________________
૧૮૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૨ આવા પ્રકારના સાધક અને સિદ્ધયોગની કથાઓ અને આ યોગ જેમાં પ્રગટ થયો છે એવા યોગીની કથાઓ જ્યાં જ્યાં ચાલતી હોય છે ત્યાં ત્યાં આ જીવને પરમ પ્રેમ (અતિશય પ્રીતિ) પ્રગટે છે. હૈયું નાચી ઉઠે છે. રોમેરોમ હર્ષથી પુલક્તિ થાય છે અમૃતપાનથી પણ અધિક આનંદ આનંદ સ્કુરાયમાન થાય છે. આ યોગકથા આપણી, વિક્ષેપણી, સંવેગજનની, અને નિર્વેદજનની એમ ચાર પ્રકારની હોય છે.
આપણી - આ આત્માને અનાદિ મોહજાળવાળી ઓઘદૃષ્ટિમાંથી છોડાવી યોગમાર્ગ પ્રત્યે આકર્ષનારી, ખેંચનારી, તેના પ્રત્યે પ્રેમ જગાડનારી જે કથા તે.
વિક્ષેપણી- મિથ્યામોહના ઉદયથી જે જે ઉન્માર્ગોમાં આ જીવ ભમ્યો છે તેમાં વિક્ષેપ ઉપજાવનારી, તેનો સંબંધ તોડાવનારી જે કથા તે.
સંવેગજનની - જ્યાં જન્મ-જરા-મરણ-રોગ-શોકનાં દુઃખોનો સર્વથા અભાવ જ છે. કેવળ શુદ્ધ નિર્મળ સ્વાભાવિક આનંદમય સ્વરૂપ છે. તેવા મોક્ષ પ્રત્યે અભિલાષપ્રેમ-રુચિ ઉત્પન્ન કરનારી કથા છે.
નિર્વેદજનની - સંસારમાં કર્મોના કટુ વિપાકો છે. પાપકર્મો અનંત-અપાર દુઃખદાયી છે. જન્મ-જરા-મરણ આદિ અનંતદુઃખની આ ખાણ છે. ઇત્યાદિ સમજાવવા દ્વારા સંસાર ઉપર નિર્વેદ ઉપજાવનારી કથા છે.
મોક્ષના સાધનરૂપ આવા પ્રકારની સત્કથા, ધર્મકથા અર્થાત્ યોગકથા ઉપર આ દૃષ્ટિવાળો જીવ ભાવાનુબન્ધના સારવાળો હોવાથી પરમ પ્રેમવાળો બને છે. સાંભળવા જવાનું તેને કહેવું પડતું નથી, સ્વયં દોડી જાય છે અને સતત યોગકથાના શ્રવણના યોગો શોધતો જ હોય છે.
આ સંસારમાં જેને ધન ગમે તેને ધનવાનું ગમે જ છે. રૂપ ગમે તેને રૂપાળી વ્યક્તિ પણ ગમે જ છે. સંગીત ગમે તેને સંગીત ગાનારા પણ ગમે જ છે. તેમ જ આત્માને આવા પ્રકારનો યોગમાર્ગ પ્રત્યે પ્રેમ પગટ્યો છે. તે આત્માને સાક્ષાત્ યોગદશા ધારણ કરનારા, મૂર્તિમાન્ યોગસ્વરૂપ એવા યોગી મહાત્માઓ પણ ગમે જ છે. તેથી તેઓ પ્રત્યે ભક્તિ-બહુમાન-આદરભાવ-વિનયગુણ પ્રગટે, તેમાં આશ્ચર્ય શું! જે જે મોક્ષમાર્ગના સાચા આરાધક છે. દોષોને ટાળી ગુણોને જેણે પ્રગટાવ્યા છે. યોગદશામાં જે વિકાસ પામ્યા છે તેવા યોગીજનો પ્રત્યે, સાધકો પ્રત્યે, સંતો પ્રત્યે, સાધુજનો પ્રત્યે, આ મુમુક્ષુ આત્માને હાર્દિક સાચો બહુમાનનો ભાવ આવે છે. વિનયગુણથી નમી પડે છે. સેવા-વૈયાવચ્ચમાં સતત તકની રાહ જ જુએ છે. જાણે પોતાનું સમસ્ત જીવન તેઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org