________________
૧૮૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૩ જ છે. કોઇપણ વ્યક્તિ પ્રત્યે હાર્દિક માન, મોટાપણાનો ભાવ, તેમના પ્રત્યે પૂજ્યભાવ, મનમાં રહેલો જે અહોભાવ તે સર્વે બહુમાન કહેવાય છે. અને તેના કારણે આહારઔષધ-વસ્ત્ર-પાત્ર-પુસ્તકાદિના પ્રદાનવડે કરાતી ભક્તિ-સેવા તે ઉપચાર કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કેભક્તિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદય પ્રેમ બહુમાન ! ગુણથુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનની હાણ | ચતુરનર // ૧૮
(સમ્યકત્વની સઝાય. પૂ. ૩. યશોવિજયજી મ.) માત્ર ઉપર છલ્લો પ્રેમ બતાવે, સાહેબ સાહેબ કરે, પરંતુ તેઓનું એક પણ કામ ન કરે, માત્ર વહાલો લાગવા જ પ્રેમ બતાવે એવો બનાવટી પ્રેમ આ જીવને સંભવતો નથી. પરંતુ હૃદયસ્થ એવું સાચું બહુમાન હોય છે કે જે ભક્તિ-સેવા રૂપે આપોઆપ બહાર પ્રગટ થાય છે. માટે આ દૃષ્ટિમાં આવેલો આ મુમુક્ષુ જીવ પોતાની શક્તિને અનુસારે (શક્તિનું ઉલ્લંઘન કે ગોપન કર્યા વિના) સંતપુરુષોની, યોગીજનની, સાધુજનોની પરમવિનયપૂર્વક, હૃદયના વીર્ષોલ્લાસપૂર્વક આહારપાણી આપવા વડે, શરીરાચ્છાદનાદિ માટે વસ્ત્ર આપવા વડે, વસવાટ માટે વસતિ આપવા દ્વારા, રોગોપશમ માટે ઔષધાદિ આપવા દ્વારા અને આહારાદિ સારુ પાત્રાદિ આપવા વડે અતિશય સેવા-ભક્તિ કરે છે. તે સેવા-ભક્તિને જ “ઉપચાર” કહેવાય છે. આ સેવાભક્તિ કરવાનું કારણ એ છે કે આ મુમુક્ષુ જીવ મનમાં એમ જાણે છે કે આ યોગીમહાત્માઓ, સંત છે. સાધુજન છે. પોતાના દેહ પ્રત્યે પણ નિઃસ્પૃહ છે. અલ્પ પણ દરકાર નહીં કરનારા છે. ભાવપરિણામથી સાધુ થયા છે. પરભાવદશાને તિલાંજલી આપી સંસારીભાવોથી ઉદાસીન બની નિજાનંદમાં મગ્ન રહેનારા અવધૂત-યોગી છે. સંયમની સાધના પુરતો જ દેહ ધારણ કરે છે. તેઓ તરફથી મને યોગમાર્ગ મળ્યો છે. (મને યોગના માર્ગે વાળનાર વ્યક્તિ ભલે કદાચ કોઈ એકાદ હોય, તો પણ પરંપરામાં થયેલા સર્વે યોગીઓમાં યોગદશા હતી અને છે તો જ તે કોઈ એક વ્યક્તિ દ્વારા મને સાંપડી છે. એમ સમજીને) સર્વયોગીઓનો મારા ઉપર ઉપકાર છે એમ આ જીવ માને છે. તેથી મારાથી શકય એટલી સેવા કરું. તેઓના દેહનું સંરક્ષણ કરવું એ મારી ફરજ છે. મને સેવા કરવાનો આવો લ્હાવો-અવસર ક્યારે મળે! તેઓએ જે ધર્મમાર્ગ દેખાડ્યો છે આત્મભાન કરાવ્યું છે, ભવપરંપરા તોડાવીને અનંતસુખની અભિમુખ મને કર્યો છે. તેની સામે મારી આ સેવા-ભક્તિ એ તો સમુદ્રની સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org