________________
૨૧૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫૩ - આ શુશ્રુષા એ બોધ પ્રાપ્તિ માટે અવસ્થબીજ અને અક્ષયબીજ સ્વરૂપ કલ્પાયેલી છે. જે બીજ પોતાના નિયત ફળને આપે જ તે અવશ્યબીજ કહેવાય છે. સંસારમાં કોઇ કોઈ બીજ પોતાનું નિયત-ફળ આપે પણ છે. અને કોઈ બીજ નથી પણ આપતું. પરંતુ આ શુશ્રુષાબીજ એવું છે કે જ્ઞાનપ્રવાહ રૂ૫ ફળને આપે જ છે. માટે અવશ્યબીજરૂપ છે. તથા બીજાં બીજ ફળપ્રાપ્તિ સુધી રહે પણ ખરાં અને નષ્ટ પણ થઈ જાય. પરંતુ આ શુશ્રુષા બીજ એવું છે કે જ્ઞાનપ્રવાહ રૂપ ફળ આપે ત્યાં સુધી કદાપિ નષ્ટ થતું નથી. પરંતુ રહે જ છે. તેથી અક્ષયબીજ છે. જેમ સરવાણી પાણીના પ્રવાહને આપે જ છે. અને જ્યાં સુધી પાણીનો પ્રવાહ આવે ત્યાં સુધી કદાપિ નષ્ટ થતી નથી તેમ આ શુશ્રુષા પણ જ્ઞાનપ્રવાહ રૂ૫ ફળ આપવામાં અવશ્ય અને અક્ષય એવા બીજ તુલ્ય છે.
શુશ્રુષા વિના કરાયેલું ધર્મશ્રવણ જ્ઞાનપ્રવાહ રૂપ ફળને આપતું નથી તેથી વ્યર્થ છે. +fસર-અવનિ જેમાં સરવાણી નથી એવી બરઠભૂમિમાં પવનનવ-કૂવા ખોદવા તુલ્ય આ શ્રવણ છે. જયાં પાણી પ્રવાહ આપે એવી સરવાણીઓ નથી તેવી ભૂમિમાં કરાયેલું કૂપખનન તે પ્રતિવનનમેવ વાસ્તવિક કૂપખનન જ નથી. કારણ કે જેમ કૂપખનન ન કરો તો જલપ્રવાહ મળતો નથી, તેમ કૂપખનન કરો તો પણ જલપ્રવાહ રૂપ ફળ મળતું નથી. માટે તત્પન્નત્વર્તિ ખનનનું જે ફળ જલપ્રાપ્તિ થવી, તે જલપ્રાપ્તિ થવા રૂપ ફળ ન મળતું હોવાથી કૂપખનન વ્યર્થ છે. અરે! વ્યર્થ છે એટલું જ નહીં પરંતુ શ્રમમાત્ર ફળ આપનાર છે. તેવી રીતે શુશ્રુષા વિના કરાયેલું ધર્મશ્રવણ જ્ઞાનપ્રવાહ રૂપ ફળને આપનાર ન હોવાથી વ્યર્થ જ છે. તથા પરિશ્રમ માત્ર જ છે. તેથી જ્ઞાનપ્રવાહ રૂપ ફળને આપનાર ન હોવાથી શુશ્રુષા વિનાનું ધર્મશ્રવણ એ વાસ્તવિક ધર્મશ્રવણ જ નથી.
ષોડશક પ્રકરણમાં અગિયારમા ષોડશકમાં આ શુશ્રુષા બે પ્રકારની કહી છે. જ્ઞાનાવરણીયના અને મોહનીયના ક્ષયોપશમથી થયેલી શુશ્રુષા એ પરમશુશ્રષા. આ શુશ્રુષા-કાલે વિધિપૂર્વક ધર્મશ્રવણ થાય છે. અને તેના કારણે બોધરૂપ ફળ પ્રાપ્તિ પણ અવશ્ય થાય છે. આ શુશ્રુષા વડે તત્ત્વશ્રવણ દ્વારા ગુરુભક્તિ, ક્ષેત્રાદિશુદ્ધિ, બહુમાનભાવ, સૂત્રોના અર્થો અને સ્પષ્ટ ધર્મબોધ થાય છે. અને તેનાથી વિપરીત તે અપરમશુશ્રુષા કહેવાય છે. જેમ રાજા પોતાને સારી રીતે નિદ્રા આવે (જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનો ઉદય થાય) તે માટે રાજસેવકોને કથા કરવાનું કહે અને પોતે સાંભળે કે જે સાંભળતાં સાંભળતાં સુખપૂર્વક ભારે ઉંઘ આવી જાય. તે શુશ્રુષા આદરભાવ વિનાની હોય છે કહ્યું છે કે
સરી એ બોધપ્રવાહની જી, એ વિણ શ્રુતથલ કૂપ | શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપ | જિનજીવે ૩-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org