________________
ગાથા : ૫૧ યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૦૭ ગાથાર્થ =ગમન ક્રિયા અથવા સર્વકૃત્ય આ દૃષ્ટિવાળો જીવ અતૂરાપૂર્વક કરે છે અને પ્રાપ્તદૃષ્ટિમાં અપાયનો (દોષનો-હાનિનો) પરિહાર કરીને મનની સ્થિરતા પૂર્વક પ્રવર્તે છે. / ૫૧ /
ટક - સત્વરીપૂર્વમના મિત્યર્થ, સર્વ-સમાજોન વિં વિત્યાદ મને देवकुलादौ, कृत्यमेव वा वन्दनादि, "प्रणिधानसमायुक्तं" मनःप्रणिधानपुरःसरं, “મપાયરિદારતા''દષ્ટચાદ્યપાથપરિક્ષા , કવાં વર્ણનમ્ પથા
વિવેચન :- આ બલાદૃષ્ટિમાં આવેલા જીવોનું સર્વ કાર્ય સામાન્યથી ત્વરા (ઉતાવળધાંધલ-ધમાલ આકુળ-વ્યાકુલતા) વિનાનું હોય છે. તે સર્વકાર્ય કયાં કયાં ? તેના ઉત્તરમાં ગ્રંથકાર મહર્ષિ વિશેષથી બે કાર્યનો ઉલ્લેખ કરે છે દેવમંદિરાદિમાં દર્શન-વંદન-પૂજનાદિ માટે ગમન, અથવા કરવા યોગ્ય એવાં વંદનાદિ સર્વ ધર્માનુષ્ઠાન, આ બેના ઉલ્લેખથી સમસ્ત ધર્માનુષ્ઠાનો સમજી લેવાં. તથા પોતાને પ્રાપ્ત થયેલી યોગમાર્ગની ભૂમિકા રૂપ બલાદષ્ટિમાં તથા આદિ શબ્દથી તે દૃષ્ટિને અનુરૂપ પ્રાપ્ત થયેલા અન્યભાવોમાં અલ્પ પણ હાનિ આવે, અથવા (અપાય5) દોષો આવે તેવા ભાવોનો પરિહાર કરવાપણે મનની એકાગ્રતાપૂર્વક (સ્થિરતાપૂર્વક-આકુલ-વ્યાકુલતા વિના) સર્વ કાર્ય કરે છે.
ભાવાર્થ આ પ્રમાણે છે- આ જીવનું મન યોગમાર્ગમાં વધારે વધારે સ્થિર થતું જાય છે. એ જ ઉપાદેય (કર્તવ્ય) છે. એમ સમજી કોઈ પણ ધર્મ કાર્યમાં તે અલ્પ પણ ત્વરા કરતો નથી. મનને એકાગ્ર કરીને કામમાં પરોવે છે. તેથી દેવકુલાદિમાં દર્શનાર્થે જાય, ચૈત્યવંદનાદિ કાર્ય કરે તો અલ્પ પણ ત્વરા (ઉતાવળ કે અધીરાઈ) કર્યા વિના મનના પ્રણિધાન (મનની સ્થિરતા) પૂર્વક કરે છે. ચાલવામાં બરાબર જયણા પાળે છે. આકુલ- વ્યાકુલતા સર્વથા ત્યજી દે છે. આ દૃષ્ટિમાં અલ્પ પણ ખામી (અપાય) આવી જાય તેવું કાર્ય કરતો નથી. તથા આ દૃષ્ટિમાં આવેલા ગુણોમાં પણ કોઈ દોષ ન લાગી જાય તેની પૂરેપૂરી સાવધાની રાખે છે. ધીર-વીર-ગંભીર-શાન્તચિત્ત અને જયણાવંત થઈને વર્તે છે. દ્રવ્યભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે | દહતિગ પણ અહિગમ સાચવતાં, એક મના ધુરિ થઇએ રે |
!! સુવિધિo || શ્રી આનંદઘનજી ! ભોગોમાંથી મન ઉભગી ગયું છે. યોગમાર્ગમાં મન કંઈક જામી ગયું છે. એટલે મનની પ્રણિધાનતાપૂર્વક કાર્ય કરે છે. જિનાલયમાં દર્શનાર્થે જાય કે પૂજનાર્થે જાય પણ જયણાપૂર્વક ચાલે, ભાવથી વીતરાગનાં પૂજા-દર્શન કરે, પૂજા કરતી વખતે ચૈત્યવંદનમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org