________________
૧૯૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૭ ગાથાર્થ = આ સર્વ સંસાર દુઃખરૂપ છે. તેનો ઉચ્છેદ કયાંથી થાય ! અને કેમ થાય! મહાત્માઓની પ્રવૃત્તિ આશ્ચર્યકારી છે. તે સઘળી કેમ સમજાય! ૪૭
ટીકા -“ટુઃ વરૂપ ભવ: ''નર્મંગરપિતુ, “રછોડ" મવચ્ચે, “સૂતો'તો: ક્ષાન્યા, “#6'' ન પ્રવUT I ત્રિા “સત્તા''-મુનીનાં, प्रवृत्तिश्चैत्यकर्मादिना प्रकारेण, “साऽशेषा ज्ञायते कथं" तदन्यापोहतः ॥४७॥
વિવેચન :- આ તારા દૃષ્ટિમાં આવેલા જીવની વિચારધારા પ્રતિદિન વૈરાગ્ય તરફ વૃદ્ધિ પામતી જાય છે. તે જીવ વિચારે છે કે- આ સઘળો સંસાર દુઃખમય છે. શારીરિક રોગો, કુટુંબના વિયોગો, ધન-યશાદિની અપ્રાપ્તિ, તથા વિયોગ ઇત્યાદિ દુઃખોથી ભરેલો આ સંસાર તો દુઃખરૂપ છે જ, પરંતુ નિરોગી દેહ, રૂપવાનું સ્ત્રી-પુત્રાદિ, વિશિષ્ટ ધન-માનાદિ, ગાડી, વાડી, આદિ સુખમય સંસાર પણ દુઃખરૂપ છે. એટલે જ “સર્વ' શબ્દ લખ્યો છે. કારણ કે સંસારના સુખે સુખી જીવોનો પણ સંસાર જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ અનેક દુઃખોથી ભરેલો છે. ગમે તેવા સંસારના સુખે સુખી જીવોને પણ જન્મ ધારણ કરવો જ પડે છે. નવમાસાદિ કાલપર્યત ગર્ભમાં રહેવું જ પડે છે. પ્રસવની પીડા અનુભવવી જ પડે છે ઘડપણ આવે જ છે. શરીરમાં કરચલીઓ પડે જ છે શરીર નિસ્તેજ થાય જ છે. જરાવસ્થામાં આંખ-કાન-દાંત આદિની શક્તિ ક્ષીણ થતાં પરવશતા આવે જ છે. પગ થાકવાથી ચાલવાનું સામર્થ્ય તો ચાલ્યું જ જાય છે પરંતુ ઉઠવા-બેસવાનું સામર્થ્ય પણ મંદ પડી જાય છે. મરણ તો પ્રતિ-દિવસ સામે જ આવી રહ્યું છે. લઘુવયમાં અથવા ભરયુવાવસ્થામાં પણ જીવ મૃત્યુ પામતા દેખાય જ છે. શરીર જ અસંખ્ય રોગોની ખાણ છે. ડાયબીટીશ, હાર્ટફેલ, કેન્સર, જલોદર, ઇત્યાદિ મહારોગો જીવનપર્યન્ત પીડા આપે છે. નાના-મોટા રોગો તો સદા પીડા આપતા જ હોય છે. ધનવિયોગ, પુત્રવિયોગ, પત્નીવિયોગ, પતિવિયોગ, યશવિયોગ આદિ અનવસરે આવી પડતાં શોકની સીમા રહેતી જ નથી. આ કારણથી સુખીયો સંસાર પણ જન્મ-જરા-મરણ આદિ દુઃખોથી નિયમાં ભરેલો છે માટે દુઃખમય છે. આ કારણથી આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં ભય-ભય અને ભય જ દેખાય છે. ધન હોય તો ચોર-લૂંટારા-રાજા અને સગા-વહાલા તરફથી ભય, માન હોય તો અપમાન થવાનો ભય, જીવન છે તેથી દરરોજ મરણનો ભય, ભોગોમાં રોગો થવાનો ભય, રૂપ હોય તો સ્ત્રીઓ તરફથી ફસાવાનો ભય, (સ્ત્રીમાં રૂ૫ હોય તો પુરુષો તરફથી ફસાવાનો ભય), એમ આ સંસારમાં જે કોઈ સુખસંપત્તિ છે તે સર્વે ભય અને દુઃખથી આક્રાન્ત છે. સુખસંપત્તિ ન હોય ત્યારે ન હોય તેનું દુઃખ, હોય ત્યારે લુંટાઈ જવાનું દુઃખ, સંરક્ષણ કરવાનું (સાચવવાનું) દુઃખ, અને જો વિયોગ થાય તો તેના વિરહનું અપારદુઃખ, એમ આ દૃષ્ટિવાળા જીવને સમસ્ત સંસાર દુઃખ અને ભયોથી ભરેલો દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org