________________
ગાથા : ૪૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૮૯ આ વૈરાગ્યવાસિત હૈયાના કારણે જ ઉચિતકરવા લાયક ધર્માદિકાર્યમાં કદાપિ કૃત્યહાનિ થતી નથી, અને અજાણતાં પણ અતિશય અનુચિતક્રિયા આ જીવો કરતા નથી. આ દશામાં આવેલા જીવો અશુભકાર્ય કદાપિ કરતા નથી અને શુભકાર્ય કદાપિ મુક્તા નથી. ધર્મનાં સર્વકાર્યો પ્રત્યે ઘણો જ આદરભાવ હોવાથી કોઈ પણ શકય એવાં ધર્મ કાર્ય ચૂકતા નથી. અનાભોગ (અણસમજ)ના કારણે અથવા અનુપયોગ દશાના કારણે નાનાં નાનાં અનુચિત કાર્યો કદાચ થઇ જતાં હશે, તથાપિ જેને “અત્યંત અનુચિત” કહેવાય તેવા (વ્યભિચાર ચોરી ઇત્યાદિક) પાપ કાર્યો તો અનાભોગથી પણ આ જીવો કરતા નથી. મોહનીયકર્મની લઘુતાના કારણે જ ક્ષુદ્રતા-તુચ્છતા, ચોરી અને વ્યભિચારાદિ દોષો આ જીવોને સહજભાવે જ ગમતા નથી. તેને બદલે ઉદારતા-ગંભીરતા-સદાચારતા આદિ ગુણો જ સ્વભાવ-પ્રિય બની જાય છે. તેઓના મન-વચન અને કાયાના યોગો પ્રભુભક્તિ-ગુરુભક્તિ અને સંવેગ-નિર્વેદથી એવા રંગાયેલા હોય છે કે સર્વથા અથવા દેશથી પણ હિંસાનો ત્યાગ કરે છે. કોઈને પણ દુઃખ થાય તેવું વર્તન કરતા નથી. હિત-મિત-અને તથ્ય વચન બોલે છે. ન્યાય અને પ્રામાણિક્તાથી ધનોપાર્જન કરે છે અન્યાય, અનીતિ, ચોરી દૂરથી જ ત્યજી દે છે. સર્વથા બ્રહ્મચારી અથવા સ્વદારાસંતોષી થઈને રહે છે. પરંતુ પરસ્ત્રી, કુમારિકા, કે વેશ્યા તરફ કદાપિ દૃષ્ટિપાત પણ કરતા નથી. અપરિગ્રહી અથવા પરિમિત પરિગ્રહી રહે છે. પરંતુ લોભ-લાલચુ કે દગાબાજ બનતા નથી. આ પ્રમાણે કરવા યોગ્ય ઉચિત અને શકય એવા સર્વકાર્યમાં ધર્મના આદરપૂર્વક પ્રવૃત્તિ કરનારો હોવાથી તથા સર્વ પાપકારી કાર્યોમાં અજાણતાં પણ અનુચિતક્રિયામાં અપ્રવૃત્તિ કરનારો હોવાથી સંસારજન્ય કોઈ પણ ભય તે જીવોને નથી. આ રીતે આ જીવ અત્યંત સરળપરિણામી બને છે. I૪પી પર્વ આ પ્રમાણે તેનો વિકાસ સમજાવે છે
कृत्येऽधिकेऽधिकगते, जिज्ञासा लालसान्विता ।
तुल्ये निजे तु विकले, सन्त्रासो द्वेषवर्जितः ॥४६॥ ગાથાર્થ = ગુણથી અધિક એવા પુરુષમાં રહેલા અધિક ધર્મકાર્યમાં સદા તે ધર્મ કાર્ય કરવાની લાલસા યુક્ત જિજ્ઞાસા હોય છે અને તે યોગીની સાથે તુલ્ય પણ કંઈક ઉણપવાળી એવી પોતાની ધર્મક્રિયામાં ઠેષરહિત સંત્રાસ (હાર્દિક દુઃખ) હોય છે. II૪૬
ટીકા #_નિતી, “મથ' સ્વમૂનિશ્રાપેક્ષા “મધરાતે” મારાવિવર્તિનિ ““જિજ્ઞાસા''ડથ થતહેવમિતિ “નાસવિતા'-મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org