________________
ગાથા : ૪૯
યોગદષ્ટિ સમુચ્ચય
૨૦૧
બલાદ્રષ્ટિ
(૩) अधुना बलोच्यते, तदत्राहતારાદષ્ટિ કહી, હવે બલાદષ્ટિ કહેવાય છે. એટલે કે અહીં તે દૃષ્ટિનું સ્વરૂપ જણાવે છે.
सुखासनसमायुक्तं, बलायां दर्शनं दृढम् ।
परा च तत्त्वशुश्रूषा, न क्षेपो योगगोचरः ॥४९॥ ગાથાર્થ = ત્રીજી બલાદેષ્ટિમાં સુખાસનથી યુક્ત એવું દઢ દર્શન હોય છે. શ્રેષ્ઠ તત્ત્વશુશ્રુષા હોય છે. અને યોગવિષયક લેપ દોષ હોતો નથી. ૪૯
ટીક - “કુલનમણુન્નતિ” રિશુરવારનવત્ ‘જના''-દી, “તન” પ્રવિત્તિ “દdalષ્ઠાનોપમમિતિ –ી, “T 2 તત્તશુશ્રષા” જિજ્ઞાસ-સન્મતિ ! “ ક્ષે યોગગોવરઃ” તનુન રૂતિ વૃત્વી જશે
વિવેચન :- પહેલી બે દૃષ્ટિમાં અલ્પ વિવેક હતો, તેના કરતાં આ ત્રીજી દૃષ્ટિમાં વિવેકની દૃઢતા વધારે હોય છે. તેથી આત્મબળ વધે છે. “ધર્મતત્ત્વ એ જ એક વાસ્તવિક ઉપાદેય છે. એવું બળ આ દૃષ્ટિમાં આવે છે. તેથી આ દૃષ્ટિનું નામ “વના''દૃષ્ટિ રાખવામાં આવ્યું છે.
આ દૃષ્ટિમાં (૧) દર્શન (બોધ) કાષ્ઠના અગ્નિકણ સમાન, (૨) સુખપૂર્વકનું “આસન” નામનું ત્રીજું યોગાંગ, (૩) પરમતત્ત્વશુશ્રુષા એ ગુણ અને (૪) યોગના વિષયમાં #પદોષનો ત્યાગ પ્રાપ્ત થાય છે.
(૧) બોધ-પ્રથમની બે દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં દર્શન અર્થાત્ બોધ કંઈક વિશિષ્ટ હોય છે. કાષ્ઠના અગ્નિના કણની ઉપમાવાળો બોધ હોય છે. તૃણ અને ગોમયનો અગ્નિકણ અલ્પપ્રકાશવાળો, અલ્પકાળ રહેનારો, અને અલ્પસામર્થ્યવાળો હોય છે. પરંતુ કાષ્ઠના અગ્નિનો કણ તેનાથી વિપરીત હોય છે એટલે કે તે બન્ને કરતાં અધિક પ્રકાશવાળો, અધિકકાળ રહેનારો, અને અધિક સામર્થ્યવાળો હોય છે. તેની જેમ આ દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન તીવ્ર પ્રકાશવાળું, દીર્ધકાળ રહેનારું અને અધિક સામર્થ્યવાળું હોય છે. તેથી આ જ્ઞાન પડુસ્મૃતિના સંસ્કારો કરાવે છે. પ્રયોગકાળે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org