________________
ગાથા : ૪૮ યોગદષ્ટિ સમુચ્ચય
૧૯૯ મળ્યો હોય કે સુખ-સંપત્તિવાળો સુખીયો મળ્યો હોય તો પણ) દુઃખ દુઃખ અને દુઃખથી જ ભરપૂર લાગે છે. જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિ ભયો કોઈને પણ છોડતા નથી, માટે તે સંસારનો મૂળથી ઉચ્છેદ કરવા જેવો છે. તે કયા ઉપાયોથી થાય? અને તેના ઉચ્છેદની વિધિ શું ? કેવી રીતે થાય? તેની જ શોધમાં વર્તે છે. વારંવાર પુરુષોનું આ સંસાર છેદવા આલંબન લે છે. પરંતુ જ્યાં આલંબન લેવા અતિનિકટ જાય છે ત્યાં તેમની નિર્દોષ અને ઉત્કટ વિધિવાળી પ્રવૃત્તિ જોઈને આશ્ચર્ય પામે છે, દિમૂઢ થઈ જાય છે. આ શું ? કેવું મહાનું ચારિત્ર? કેવી મહાન્ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વકની નિર્દોષ ક્રિયા ? કયાં છે અને ક્યાં હું ? મારામાં કેવા પ્રમાદ-અવિધિ-અણસમજ, પ્રજ્ઞાહીનતા, અને તેઓમાં કેવી અપ્રમાદદશાવિધિયુક્તતા-બુદ્ધિપૂર્વક્તા અને મહાપ્રજ્ઞત્વ. તેઓની આ સઘળી સામાચારી મને કેમ સમજાય ? એટલી મારામાં પ્રજ્ઞા નથી. અને આ સમજવા માટેનો શાસ્ત્રવિસ્તાર ઘણો છે. બધું મને સમજાય જ એવો નિયમ નથી. અતીન્દ્રિયભાવો તો સમજાય તેમ જ નથી. માટે મારે શિષ્ટપુરુષોને જ પ્રમાણ માનવા જોઇએ. તેઓ જે આચરે તે આચરવું જોઈએ અને તેઓ જે કહે તે સમજાય કે ન સમજાય પણ માની લેવું જોઈએ. આવા આવા ઉમદા વિચારો આ તારાદષ્ટિમાં આવે છે અને યોગી ઉપર, યોગ ઉપર, અને શાસ્ત્રઉપર ઘણો જ પ્રેમ થવાથી તે દિશામાં આગળ વધે છે. I૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org