________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫૭
કહેવાય છે. સ્થિરાદિ દૃષ્ટિમાં સમ્યક્ત્વ પ્રગટ થવાથી વિશેષ વિવેક ખીલવાથી ભાવક્રિયા બને છે. દ્રવ્યક્રિયા પણ બે જાતની હોય છે. કેટલીક દ્રવ્યક્રિયા એવી હોય છે કે કાળાન્તરે પણ ભાવક્રિયાને લાવે જ. અને તેનું કારણ બને જ. એવી દ્રવ્યક્રિયાને પ્રધાન દ્રવ્યક્રિયા કહેવાય છે. અર્થાત્ સાચી દ્રવ્યક્રિયા કહેવાય છે. અને ખરેખર સાચી દ્રવ્યક્રિયા પણ તે જ છે કે જેમાંથી ભાવક્રિયા અવશ્ય પ્રગટે અને ઓઘદૃષ્ટિકાળે તીવ્રમોહોદયકાળમાં માનાદિપૂર્વક વૈભવિક સુખબુદ્ધિએ કરાતી ધર્મક્રિયા એ અપ્રધાન દ્રવ્યક્રિયા છે કે જે ભાવક્રિયાનું કારણ બનતી નથી. માત્ર શુભયોગજન્ય પુણ્યબંધ કરાવવા દ્વારા વૈયિક સુખનું કારણ બને છે પરંતુ આત્મોન્નતિનું કારણ બનતી નથી. પ્રથમની ચાર યોગદૃષ્ટિમાં દ્રવ્યક્રિયા પણ ક્રમશઃ અધિક અધિક પ્રધાન-પ્રધાનપણે હોય છે. ત્રીજી દૃષ્ટિથી જ ભોગમાં તથા વિષય-કષાયોમાં ઉપાદેયબુદ્ધિ નષ્ટ થતી જાય છે. તો પણ અહીં ચોથી દૃષ્ટિમાં તેના કરતાં કંઇક વધારે વિવેકબુદ્ધિ વિકસવાથી સૂક્ષ્મવિષય-કષાયોમાં પણ ઉપાદેયબુદ્ધિ નષ્ટ થતી જાય છે. આવો જ્ઞાનબોધ અહીં હોય છે.
૨૨૨
તથા દીવો જેમ તેલ-વાટ અને કોડીયું આદિ સાધનોની પ્રકાશ આપવામાં અપેક્ષા રાખે છે. વળી ભીંતાદિથી અંતરિત, અને ઘૂરક્ષેત્રવર્તી પદાર્થને તથા તક્ષેત્રવર્તી પણ સૂક્ષ્મ પદાર્થને જણાવી શકતો નથી, તથા મહાવાયુથી બુઝાઈ પણ જાય છે. તેવી જ રીતે આ દૃષ્ટિમાં થયેલો બોધ પણ જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના તથાપ્રકારના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. અંતરિત કે દૂર પદાર્થો જણાતા નથી. અને જ્ઞાનાવરણીય તથા મોહનીયાદિકર્મોનો ઉદય જો તીવ્ર થઇ જાય તો પ્રાપ્ત થયેલો આ બોધ વિનાશ પણ પામી જાય છે. તેથી આ બોધ ચંચળ - અસ્થિર હોય છે. સ્થિરાદિ દૃષ્ટિમાં જેવો સ્થિરબોધ છે. તેવો અને તેટલો સ્થિરબોધ આ દૃષ્ટિમાં નથી. માટે જ દીપકની ઉપમા બરાબર ઘટી શકે છે.
“પ્રાણાયામ નામના યોગના ચોથા અંગની પ્રાપ્તિ.”
આ દૃષ્ટિમાં પ્રાણાયામ નામનું યોગનું ચોથું અંગ આવે છે. પ્રાણાયામ બે જાતનો હોય છે. દ્રવ્યપ્રાણાયામ અને ભાવપ્રાણાયામ અથવા બાહ્ય પ્રાણાયામ અને અત્યંતર પ્રાણાયામ. આ બન્ને પ્રાણાયામના રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ ત્રણ ભેદો છે તેના અર્થો આ પ્રમાણે
(૧) શરીરમાં રહેલા અશુદ્ધ વાયુને બહાર કાઢવો તે રેચકદ્રવ્યપ્રાણાયામ. (૨) શરીરમાં શુદ્ધ વાયુનો પ્રવેશ કરાવવો તે પૂરકદ્રવ્યપ્રાણાયામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org