________________
૨૦૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૯ જ્ઞાનદશા જાગૃત રહે છે. ભોગોમાં હેયબુદ્ધિ અને યોગમાર્ગમાં ઉપાદેયબુદ્ધિ આ દૃષ્ટિમાં સવિશેષ બને છે. તેથી કોઇ દેવતાઈ ભોગોની લાલચ આપે તો પણ ભોગો તરફની હેય બુદ્ધિ ટકી રહે છે. અને યોગમાર્ગવાળા જીવનમાં જે ઉપાદેય બુદ્ધિ થઈ છે તેના સંસ્કાર વધારે મજબૂત બને છે. તેથી અશુભનો અનુબંધ ઢીલો થઈ જાય છે અને શુભનો અનુબંધ ગાઢ-મજબૂત થાય છે. પ્રથમની બે દૃષ્ટિમાં જ્ઞાનદશા નબળી હતી તેથી ધર્મમાર્ગમાં રુચિ હોવા છતાં ભોગમાં પણ રુચિ હતી, જેથી સંસ્કાર પડતા ન હતા. જ્યારે આ દૃષ્ટિમાં જ્ઞાનદશા સતેજ બની છે. તેથી ધર્મમાર્ગમાં સવિશેષ રુચિ છે. (કર્મોદયથી ભલે ભોગ સેવે છે પરંતુ ભોગમાં હેયબુદ્ધિ કંઇક અંશે પ્રગટી છે. તેથી ધર્મમાર્ગમાં સાનુબંધ રુચિ થાય છે, જે ઉત્તરોત્તર સાંકળના અંકોડાની જેમ અધિકને અધિક ધર્મમાર્ગને ખેંચી લાવે છે.
હવે તે મુમુક્ષુ જીવને સદ્ગુરુ પ્રત્યે પરમ ભક્તિભાવ જન્મે છે. અધ્યાત્મ વરસાવનારાં સલ્ફાસ્ત્રો પ્રત્યે પરમપ્રેમ અને બહુમાન પ્રગટે છે. તેની આજ્ઞા પ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે. સગુરુને અને સશાસ્ત્રને પોતાનું સર્વસ્વ માને છે. તેની સાથે ઓતપ્રોત અને અધિકાધિક તન્મય બને છે.
(૨) આસન - આ દૃષ્ટિમાં યમ-નિયમ પછીનું “આસન” નામનું યોગનું ત્રીજું અંગ જે છે તે પ્રાપ્ત થાય છે. આસન એટલે સ્થિર થવું. બેઠક જમાવવી, બેસવાની સ્થિતિ દઢ કરવી તે, આ આસન બે જાતનું છે. દ્રવ્યથી અને ભાવથી, મનની ચંચળતા અને કાયાની અસ્થિરતા જ્યાં દૂર થાય, તેવી રીતે મનની સ્થિરતા પૂર્વક પદ્માસન, પર્યકાસન આદિ કોઈ પણ એક પ્રકારના આસનપૂર્વક કાયાને સ્થિર કરવી તે દ્રવ્યથી સુખાસન કહેવાય છે ધર્મમાર્ગમાં આગળ વધવા માટે આ દ્રવ્યસુખાસન પણ સહકારી કારણ રૂપે આવશ્યક છે આદરેલી ધર્મસાધનામાં તેના કાલસમાપ્તિ સુધી સ્થિરતાથી સુખપૂર્વક બેસી શકાય. તેવાં આસનો સાચવવાપૂર્વક સાધના કરે જેથી શારીરિક પીડા તેમાં વિઘ્નકર્તા ન થાય. આ રીતે દ્રવ્યાસન સહાયક જાણવું તથા આ ચિત્ત અનાદિકાળથી પરભાવદશામાં આસન કરીને બેઠું છે. તેને ત્યાંથી ઉઠાવી સ્વભાવદશામાં તેનું આસન જમાવવું. આ રીતે પ્રસન્નચિત્તે આકુળવ્યાકુળતા વિના એકાગ્રમને ધર્મમાર્ગમાં વધારે સ્થિર થતો જાય તે ભાવથી સુખાસન કહેવાય છે. આ દૃષ્ટિમાં પહુસ્મૃતિ હોવાથી, અને યમ-નિયમ દ્વારા વ્રત પાળવાના સંસ્કાર પડેલા હોવાથી, તથા ધર્મમાર્ગમાં ઉપાદેય બુદ્ધિ કંઇક દઢ થઈ હોવાથી પ્રારંભ કરેલાં ધર્મકાર્યોમાં દ્રવ્યથી સ્થિર અને સુખકારી બને એવા આસન પૂર્વક બેઠક કરે છે. તેથી ચૈત્યવંદનાદિ ક્રિયાકાલે સ્થિરતાવાળું જ આસન હોય છે આ જીવ આડા અવળાં ડાકોરીયાં મારતો નથી શારીરિક મુદ્રાઓ સાચવે છે. તેથી ભાવથી પણ કંઈક આસન ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org