________________
ગાથા : ૪૮
૧૯૫
યોગદૃષ્ટિ સમુચ્ચય પણ થાકી જાય છે તો પામર એવા મારું શું ગજું ? સર્વજ્ઞ પરમાત્માનાં ત્રિપદીનાં વચનો સાંભળી જેઓએ દ્વાદશાંગી બનાવી, તે શાસ્ત્રસંદોહમાં બહુશ્રુતોને પણ પ્રવેશવું દુષ્કર છે. તો શ્રુતબુદ્ધિ રૂપ વૈભવથી હીન એવા મારો તો પ્રવેશ જ શકય કેમ બને?
ઇન્દ્રિયગોચર ભાવો પણ જ્યાં અલ્પ જ જણાય છે પૂરતા જણાતા નથી ત્યાં અતીન્દ્રિયભાવોને જાણવાની વાત જ કેમ કરાય ? માટે સજ્જનોને સમ્મત એવા “શિષ્ટ” પુરુષોને આ બાબતમાં મારે પ્રમાણ માનવા જોઇએ, તેઓએ જે કહ્યું છે, જે આચર્યું છે. તે જ મારે માનવું જોઇએ. અને આચરવું જોઇએ. તેઓનું વચન જ પ્રમાણ અને માનનીય છે. જેમકે ભગવાને અનંત સૂક્ષ્મનિગોદના જીવોથી ભરેલો આ લોક કહ્યો છે. તે જીવો ભવ્ય-અભવ્યરૂપ છે. અસંખ્યાત દ્વીપ-સમુદ્ર છે. સાત નારકી છે. ઈત્યાદિ કહ્યું છે. ગમે તેટલી હું મારી પ્રજ્ઞા દોડાવું તો પણ આ ભાવો મને નથી જ દેખાવાના, અને તેથી નથી જ સમજાવાના, માટે મારે સજ્જનોને સંમત એવા શિષ્ટપુરુષોને જ પ્રમાણ માનીને ચાલવું જોઈએ. મારી પોતાની બુદ્ધિના ઘોડા દોડાવવા જોઈએ નહીં, ખોટાં ડફાણ-કરવાં જોઈએ નહીં. મિથ્યા અભિમાન રાખવું જોઈએ નહીં. તેથી આવી બાબતમાં તેઓ વડે જે આચરણ કરાયું, કથન કરાયું, તે જ મારે અનુસરવું અને માનવું યોગ્ય છે. આવા પ્રકારના આજ્ઞાનુસારિતાના ભાવો આ દૃષ્ટિવાળામાં તરવરે છે. જ્ઞાનીઓ અને યોગીઓ પ્રત્યે અતિશય-શ્રદ્ધા ભક્તિ અને બહુમાન પ્રવર્તે છે. ક્યાંય પણ મોટા થવાની ભાવના થતી નથી કહ્યું છે કે
શાસ્ત્ર ઘણા મતિ થોડલી, મનવિશિષ્ટ કહે તે પ્રમાણ રે. મન, સુજશ લહે એ ભાવથી, મન, ન કરે જુઠ ડફાણ રે. મન,
(યોગદષ્ટિની સઝાય. પૂ. . યશોવિજયજી) અહીં એક બાબત ખાસ વિચારવા જેવી છે કે શાસ્ત્રની સાથે અવિરોધિની એટલે સંવાદિની જે મતિ તેને જ પ્રમાણ માની છે. આજકાલ લોકો શાસ્ત્રોમાં શું કહ્યું છે તેની ઉપેક્ષા કરીને અમને તો આમ જ અનુકૂળ છે. અમારા દેશમાં તો આમ જ કરાય, જૈનધર્મને સાચવવો હોય તો કાળપ્રમાણે આમ જ કરવું પડે ઈત્યાદિ મનની કલ્પનાઓ પ્રમાણે ફેરફાર કરે છે. તે બધી વિસંવાદિની મતિ જાણવી આવી આચરણાભેદવાળી પ્રવૃત્તિથી સામાન્યજીવો દ્વિધામાં પડે. શાસ્ત્રાનુસારિણી મૂલ આચરણા કાળાન્તરે નષ્ટ પામે અથવા હાનિ પામે. નવા નવા પક્ષો થતાં શાસન ચાલણીની જેમ છિન્ન ભિન્ન થાય. તેથી જ “શાસ્ત્રાનુસારિણી (સંવાદિની) મતિની અતિશય મહત્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org