________________
૨૦૪ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૯ ચિત્તનું સાંસારિક ભાગોમાં જવું. આકર્ષાવું તેને પદોષ કહેવાય છે. આ ક્ષેપદોષ એ યોગમાર્ગમાં વિક્ષેપ ઉભો કરે છે. જેનો વૈરાગ્ય કાચો છે અને જ્ઞાનદશા વિવેક વિનાની છે. તેનું ચિત્ત ધર્મ કાર્ય કરતાં કરતાં ધર્મમાર્ગ ગમતો હોવા છતાં ચિત્ત ભોગો તરફ ચાલ્યું જાય છે. તેને ક્ષેપદોષ કહેવાય છે. પરંતુ આ દૃષ્ટિવાળા પુરુષનું ચિત્ત આવા ક્ષેપદોષ વિનાનું હોય છે. સામાયિક - પ્રતિક્રમણ-પ્રભુભક્તિ-શાસ્ત્રશ્રવણ આદિ જે જે અનુષ્ઠાનોમાં આ જીવ જોડાય છે તેમાં દત્તચિત્ત થઈને વર્તે છે. અવિપક ભાવપૂર્વક પ્રવર્તે છે. પ્રથમની બે દૃષ્ટિકાલે ભોગોમાં પણ ઉપાદેયબુદ્ધિ હતી, તેથી ધર્મ કરવા છતાં ચિત્ત ભોગોમાં જતું હતું. આ દૃષ્ટિકાલે ભોગોમાં સ્થિરપણે હેયબુદ્ધિ પ્રવર્તે છે અને ધર્મકાર્યમાં ઉપાદેય બુદ્ધિ છે તથા પ્રથમની બે દૃષ્ટિઓમાં ખેદ- અને ઉગ ચાલ્યો ગયો છે. તેના કારણે અહીં ક્ષેપદોષ પણ ચાલ્યો જાય છે. કારણ કે ક્રિયામાં થાક હોય, તથા આળસ હોય, જોઇએ તેવો ઉત્સાહ ન હોય, તો જ ચિત્ત બીજે જાય છે. પરંતુ બે દૃષ્ટિઓ દ્વારા તે દોષો ગયા હોવાથી હવે અહીં ક્ષેપ દોષ ટકતો નથી. પરંતુ પ્રથમની બે જ દૃષ્ટિ હોય અને ત્રીજી દૃષ્ટિ ન આવી હોય તો ખેદ અને ઉદ્ગ જાય છે. પરંતુ પદોષ જતો નથી.
જેમકે સાધુઓની વૈયાવચ્ચ કરનારા નંદિષણ મુનિએ સંયમ સારું પાળ્યું, સંયમમાં ખેદ કે ઉગ કર્યા નથી, પરંતુ કરૂપતાના કારણે કોઈ સ્ત્રી તેમને ઇચ્છતી ન હતી, તેથી સંયમ લઈ તપાદિ આચરણ કર્યું પરંતુ ચિત્ત ભોગ સુખમાં છે. તેથી “હું
સ્ત્રીવલ્લભ થાઉં” એવું નિયાણું કર્યું. તથા સુકુમારિકા ભોગ સુખને ઇચ્છે છે. પરંતુ દાહદોષના કારણે કોઈ પુરુષ તેને સ્વીકારતા નથી. તેથી અપરિપકવ વૈરાગ્યથી દીક્ષા લીધી, સંયમ પાળ્યું, તપાદિ આચર્યા અને એક વખત પાંચ પુરુષો વડે સેવાતી વેશ્યાને જોઇને ચિત્ત ભોગમાં ગયું અને “મને પણ આવું પ્રાપ્ત થાઓ” એવું નિયાણું કર્યું જેથી મરીને દ્રૌપદી થયાં. તથા લક્ષ્મણા સાધ્વીજી સંયમી હતાં, સંયમમાં ખેદ કે ઉગ થયા નથી. પરંતુ ચકલા-ચકલીની મૈથુનક્રિયાથી ભોગદષ્ટિ જાગી, આ બધા જીવો પ્રથમની બે દૃષ્ટિવાળા સમજવા, તેઓમાં ક્ષેપદોષ હોવાથી ત્રીજી દૃષ્ટિ નથી એમ જાણવું. પૂર્વની દષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં કંઈક પરિપકવ વૈરાગ્ય હોય છે. એટલે આ જીવો મનમાં ભોગનું આકર્ષણ થવા દેતા નથી. સાંસારિક પ્રલોભનો કે વિષયોના આકર્ષણો આ જીવના ચિત્તમાં ખળભળાટ મચાવતાં નથી. જેમકે તામલી તાપસે ઘણાં માસક્ષપણ કરવા રૂપ ઉગ્રતપ કરી અંતે અનશન કર્યું છે. તે જ વખતે ભવનપતિનિકાયમાં ચમરેન્દ્ર આવ્યા છે. તે સ્થાને હજુ કોઈ અન્ય દેવ ઉત્પન્ન થયો નથી, તે વખતે તેમના સેવકો, અને અનુયાયીઓ પોતાના સ્વામી થવાને કોણ યોગ્ય છે ? તેની શોધ કરતાં તામલી તાપસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org