________________
૨૧૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫૪-૫૫
તો પણ “પરમાત્માનું જે આગમવચન છે તે જ પ્રમાણભૂત છે” એવી દઢ શ્રદ્ધા તે ક્ષયોપશમથી થાય છે. અને તે દઢ શ્રદ્ધા પૂર્વકના આગમવચનની પ્રમાણતાથી જ પરમ-પ્રધાન બોધની પ્રાપ્તિ આ જીવને થાય છે. જેમ મરૂદેવા માતાને ઋષભદેવ પ્રભુનું સમવસરણ જોવાની તીવ્ર ઈચ્છાથી જ નેત્રપડલ ખૂલી ગયાં, નયસારના જીવને જંગલમાં મહાત્માને આહારપ્રદાન કરવાની તીવ્ર ઇચ્છાથી જ તે કાળે ભૂલા પડેલા મુનિ આવી પહોંચ્યા.
શાલિભદ્રના જીવને ગતભવમાં ખીરપ્રદાન કરવાની તીવ્ર ઇચ્છાથી માસક્ષમણના પારણાવાળા મુનિનો યોગ થઈ આવ્યો. આ પ્રમાણે લોહચુંબક જેમ લોહને ખેંચે છે તેમ હૃદયની સાચી તીવ્ર શુશ્રુષા જ તેવા જ્ઞાની વક્તાનો યોગ કરાવી આપે છે. જ્ઞાની વક્તાને ખેંચી લાવે છે. ઇન્દ્રિયોની ક્ષીણતા પણ ટળી જાય છે. અને આગમવચન ઉપર પરમપ્રમાણતાની શ્રદ્ધાથી જ માપતુષ મુનિની જેમ વિશિષ્ટ અભ્યાસ ન હોય તો પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયરૂપ એવા ફળની પ્રાપ્તિ થાય છે કે જેમાંથી પ્રધાનપણે આત્મતત્ત્વના બોધની પ્રાપ્તિ થાય છે. હૈયું થનગની ઉઠે છે. સાચી શુશ્રુષા જાગવી એ જ મોટી વાત છે. શુશ્રુષા એ જ સાચી આત્મતત્ત્વની ભૂખ છે. શુશ્રુષા વિનાનું શ્રવણ નિષ્ફળ બને છે પરંતુ શ્રવણ વિનાની શુશ્રુષા કદાપિ નિષ્ફળ બનતી નથી. સાચી ભૂખ લાગી હોય છે ત્યારે લખું-સુકું ભોજન પણ મીઠું લાગે છે. રુચિકર બને છે. સાચી તરસ લાગી હોય છે ત્યારે ગમે તેવું જલ પણ અમૃત જેવું લાગે છે. તેવી જ રીતે સાચી શુશ્રુષા જ્યારે જાગે છે ત્યારે કર્મમલની અલ્પતાના કારણે જ જાણે લબ્ધિ પ્રગટી હોય શું ? એમ જ્ઞાનીનો સમાગમ આપોઆપ પણ થઈ જાય છે. અને તે કાળે પ્રાપ્ત થતું જ્ઞાન અમૃતથી પણ અધિક મીઠું લાગે છે. શુષા વિનાનું શ્રવણ કાણા માટલા જેવું છે. કાણા માટલામાં જેમ મુખભાગથી પાણી આવે અને કાણાવાળા ભાગથી નીકળી જાય, કદાપિ ભરાય જ નહીં. તેમ વક્તાના મુખથી નીકળેલા શબ્દો શુશ્રુષા વિનાના શ્રોતાના એક કાનથી પ્રવેશી બીજા કાનથી નીકળી જાય છે. તત્ત્વબોધ થતો નથી આપજો યોગેડક્ષેપમુદ- આ યોગ(ની બલાદષ્ટિ)માં અક્ષેપગુણ સમજાવે છે
शुभयोगसमारम्भे, न क्षेपोऽस्यां कदाचन ।
उपायकौशलं चापि, चारु तद्विषयं भवेत् ॥५५॥ ગાથાર્થ = આ દૃષ્ટિમાં ઉત્તમ ધ્યાનાદિ શુભયોગના સેવનમાં ક્ષેપ દોષ કદાપિ સંભવતો નથી. અને તે શુભયોગનો પ્રારંભ કરવા સંબંધી ઉપાયોનું કૌશલ્ય પણ સુંદર પ્રગટે છે. . પપ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org