________________
૨૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫૨ યુવાવસ્થાવાળો પુરુષ છે. કે જેનું શરીર લષ્ટ-પુષ્ટ, ભરાવદાર, દેખાવડું અને શોભતું છે. જેના શરીરમાં પાંચ ઇન્દ્રિયો પરિપૂર્ણ છે. નિરોગી દેહ છે. અતિશય ધનવાનું છે. સુખમાં કોઈ કમીના નથી. પાંચે ઈન્દ્રિયોના પાંચ વિષયોમાં પરિપૂર્ણ સુખસામગ્રી ઉપલબ્ધ થઈ છે. કાન્તકાન્તા= દેખાવડી, રૂપાળી, સુશોભિત શરીરવાળી, અનેક જાતના લટકા અને મટકા કરતી મનોહર નારીને જે પરણેલો છે. આવી સુંદર સ્ત્રીથી સહિત છે.
નંદનવન જેવા બાગ-બગીચામાં ફરે છે. જ્યાં કોયલ જેવા મનોહર કંઠવાળા કિન્નર દેવો દેવીઓ સાથે ગાયન કરવા આવે છે અને દેવીઓ પગમાં ઝાંઝર-ઘુઘરા આદિ પહેરીને શરીરનો સંપૂર્ણ શણગાર સજીને આનંદદાયક પગના ઠમકા લેતું અને વિશિષ્ટ અંગમરોડ કરતું દિવ્ય નૃત્ય કરે છે. હાથની તાળીઓ, શરીરના અંગમરોડ, અને આંખના કામજનક મટકાઓ કરતું તથા વેણુ-વીણા વગેરે વાજીંત્રોના સુમધુર સ્વર સાથે દિવ્ય સંગીત જ્યાં ચાલે છે. ગાન્ધર્વ દેવો જ્યાં ગાવા આવ્યા છે નાચતી, ઘુમતી દેવીઓ
જ્યાં તાલ ઝીલે છે. તેવું અતિશયભોગસુખજનક દૈવિક સંગીત સાંભળવામાં કાન્તકાન્તાથી યુક્ત તરૂણ અને સુખી યુવાનને જે આનંદ આવે, ભીંતમાં આલેખાયેલો જાણે ચિત્રપટ હોય શું ? એવો સ્તબ્ધ અને સ્થિર થઇ જાય, આવા ભોગસુખ જનક આનંદ કરતાં પણ અતિશય વધુ આનંદ પરમાત્માના મુખે અથવા ઉત્તમ ઉપકારી સદ્ગુરુના મુખે તત્ત્વની વાર્તા સાંભળવામાં આ દષ્ટિવાળા જીવને આવે છે. કહ્યું છે કે
તરૂણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિઘણે રે, ધર્મ સુણ્યાની રીત રે,
(સમકિતના સડસઠ બોલની સઝાય) તરૂણ સુખી સ્ત્રી પરિવાર્યો જી, જિમ ચાહે સુરગીત, ત્યમ સાંભળવા તત્ત્વનેજી, એહ દૃષ્ટિ સુવિનીત રે જિનજી.
(આઠ દૃષ્ટિની સઝાય) હે પરમાત્મા! આ આત્મતત્ત્વનું સ્વરૂપ કેવું છે ? દૃષ્ટિથી કંઈ દેખાતું નથી, વાદીઓ જુદી જુદી રીતે વર્ણવે છે તે સાંભળીને મારી મતિ મુંઝાણી છે. આપે પ્રગટપણે આત્મતત્ત્વ અનુભવ્યું છે. તેના ગુણો કેટલા ? કયા કયા ? કેવી રીતે પ્રગટ થાય ? કર્મ શું વસ્તુ છે ? તે શા કારણથી બંધાય છે ? કયાં કયાં કારણોથી તૂટે છે ? આ આત્મા પરભાવદશામાં કેમ જાય છે ? સ્વભાવદશામાં કેમ આવે ? આ આત્મા નિત્ય માનવો કે ક્ષણિક ? દેહથી ભિન્ન માનવો કે અભિન્ન ? જે માનવાનું કહો તેની પાછળ યુક્તિ શું? આ બધા ભાવો હે પ્રભુ! મારે તમારા મુખે જ સાંભળવા છે. તમે જ સર્વજ્ઞ-સર્વદર્શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org