________________
ગાથા : ૪૯ યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૦૩ ૩) શ્રેષ્ઠતત્ત્વશુશ્રુષા- તારા દૃષ્ટિમાં તત્ત્વ જાણવાની જિજ્ઞાસા હતી, તેમાંથી જ જ્યાં જ્યાં તત્ત્વ મળે ત્યાં ત્યાં જઈ તત્ત્વ સાંભળવાની ઉત્કંઠા થવા રૂપ આ શુશ્રુષા ગુણ જન્મે છે. જિજ્ઞાસા હોય તો જ પારમાર્થિક શુશ્રુષા થાય છે જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા. અને શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા. જાણવાની ઇચ્છાવાળાને જ તત્ત્વ સાંભળવાની ઈચ્છા પ્રગટે છે. તેથી જિજ્ઞાસા વિનાનું શ્રવણ ઉપકારી થતું નથી. વાસ્તવિક શુશ્રુષા ગુણ પ્રગટ થતાં તત્ત્વ સમજાવનારા સદ્ગુરુની શોધમાં આ મુમુક્ષુ જીવ નીકળે છે. હું કોણ છું ? મારું સ્વરૂપ શું છે ? હું ક્યાંથી ક્યાંથી આવ્યો છું ? પુગલદ્રવ્ય શું છે ? મારે અને તેને સંબંધ શું છે ? તે સંબંધ કોણે કર્યો ? શાથી થયો ? તૂટી શકે કે નહી ? શાથી તૂટી શકે ? શુદ્ધસ્વરૂપ શું ? તે કેમ મેળવી શકાય ? આવા ગૂઢ તત્ત્વો જાણવા અને તેના ઉત્તર સાંભળવા તત્પર થાય છે. તત્ત્વ સાંભળવાની પ્રક્રિયા ગીતાર્થોપેક્ષિત છે. તત્ત્વ સંભળાવનારા ગીતાર્થ સદ્ગુરુ મળે તો જ થઈ શકે છે. માટે પ્રથમ તો અધ્યાત્મયોગી સદ્ગુરુ જો ક્યાંય મળી આવે તો ત્યાં પ્રત્યક્ષ જઈ તત્ત્વ સાંભળવા ઇચ્છે છે. ધારો કે તેવા ગુરુનો યોગ ન મળે તો પૂર્વકાલીન આત્મારામી મહાત્માઓના મુખકમલમાંથી નીકળેલાં અને સલ્લાસ્ત્રરૂપે રચાયેલાં યોગદષ્ટિને પોષક તેઓનાં વચનોરૂપી અમૃતનું આલંબન લેવું એ જ મારા માટે કલ્યાણકારી છે. એમ માનીને સલ્ફાસ્ત્રોના પાઠોથી વચનામૃત સાંભળવા તલ્લીન થાય છે.
અધ્યાત્મયોગી, આત્મારામી સદ્ગુરુનો જો યોગ ન સંભવે તો ગમે તેવા ગુરુમાં, તથા ગુના ગુણથી રહિત એવા સામાન્ય ગુરુમાં મનની કલ્પના માત્રથી ગુરુપણું કલ્પીને ગમે તેવી વાણી સાંભળવી, તેના કરતાં યોગીઓના મુખકમલમાંથી નીકળેલી વાણીની રચના રૂપ સલ્લાસ્ત્રોમાંથી ઉત્તમ વચનો સાંભળવાં વધારે શ્રેયસ્કર છે. કારણ કે સગુરુ વિદ્યમાન હોય તો તેઓ જે કહે છે તે ભાષારૂપે સંજ્ઞાક્ષર છે અને તેમની જે શાસ્ત્રરચના છે તે વ્યંજનાક્ષર છે બન્ને અમૃતરસથી ભરેલાં છે. આ શુશ્રુષા ગુણ એટલો ઉચ્ચકોટિનો છે કે સાંભળવાનો જોગ ન મળે તો પણ સાંભળવાની ઉત્કટ ભાવનાથી જ્ઞાન ઉપરનાં આવરણીય કર્મો એવાં તૂટી જાય છે કે વગર સાંભળ્યું પણ તેવા જીવને શાસ્ત્રાલંબનથી પણ તત્ત્વનો બોધ પ્રગટે છે. પૂર્વની દૃષ્ટિમાં તત્ત્વજિજ્ઞાસા હતી તેથી જ આ દૃષ્ટિમાં તત્ત્વશુશ્રુષા જન્મી છે. જિજ્ઞાસા વિના શુશ્રુષા થતી નથી. અને આ દૃષ્ટિમાં આવેલી તત્ત્વશુશ્રુષાથી જ ચોથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ ગુણ જન્મવાનો છે.
(૪) ક્ષેપદોષત્યાગ- આ દૃષ્ટિમાં પૂર્વના ખેદ અને ઉગ દોષોનો ત્યાગ તો છે જ. તદુપરાંત ત્રીજા “ક્ષેપ” દોષનો પણ અહીં ત્યાગ થાય છે લેપ શબ્દ ક્ષિ, ધાતુ ઉપરથી બનેલ છે. ફિફેંકવું-દૂર જવું. બીજાસ્થાને જવું. ધર્મકાર્ય કરતી વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org