________________
૧૯૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૮ - તે યોગી મહાત્માઓની ધર્મક્રિયા ત્રિ-ભિન્ન ભિન્ન જાતની છે. ભૂમિકાભેદે અથવા સંપ્રદાયભેદે ભિન્ન ભિન્ન આચરણા દેખાય છે. તેમાં કઈ ઉપયોગી ? અને કઈ મને અનુપયોગી? કઈ ક્રિયા મને ઉપકારક ? અને કઈ ક્રિયા મને અનુપકારક? તાપોદતા તેમાંથી જે અનુપકારક હોય એવી અન્યનો ત્યાગ કરીને જે ઉપકારક હોય તેને હું કેવી રીતે જાણું ? ઇત્યાદિ વિચારો આ દૃષ્ટિમાં આવે છે. વળી તટસ્થતા, લઘુતા, સરળતા, આદિ ગુણોના કારણે તેમની પ્રજ્ઞા શાસ્ત્રને અનુસારે જ પ્રવર્તે છે. ૪૭ યત = કારણ કે
नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः ।
शिष्टाः प्रमाणमिह, तदित्यस्यां मन्यते सदा ॥४८॥ ગાથાર્થ = અમારી તેવી મોટી પ્રજ્ઞા નથી, અને શાસ્ત્રોનો વિસ્તાર ઘણો મહાનું છે. તેથી આ બાબતમાં શિષ્ટપુરુષો જ પ્રમાણભૂત છે. એવું આ દૃષ્ટિમાં વર્તતો જીવ સદા માને છે. ૪૮
ટીકા “નામા હતી પ્રજ્ઞા' સંવાદિની, સ્વપ્રજ્ઞવિન્દિતે વિસંવાવર્ણનાત, તથા “સુમહાન શાસ્ત્રવિસ્તર: તત્તપ્રવૃત્તિદેતુત્વ | પર્વ “શિષ્ઠ:”સાધુગનર્મિતા: “નામદ'' વ્યતિરે તમાહિત્યેવરહ્યાં છો “કન્ય સલા''यत्तैराचरितं तदेव यथाशक्ति सामान्येन कर्तुं युज्यत इत्यर्थः ॥४८॥ उक्ता तारा॥
વિવેચન :- સંત મહાત્મા યોગી પુરુષોની બધી પ્રવૃત્તિ ચિત્ર-વિચિત્ર અને આર્થકારી છે તથા ભૂમિકા-ભેદે અને સંપ્રદાય-ભેદે ભિન્ન ભિન્ન પણ છે. મારાથી બધી પ્રવૃત્તિ સમજી શકાય તેમ નથી. કારણ કે મારામાં તેવી મોટી સંવાદવાળી પ્રજ્ઞા એટલે વિસંવાદ વિનાની પ્રજ્ઞા નથી. સંવાદિની એટલે જિનોક્ત શાસ્ત્રની સાથે અવિરોધિની તેવી મહાપ્રજ્ઞા મારામાં નથી. કારણ કે હું મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણ એમ બે જ જ્ઞાનાવરણીય કર્મના અલ્પમાં પણ અલ્પ ક્ષયોપશમવાળો છું. અને તેમાં મોહનીયકર્મનો તેવો વિશિષ્ટ ક્ષયોપશમ હજુ થયો નથી તેથી આવી પ્રાપ્ત થયેલી ક્ષાયોપથમિકભાવની અલ્પ સ્વ-પ્રજ્ઞા વડે સ્વચ્છંદપણે વિશેષ વિશેષ કલ્પનાઓ કરવામાં વિસંવાદ થઈ જાય છે. વિસંવાદ આવ્યા વિના રહેતો જ નથી. આ રીતે મારી પ્રજ્ઞા અલ્પવિષયવાળી છે અને શાસ્ત્રોનો વિસ્તાર અતિશય ઘણો મહાન્ છે. ઘડા વડે દરીયો માપવા જેવું આ કામ છે. શ્રુતસાગરનો પાર પામવામાં તો મહામતિવાળા મહાત્માજનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org