________________
ગાથા : ૫૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૦૫ યોગ્ય લાગ્યા. તેઓએ દૈવિકશક્તિથી ચમચંચા રાજધાની, તેની અલૌકિક ઋદ્ધિ, અને અપ્સરાઓનું દેદીપ્યમાન વૃંદ બતાવી ચમરેન્દ્ર થવા માટેનું નિયાણું કરવા ઘણો આગ્રહ કર્યો, પરંતુ દૈવિક તે ભોગો જોઇને તામલી તાપસને જરા પણ આકર્ષણ થયું નહીં, તેણે નિયાણું કર્યું નહીં. વૈરાગી અને વિવેકજ્ઞાનવાળા થઈને ચિત્તને ભોગમાં ન સ્થાપ્યું. આ જીવ ત્રીજી-ચોથી દષ્ટિમાં છે એમ સમજવું. આ રીતે આ દૃષ્ટિમાં અનુગજન્ય, અક્ષેપ હોય છે. એટલે કે ઉદ્ગ ના (આળસ, કંટાળો અથવા અનુત્સાહતાના) અભાવપૂર્વક
પદોષનો પણ અભાવ થાય છે. આ રીતે બલાદૃષ્ટિમાં બોધ, યોગાંગ, ગુણપ્રાપ્તિ, અને દોષત્યાગ એમ ચાર લક્ષણો સમજાવ્યાં. l૪૯ll. મુખેવાર્થમાં આ જ અર્થને ગ્રંથકારશ્રી જણાવે છે
नास्यां सत्यामसत्तृष्णा, प्रकृत्यैव प्रवर्तते ।
तदभावाच्च सर्वत्र, स्थितमेव सुखासनम् ॥५०॥ ગાથાર્થ = આ દૃષ્ટિ આવે છતે સ્વભાવથી જ અસત્ તૃષ્ણા કદાપિ પ્રવર્તતી નથી, અને તેના અભાવથી સર્વસ્થાને સુખપૂર્વકનું જ આસન હોય છે. જે ૫૦ //
ટીકા નાચતદBો સત્યામg fસ્થતિનિધન્યનાનિરિવોરા, प्रकृत्यैव-स्वभावेनैव प्रवर्तते विशिष्टशुद्धियोगात् । तदभावाच्च-असत्तृष्णाऽभावाच्च सर्वत्र व्याप्त्या स्थितमेव सुखासनं, तथापरिभ्रमणाभावेन ॥५०॥
વિવેચન :- આ પ્રસ્તુત બલાદેષ્ટિ આવે છતે પોતાની જ્યાં હાલ સ્થિતિ છે ત્યાં રહેવામાં કારણભૂત સહાયક પદાર્થોથી અધિક પદાર્થોના વિષયવાળી (એટલે કે પ્રાથમિક આવશ્યક્તાવાળી વસ્તુઓથી અધિક વસ્તુઓની) અસત્ તૃષ્ણા સ્વભાવથી જ પ્રવર્તતી નથી, કારણ કે પૂર્વની બે દૃષ્ટિ કરતાં અહીં ભાવમલનો વધારે ને વધારે ક્ષય થયો હોવાથી મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય વિશુદ્ધિનો યોગ અધિક હોય છે. આ દૃષ્ટિ આવે છતે ભોગોમાં ઉપાદેયબુદ્ધિ ઘટતી જાય છે. એટલે આ શરીર અને ઇન્દ્રિયોને ધર્મારાધનામાં લયલીન કરે છે. શરીરની સ્થિતિમાં નિબંધન બને તેટલી જ (શરીર ટકાવવામાં જરૂર પડે તેટલી જ) આહાર પાણી-વસ્ત્ર-વસતિ, ઉપધિ, આદિ વિષયો તે રાખે છે. તેનાથી અતિરિક્ત વિષયોની ખોટી તૃષ્ણાને તે ત્યજી દે છે. અનાદિ કાળથી મોહને પરવશ આ જીવે વિષયોની પ્રાપ્તિ માટે ઘણી દોડાદોડ કરી છે અને કરે છે. જોઈએ તેટલું મળે તો પણ તેનાથી અધિક અધિક મેળવવા મથતો જ રહે છે. પરંતુ જેમ અગ્નિ કદાપિ ઇધણો વડે તૃપ્ત થતો જ નથી. સમુદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org