________________
ગાથા : ૪૬-૪૭ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૯૧ ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા | સિંહ પરે નિજ વિક્રમસૂરા, ત્રિભુવન જન આધારા / ધન્ય તે મુનિવરા || જ્ઞાનવંત જ્ઞાનીશું મલતા તન મન વચને સાચા | દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા | ધન્ય તે મુનિવર છે
(સાડાત્રણસો ગાથાનું સ્તવન. પૂ. ૩. યશોવિજયજી) આ યોગીને પોતાનાથી અધિક વ્યક્તિની અધિક-ક્રિયા નિહાળીને લાલસાયુક્ત જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે તેથી જ તે મહાત્માઓની સાથે બાહ્યથી તુલ્ય એવી વંદનતપ-સ્વાધ્યાય-પ્રતિક્રમણાદિ જે જે ધર્મક્રિયાઓ પોતે કરે છે તેમાં તેને પોતાની ઘણી જ ન્યૂનતા-વિકલતા દેખાય છે. તે દેખીને યોગીઓ ઉપર દ્વેષ એટલે ઇર્ષ્યા કે અદેખાઇ થતી નથી પરંતુ પોતાના ઉપર ઘણો ત્રાસ (મનમાં દુઃખ-ખેદ) થાય છે તે યોગીજનોની નિશ્ચલતા કયાં ? અને મારી ચંચળતા કયાં ? તેઓની વિધિસાપેક્ષતા કયાં ? અને મારી વિધિનિરપેક્ષતા કયાં ? તેઓની અપ્રમત્તતા કયાં ? અને મારી પ્રમાદદશા કયાં? તેઓની એકાગ્રતા કયાં ? અને મારી વ્યગ્રતા કયાં ? એમ પોતાની સાથે તુલ્ય એવી પણ યોગીની સર્વોત્તમ ક્રિયા જોઇને પોતાનામાં જેમ જેમ વિકલતા-ઉણપ-ખામી દેખાય છે તેમ તેમ પોતાનું અભિમાન ઓછું થાય છે. પોતાને દોષિત દેખે છે એટલે સુધરવાના ઉપાયો વિચારે છે. ગુણીપુરુષો પ્રત્યે પ્રમોદભાવ ઉપજે છે. પોતાને પોતાની જાત દોષ ભરેલી અને કંઈક વિરાધક દેખાય છે. વિરાધના દૂર કરવાના ભાવો જન્મે છે. વર્ષોલ્લાસ વૃદ્ધિ પામે છે. ગુણીજનોની સેવામાં-અનુકરણમાં અધિક જોડાઈ જાય છે.
સારાંશ કે પોતાના સંબંધી કરાતા વંદનાદિ ધર્મકૃત્યોને વિષે તથા કાયોત્સર્ગ કરવા આદિના વિષયમાં સ્થિરતાપૂર્વક કાયોત્સર્ગ ન થવાના કારણે) વિકલતા જણાતાં પોતાનામાં જ સંત્રાસ-દુઃખ થાય છે એટલે પોતાની જાત પ્રત્યે તિરસ્કાર છુટે છે કે અરે, હું કેવો નિર્ભાગ્યશિરોમણી છું. કે જે આવી ઉત્તમ ધર્મક્રિયા પામીને પણ યથાર્થ વિધિ ન સાચવવા વડે વિરાધક બનું છું અને આવી ઉત્તમ તારક ક્રિયાઓ દ્વારા જે કર્મનિર્જરાની કમાણી કરવી જોઈએ તે કરી શકતો નથી અને પેલા મહાત્મા શ્રેષ્ઠ કમાણી કરતા છતા કેવા ઉત્કટ યોગી થયા છે ? એમ પ્રસ્તુત આ તારાદષ્ટિના સામર્થ્યથી અધિકગુણવાળા યોગી ઉપર (પ્રમોદભાવ જન્મે છે પરંતુ) દ્વેષ થતો નથી, અને પોતાનામાં હીનતાનું દુઃખ થાય છે જે આગળ વિકાસ કરવામાં ઉપયોગી બને છે. ૪૬
સુરઉપ મવઃ સર્વ, ૩છેવોડી જતઃ થમ્ . चित्रा सतां प्रवृत्तिश्च, साऽशेषा ज्ञायते कथम् ॥४७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org