________________
ગાથા : ૫૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૧૭
એમાંનું એક પણ ઉપકરણ આત્માના સ્વરૂપાત્મક નથી. તેથી તેમાં આ જીવ મમતામૂર્છા કે રાગ-દ્વેષ કરતો નથી. શુદ્ધ સાધ્યની રુચિપણે સાધ્યના ઉપાય રૂપે જ સાધનનું સેવનમાત્ર કરવાનું જિનવચન છે. આહાર-ઔષધ-વસ્ત્ર-પાત્ર-ઉપાશ્રય-શાસ્ત્ર આ બધાં બાહ્ય ઉપકરણ છે. અને સાનુકૂળ કે પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ અનુક્રમે પ્રાથમિક દશામાં અને વિશિષ્ટ દશામાં અત્યંતર ઉપકરણ છે. તથા ગચ્છ, સંપ્રદાય, કુલ એ પણ વ્યવસ્થાનાં અંગ હોવાથી આરાધનાનાં અત્યંતર ઉપકરણ છે. તેની નિશ્રા, આજ્ઞાપાલનતા, મર્યાદાનું અનુલ્લંઘન એ પણ ધર્મપ્રાપ્તિનું સાધન હોવાથી અત્યંતર ઉપકરણ છે.
ઉપરોક્ત કોઈ પણ બાહ્ય કે અત્યંતર ઉપકરણોની મમતા, મૂચ્છ, ઝઘડા, ટંટા, કલેશ કે હુંસાતુસી આ જીવને ઉપકારક નથી, અત્યંતર કે બાહ્ય એમ બન્ને પ્રકારના ઉપકરણોનો ધર્મારાધના કરવા પૂરતો જ આશ્રય લેવાનો છે. ધર્મના સાધનભૂત શરીરને ટકાવવા માટે જ આહારગ્રહણ છે. નહીં કે સ્વાદ માણવા માટે, રોગોની શાન્તિ માટે
ઔષધ છે, નહીં કે શરીરને હૃષ્ટ-પુષ્ટ રાખવા માટે, વાસના અને વિકારને રોકવા માટે વસ્ત્રપરિધાન છે. નહીં કે શરીરને શણગારવા માટે, લબ્ધિ ન હોવાથી આહારપાણીના આધાર માટે પાત્રગ્રહણ છે. નહી કે તેના રંગરાગ અને મુલાયમતામાં ફસાવા માટે, ધર્મારાધન કરવા માટે ઉપાશ્રય છે નહીં કે માલિકી હક્ક કે અન્યના અનાશ્રય માટે, શાસ્ત્રસંગ્રહ કે લાયબ્રેરી જ્ઞાનના દાન-અનુપ્રદાન માટે છે તથા વધારેને વધારે જ્ઞાન પ્રસારણ થાય તેટલા માટે છે. નહી કે સંગ્રહમાત્ર માટે, મોટાઈ માટે, કે કંજુસાઈ માટે, આ રીતે બાહ્ય સર્વ ઉપકરણો ધર્મના સાધનમાત્ર રૂપે સમજવાનાં છે. કોઈ પણ વસ્તુ ઉપર પ્રતિબંધ કરવાનો (આસક્તિ કરવાની) નથી. આ દૃષ્ટિવાળા જીવને આવો આસક્તિ-મમતા સ્વરૂપ પ્રતિબંધ પ્રાયઃ ક્યાંય થતો નથી. સાનુકૂળ દ્રવ્ય ક્ષેત્ર કાળ-ભાવ પ્રાપ્ત થાય તો ગર્વ-હર્ષ-કે આનંદ થતો નથી અને પ્રતિકૂળ દ્રવ્યાદિ મળે તો નારાજગી કે વ્યગ્રતા થતી નથી. ગચ્છ અને સંપ્રદાયના ભેદો પણ વ્યવસ્થા પૂરતા જ સ્વીકારે છે. તેને જ તત્ત્વ માની લેતો નથી. અને તેથી આવા સામાચારીભેદને જ તત્ત્વ માની કલેશ-કંકાસ અને કડવાશમાં આ જીવ ઉતરતો નથી.
ગચ્છના ભેદ બહુ નયણ નીહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરણાદિ નિજકાજ કરતાં થકાં, મોહ નડીયા કલિકાલ રાજે.
(ધાર તરવારની. શ્રી આનંદઘનજી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org