ધર્મનો આ જીવ ત્યાગ કરતો નથી. તે ૫૮
ટીકા “જિજિવિષ્યો, “Tઈ મદત્તર – સત્યાस्यामधिकृतदृष्टौ दीप्रायाम् “असंशयम्', एतत्कुत इत्याह-"प्राणांस्त्यजति धर्मार्थ" તથૉત્યપ્રવૃજ્યા, “ર થઈ પ્રાગટ” ત્યગતિ તથોrvપ્રવૃન્યવ || ૧૦ |
વિવેચન - સંસારમાં જીવન જીવવાનું જે સાધન તેને પ્રાણ કહેવાય છે. પાંચ ઇન્દ્રિયો, મન-વચન-કાયા એ ત્રણ બલ, શ્વાસ, અને આયુષ્ય એમ કુલ ૧૦ પ્રાણો જૈનશાસ્ત્રોમાં કહેલા છે. પ્રત્યેક જીવને પોતાના પ્રાણો અત્યન્ત વ્હાલા હોય છે. જીવને અતિશય વધારે વ્હાલામાં હાલી જો કોઈ વસ્તુ હોય તો તે પોતાના પ્રાણ છે. પ્રાણની રક્ષા માટે આ જીવ ઘણાં સંકટ વેઠે છે. પ્રાણરક્ષા માટે ઘણું જતું કરે છે. બધા જ પ્રયત્નો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org