________________
૧૯૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૮ વર્તમાનકાલે ભારતમાં જો ચતુર્વિધ શ્રી સંઘ આ વિષય ઉપર ધ્યાન આપે તો ઘણા વિસંવાદો ઓછા થાય. વિદેશોમાં તો પોતાને અનુકૂળ આવે તેવા ફેરફારો કરવાની જાણે સત્તા જ મળી ચૂકી હોય તેમ ત્યાંના જૈન સમાજના કેટલાક લોકો વર્તે છે. સાચી આચરણાવાળા જ્ઞાની ગીતાર્થ શાસ્ત્રજ્ઞ અને સાચા ચારિત્રસંપન્ન મુનિઓ ત્યાં જવાના નથી તેથી શાસ્ત્રની અને જૈનશાસનમાં ચાલી આવતી પ્રણાલિકાની ઉપેક્ષા કરીને દેશ અને કાળના નામે લોકોને રાજી રાખવા અને પોતાના ગર્ભિત આશયો પોષવા આવા ઘણા ફેરફારો ત્યાંના લોકો કરે છે. શાસ્ત્રની સર્વથા ઉપેક્ષા જ કરવામાં આવે છે. જે ઘણા દુ:ખની વાત છે. આ રીતે આ જૈનશાસન ઘણું જ ડોલાઈ રહ્યું છે. તેથી જ શાસ્ત્રજ્ઞ પુરુષો વારંવાર કહે છે કે “શિષ્ટોની વાણી” એ જ પ્રમાણ માનવી. શાસ્ત્રાનુસારિણી (સંવાદિની) જે પ્રજ્ઞા એ જ ઉપકાર કરનારી છે. બાકી પોતાની અનુકૂળતા પ્રમાણે ફેરફારો કરવા માટે કરાતા તર્કો એ બધા કુતર્કો સમજવા. || ૪૮.
તારાદૃષ્ટિનું વર્ણન સમાપ્ત થયું છે
0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org