________________
ગાથા : ૪૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૯૭
તારાષ્ટિનો સારાંશ)
તારાદૃષ્ટિમાં બોધ મિત્રાદૃષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ હોય છે. લગભગ તો બન્ને દુર્બળ જ છે. તથાપિ આ દૃષ્ટિ કંઈક અધિક સ્પષ્ટ છે. તેથી હેય-ઉપાદેયનો વિવેક કંઈક અંશે અધિક હોય છે. તે બોધ ગોમયના અગ્નિકણની ઉપમાવાળો છે. પ્રકાશ થયો ન થયો અને બુઝાઈ જવાવાળો અલ્પવીર્ય યુક્ત અને અચિરકાળસ્થાયી છે. પહ્મૃતિના સંસ્કારો ન હોવાથી વંદનાદિ ધર્મક્રિયાઓ દ્રવ્યથી જ હોય છે. હજુ ભાવયિા બને તેવા સંસ્કારો દઢ થયા નથી. વૈરાગ્યના ચમકારા આવે છે પરંતુ ગાઢ અનુબંધ ન થવાથી મોહનાં નિમિત્તો મળતાં જ તે બુઝાઈ જાય છે. હૃદયમાં વૈરાગ્ય હોય છે પરંતુ તે કામ કરતો નથી, નિસ્તેજ બની જાય છે. બાહ્યદષ્ટિએ ધર્મક્રિયા વિધિપૂર્વક કરે છે, પરંતુ વિષય-કષાયની વાસનાઓનું જોર હજુ ઘણું છે. તેથી ક્રિયાકાળે પણ તે ઉછળે છે. વાસનાઓ પ્રત્યેની ઉપાદેયબુદ્ધિ હજુ જતી નથી.
આ દૃષ્ટિમાં (૧) અનુદ્વેગ, (૨) તત્ત્વજિજ્ઞાસા, અને (૩) શૌચાદિ પાલનરૂપ તથાવિધ નિયમ, આ ત્રણ લક્ષણો હોય છે. મુક્તિ અષના કારણે ધર્મ પ્રત્યે કર્તવ્યબુદ્ધિ હોવાથી ધર્મ પ્રત્યે અખેદયુક્ત અનુદ્વેગ હોય છે. થાક કે કંટાળો લાગતા નથી. જેમ ધનના અર્થીને ધનોપાર્જનના કાર્યમાં રાત્રિ-દિવસ કામકાજ કરવા છતાં થાક કે કંટાળો લાગતો નથી, કામના અર્થનિ કામસેવનમાં રાત્રિ-ઉજાગરા કરવા છતાં થાક ઉગ થતો નથી તેમ અહીં પણ મુક્તિનો અદ્વેષ હોવાથી ખેદ-ઉદ્વેગ લાગતા નથી. આ કારણથી જ ધર્મતત્ત્વ જાણવાની, આત્માના હિતને કરનારી વાણી સાંભળવાની તમન્ના થઈ આવે છે. તાલાવેલી લાગે છે. વધુને વધુ શાસ્ત્રાભ્યાસની ભૂખ લાગે છે. તથા શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ આદિ બાહ્યશૌચને ગૌણ કરી પર પરિણતિના ત્યાગરૂપ ભાવશૌચ તરફ આગળ વધે છે. યથાશક્તિ તપ, સ્વાધ્યાય, સંતોષ અને ઈશ્વરધાન રૂપ પરિમિત કાલભાવી નિયમોનું શક્તિ અને સમયને અનુસારે વારંવાર સેવન કરે છે. આવા નિયમો રૂપ યોગનું બીજું અંગ આ દૃષ્ટિકાલે આવે છે.
તથા કંઈક આત્મહિતકારિણી દૃષ્ટિ ખુલી હોવાથી યોગકથામાં, યોગીની કથામાં અને યોગમાર્ગ સમજાવનારા આધ્યાત્મિક ગ્રંથોના વાંચન- શ્રવણ અને મનનમાં વિશેષ રસ હોય છે. યોગકથાનો વિષય વાંચવામાં અને સાંભળવામાં વિશેષ વિશેષ રાગ અને રસ હોય છે. આ કારણથી આવી યોગદશા જેમાં ખીલી છે, વિકસી છે, તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org