________________
સ
: ૪૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
તારા દ્રષ્ટિમાં પ્રાપ્ત થતો વિકાસક્રમ
૧ મુક્તિ પ્રત્યે અદ્વેષભાવમાં વધારો. ૨ ગોમયના અગ્નિ સમાનબોધ (છાણાંના અગ્નિ સમાનબોધ.) ૩ ઉગ દોષનો ત્યાગ તથા તત્ત્વ જાણવાની જિજ્ઞાસા નામના ગુણની પ્રાપ્તિ. ૪ જૈન દર્શનની દૃષ્ટિએ ઉત્તરગુણ અને શિક્ષાવ્રતાદિ નિયમોની પ્રાપ્તિ. દર્શનાન્તરના
મતે શૌચ. સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્લાનરૂપ નિયમોની પ્રાપ્તિ. ૫ યોગકથા, યોગીઓની કથા અને યોગસંબંધી શાસ્ત્રો ઉપર બહુ પ્રેમ. ૬ શુદ્ધયોગદશાવાળા મુનિઓ પ્રત્યે હાર્દિક પ્રેમ તથા બહુમાન.
યોગવૃદ્ધિના ફળને આપનારી એવી યોગીઓની સેવા તથા ઉપચારવિનય. ૮ શુદ્ર ઉપદ્રવોની હાનિ, વ્યાધિ આદિ ઉપદ્રવોનો વિનાશ. ૯ શિષ્ટસમ્મતતા=શિષ્ટ પુરુષોની પ્રસન્નતા. ૧૦ પાપની પ્રવૃત્તિ ન હોવાથી સાંસારિક લોકો તરફથી આવતા ભયોનો અભાવ. ૧૧ ઉચિત એવાં (ધર્મ અને વ્યવહારનાં) કાર્યોનો અત્યાગ. ૧૨ અનુચિત કાર્યોમાં અનાભોગપણે અપ્રવૃત્તિ. ૧૩ અધિક યોગવાળા યોગીઓની ક્રિયા જોઈ તે મેળવવાની જિજ્ઞાસા. ૧૪ અધિક યોગવાળાને જોઈ પોતાની હીનતાનું દર્શન અને યોગીઓ પ્રત્યે દ્વેષવર્જિત
બહુમાન તેનું દુ:ખ. ૧૫ આ સંસાર સંપૂર્ણ દુઃખ રૂપ જ છે. તેનું ચિન્તન. ૧૬ આવા દુ:ખથી ભરેલા સંસારનો ઉચ્છેદ કેવી રીતે થાય! તેનું ચિંતન. ૧૭ સજ્જનોની પ્રવૃત્તિ જોઇને આશ્ચર્યની પ્રાપ્તિ અને તે જાણવાનું પોતાનું અસામર્થ્ય. ૧૮ પોતાની બુદ્ધિની હીનતા અને શાસ્ત્રવૈભવની અધિકતાનો વિચાર. ૧૯ તેથી શિષ્ટો જ પ્રમાણ માનવા યોગ્ય છે એવી બુદ્ધિની સ્થિરતા કરવી. ૨૦ આ પ્રમાણે ભાવમેલનો અધિક-અધિક ક્ષય કરવો તે.
તારાષ્ટિનું વર્ણન સમાપ્ત થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org